આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, જાણો ક્યાં-ક્યાં રહેશે બંધ

ગુજરાત: રાજ્ય સરકારે દિવાળી સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે
મધ્યપ્રદેશ: શાળાઓ આંશિક રીતે ખોલવામાં આવશે.
પશ્ચિમ બંગાળ: વધતા કોરોના કેસોને કારણે શાળાઓ હજી બંધ છે.
બિહાર: રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સૂચના નથી. સંભાવના છે કે વિધાનસભાની ચૂંટણી અને છઠ પૂજા બાદ શાળાઓ ખુલશે.
ઝારખંડ: રાજ્ય સરકારના આદેશ મુજબ 30 સપ્ટેમ્બર સુધી શાળાઓ બંધ રહેશે.
છત્તીસગઢ: રાયપુર સહિત 6 શહેરોમાં લોકડાઉન છે. અન્ય જગ્યાએ શાળાઓ ખુલવાની શક્યતા ઓછી છે.
રાજસ્થાન: શાળાઓ ખુલી રહી છે પરંતુ ઘણી ખાનગી શાળાઓ બંધ રહેશે.
કેરળ: શાળાઓને ઓક્ટોબર સુધી બંધ રાખવાની યોજના છે.
આ રાજ્યોમાં સોમવારથી ખુલી રહી છે શાળાઓ
આસામ: સોમવારથી શાળાઓ ખુલી રહી છે. અહીં ધોરણ 9 અને 10 માટે અલગ દિવસે શાળાઓ ખુલશે અને ધોરણ 11 અને 12 માટે અલગ દિવસે ખુલશે.
જમ્મુ-કાશ્મીર: માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સોમવારથી શાળાઓ ખુલશે.
હિમાચલ પ્રદેશ: સોમવારથી શાળાઓ ખુલી રહી છે.
ચંદીગઢ: શાળાઓ આંશિક રીતે ખુલશે. વર્ગમાં ફક્ત 15 વિદ્યાર્થીઓ બેસશે.
નાગાલેન્ડ: આવતીકાલથી ખુલશે શાળાઓ ચાલુ થશે.
મેઘાલય: સોમવારથી શાળાઓ ખુલી રહી છે.
આંધ્રપ્રદેશ: 9 થી 12ના વર્ગની શાળાઓ ખુલશે
આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
એકબીજાથી 6 ફૂટનું અંતર રાખવું પડશે.
ફેસ કવર અથવા માસ્ક પહેરવાનું ફરજિયાત છે.
હાથને સમયાંતરે હાથ ધોવા જરૂરી છે.
આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે.
શાળાની બહાર સ્ટાફ તથા વિદ્યાર્થીઓનું થર્મલ ચેકિંગ કરાશે.
જો કોઈ વિદ્યાર્થી બીમાર જણાશે તો તરત સંબંધિત અધિકારીઓને જાણ કરવાની રહેશે.
આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.

Please do not enter any spam link in the comment box