અર્થિંગ અંગેની કાયદાકીય જોગવાઈઓ (Statutory provisions for earthing) :
અહીં માત્ર ટૂંકસાર જ આપેલ છે. કાયદાકીય શબ્દો માટે રૂલ્સ રીફર કરવા.
(1) ઇન્ડિયન ઇલેક્ટ્રિસીટી રૂલ્સ 1956 અને તેના સુધારા મુજબ અર્થિંગ કરવું જોઈએ.
(2) દરેક મીડિયમ વોલ્ટેજ ઇક્વીપમેન્ટને બે અલગ જગ્યાએથી અર્થ કરવાં જોઈએ. હાઈ અને એકસ્ટ્રા હાઈ વોલ્ટેજમાં
ન્યુટ્રલને બે અલગ જગ્યાએથી બે અલગ ઇલેક્ટ્રોડ મારફત અર્થ કરવો જોઈએ અને જો કોમ્યુનીકેશન લાઈનને
ડીસ્ટર્બન્સ ન થાય તેમ હોય તો બીજી કોઈ દૂર જગ્યાએથી અર્થિંગ કરી શકાય. જરૂર પડે તો ન્યુટ્રલને યોગ્ય
ઇમ્પીડન્સ મારફત અર્થ સાથે જોડી શકાય.
(3) જે સંજોગોમાં ડાયરેક્ટ અર્થિંગ સેફટી આપવાના બદલે નુકસાન કરે (દા.ત. હાઈ ફ્રીક્વેસી અને મેઈન્સ ફ્રીક્વેસી
કોરલેસ ઇન્ડક્શન ફેરનેસ) તેવા સંજોગોમાં ઓથોરીટી પાસેથી છૂટછાટ માટે મંજૂરી મેળવવી જોઈએ.
(4) ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જનરેટીંગ સ્ટેશન, સબસ્ટેશન અને કન્ઝયુમરના સ્થળે અર્થ ઇલેક્ટ્રોડ રાખવા જોઈએ.
(5) શક્ય હોય ત્યાં સુધી અર્થ જોડાણ ઇન્સ્પેક્શન માટે જોઈ શકાય તેમ હોવું જોઈએ.
(6) બધાં જોડાણો ચોકસાઈપૂર્વક કરેલ હોવાં જોઈએ. ઢીલાં જોડાણોથી વ્યક્તિની જિંદગી જોખમમાં આવી શકે છે.
(7) અર્થિંગ સીસ્ટમ એવી રીતે ડિઝાઈન કરેલ હોવી જોઈએ જેથી દરેક અર્થ ઇલેક્ટ્રોડનું ટેસ્ટીંગ શક્ય બને.
(8) દરેક ઇન્સ્ટોલેશન માટે મેઈન અર્થ જોડાણો અને અર્થ ઇલેક્ટ્રોડ દર્શાવતાં ડ્રોઈંગ તૈયાર કરવાં જોઈએ.
(9) એક્ઝીસ્ટીંગ સીસ્ટમમાં ટેમ્પરરી અથવા પરમેનન્ટ કરંટ કેરીયીંગ સીસ્ટમનો વધારો ન કરવો જોઈએ. તે
એક્ઝીસ્ટીંગ નવા અર્થ ફોલ્ટ કરંટને સહન કરી શકે તેમ હોય તો જ ઇક્વીપમેન્ટનો વધારો કરી શકાય.
(10) કોઈપણ સપ્લાય સીસ્ટમમાં કટ-આઉટ, લીન્ક અર્થડ઼ અથવા અર્થ કરેલ ન્યુટ્રલ કન્ડક્ટરમાં જોડવી જોઈએ નહીં
(11) અર્થિંગ માટેના બધા મટીરીયલ, ફીટીંગ વગેરે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબનાં હોવાં જોઈએ.
ઔદ્યોગિક સ્થાનમાં અર્થિંગ (Earthing in industrial premises) :
(1) ફેક્ટરી અને વર્કશોપમાં બધી જ મેટલ કોડ્યુટ, કેબલ શીધ, સ્વીચગીયર, ડીસ્ટ્રીબ્યુશન ફયુઝબોર્ડ, મોટર,
સ્ટાર્ટર અને બીજા મેટલના ભાગોને અર્થ સાથે જોડાણ કરવું જોઈએ. આથી ઇલેક્ટ્રિક કરંટ ન વહેતો હોય તે
મેટલ પાર્ટ લાઈવ ન બને.
(2) અર્થ લીકેજ પ્રોટેક્શન : જો ઓવર કરંટ પ્રોટેક્શન સીસ્ટમ કરતાં વધારે સેન્સીટીવીટી જોઈતી હોય તો અર્થ
લીકેજ પ્રોટેક્શન સીસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ.
(3) ફાયર પ્રોટેક્શન : જયાં આગ લાગવાની શક્યતા હોય તેવા ભાગોમાં ફ્લેમ મુફ સાધનોનો ઉપયોગ કરવો
જોઈએ. એટલું જ નહીં પરંતુ કોડ્યુટના જોઈન્ટને ટાઈટ રાખવા જોઈએ. જેથી કોઈ ફોલ્ટ થાય ત્યારે કોન્યુટના
જોઈન્ટમાંથી તણખો બહાર પડીને આગ ન લગાડે.
(4) પોર્ટેબલ સાધનોનું અર્થિંગ : જે પોર્ટેબલ સાધનોમાં વધારાનું ઇસ્યુલેશન અથવા ડબલ ઇસ્યુલેશન કરેલ હોય
તેને અર્થ કરવાની જરૂર નથી, પોર્ટેબલ સાધનની બોડી અને અર્થ કન્ટીન્યુઈટી કન્ડક્ટર વચ્ચે સારી ઇલેક્ટ્રિકલ
કન્ટીન્યુઈટી રહેવી જોઈએ.
(5) અર્થ વાયરમાં ટ્વીસ્ટેડ કે ટેપ જોઈન્ટનો ઉપયોગ ન કરવો જોઈએ.


Please do not enter any spam link in the comment box