🔺અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન ઇન્સાઇટ લૅન્ડરે ભારતીય સમય મુજબ રાત્રે દોઢ કલાકે મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યું હતું. 🔺
➖ 'સેવન મિનિટ ઑફ ટૅરર' બાદ રૉબોટનું મંગળ ગ્રહ પર લૅન્ડિંગ શક્ય બન્યું હતું.
➖ ઇન્સાઇટ યાને મંગળગ્રહની પ્રથમ તસવીર પૃથ્વી પર મોકલી છે.
⚡️👁 નાસાના ઇન્સાઇટ મિશનનો હેતુ મંગળ ગ્રહ ઉપરની જમીન તેના આંતરિક ભાગોનો અભ્યાસ કરવાનો છે. નાસાએ માત્ર મંગળ ગ્રહનો અભ્યાસ હાથ ધર્યો છે.
🚀 યાને તેની ગતિમાં લગભગ વીસ હજાર કિલોમીટર પ્રતિકલાકનો જંગી ઘટાડો કરવાનો હતો, જે પેરાશૂટની મદદથી શક્ય બન્યો હતો.
👀 આ સમયને 'આતંકની સાત મિનિટ' એવું નામ આપવામાં આવે છે.
🛸 બે ક્યુબસેટ (અતિ નાના સેટેલાઇટ) આ લૅન્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને તેનો ડેટા ધરતી પર મોકલ્યો હતો. તેને આ ડેટા ઇન્સાઇટ લૅન્ડર પાસેથી મળ્યો હતો.
🛬 આ ગાળા દરમિયાન પૃથ્વી પર વિજ્ઞાનીઓના જીવ પડીકે બંધાયા હતા. સફળતાપૂર્વક લૅન્ડિંગ બાદ રૉબોટે વધુ તાકતવર રેડિયો સિગ્નલ મોકલ્યા હતા.
🛩 આ યાનને ઍલિસિયમ પ્લાનિશિયા નામના સપાટ મેદાન પર ઉતારવામાં આવ્યું હતું.
🌓 આ મેદાન મંગળ ગ્રહની ભૂમધ્ય રેખાની નજીક આવેલો વિસ્તાર છે.
🛰 તયાં પહોંચ્યા બાદ યાને ગ્રહની એક તસવીર મોકલી હતી, જેને નાસાએ ટ્વીટ કરી હતી. આગામી સમય દરમિયાન યાન વધુ કેટલીક માહિતી મોકલે તેવી શક્યતા છે.
⭕️ શ છે ઇન્સાઇટ લૅન્ડર ❓
👉 અભિયાન દરમિયાન યાન મંગળ ગ્રહ પર સિસ્મોમીટર સ્થાપિત કરશે જે પેટાળમાં ભૂકંપ જેવી કોઈ હલચલ થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરશે.
✅ ઇન્સાઇટ લૅન્ડર એવું પ્રથમ યાન છે કે જે મંગળના ભૂસ્તરનું ખોદકામ કરીને રહસ્યમય માહિતી મેળવશે. ઉપરાંત યાન સાથે મોકલવામાં આવેલું જર્મન ઉપકરણ જમીનની પાંચ મીટર નીચે જઈને તાપમાન વિશે માહિતી મેળવશે.
💯 જના આધારે માલૂમ પડશે કે મંગળ ગ્રહ હજુ કેટલો સક્રિય છે. પ્રયોગના ત્રીજા તબક્કામાં રેડિયો ટ્રાન્સમિશન મારફત પરીક્ષણ કરવામાં આવશે અને એ ચકાસવાનો પ્રયાસ થશે કે આ ગ્રહ તેની ધરી ઉપર કેવી રીતે પરિભ્રમણ કરે છે તથા શા માટે ડગે છે?
👨🚀 સમગ્ર અભિયાન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક સુઝેન સ્મ્રેકર કહે છે, "આપ એક કાચું ઈંડુ લો અને એક પાક્કું ઈંડું લો. બાદમાં તેને ફેરવશો તો તે અલગઅલગ રીતે ફરશે. કારણ કે તેની અંદર રહેલા તરલ પદાર્થ અલગ-અલગ છે.
🤷♂️ આપણે એ નથી જાણતા કે મંગળ ગ્રહના પેટાળમાં કશું નક્કર છે કે કેમ ? તેનો અંદરનો ભાગ કેટલો વિશાળ છે, તે અંગે પણ આપણને જાણ નથી. આ તમામ માહિતી આપણને ઇન્સાઇટ દ્વારા મળશે." 💁♂️

Please do not enter any spam link in the comment box