રૂપાણી સરકારે ક્યા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવાની કરી જાહેરાત, જાણો લાભ લેવા શું રજૂ કરવાનું રહેશે?

કોરોનાની ડયુટી દરમિયાન કોરોના સંક્રમિત થતા મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને શિક્ષણમાં ૫૦ ટકા ફી માફી સહિતની યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો છે. કર્મચારીઓના સંતાનોને આવક અને પર્સેન્ટાઈલની કોઈ પણ મર્યાદા વગર યોજનાનો લાભ મળશે.

સંતાનોને શિક્ષણમાં ૫૦ ટકા ફી માફી સહિતની યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામા આવેલા ઠરાવ મુજબ રાજ્યમાં કોવિડ -૧૯ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-૧૯થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના (એમવાયએસવાય)માં લાભ અપાશે. સરકાર દ્વારા કોવિડ-૧૯ અન્વયે વિવિધ ફરજો સોંપવામા આવી છે ત્યારે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો-કર્મચારીથી માંડી સરકારના કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે.આ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. અંતે સરકારે દરખાસ્ત મંજૂર કરતા આ બાબતે ઠરાવ કરવામા આવ્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષે ૨૦૨૦-૨૧થી ધો.૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના કોઈ પણ અભ્યાસક્રમમાં મૃતક સરકારી કર્મચારીના સંતાનને એમવાયએસવાય યોજના અંતર્ગત ૫૦ ટકા ફી માફીનો લાભ મળશે.

સરકારના ઠરાવ મુજબ કોર્પોરેશનના કર્મચારી સહિતના તમામ સરકારી કર્મચારી જો કોરોનાથી મૃત્યુ પામે તો આ યોજના હેઠળ તેમના સંતાનોને લાભ મળશે. ઉપરાંત મૃતક કર્મચારીના સંતાનોને ૮૦ પર્સેન્ટાઈલનો નિમય તથા ૬ લાખની આવકનો નિયમ પણ લાગુ નહી પડે. કોરોનાથી મૃત્યુ પામેલા કે મૃત્યુ પામતા સરકારી કર્મચારીના સંતાનો માન્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે ત્યારે એમવાયએસવાય યોજના અંતર્ગત આવક અને પર્સેન્ટાઈલની મર્યાદા વગર લાભ અપાશે. જો કે સહાય મેળવવા માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે
Please do not enter any spam link in the comment box