ચેઈન પુલી બ્લોક, ક્રેઈન તથા અન્ય ઊંચક્કાનાં સાધનો લગાડવા માટે જરૂરી સલામતીનાં પગલાંઓનું સૂચિપત્ર
(List of safety precautions to be taken while fixing chain pulley block, crane and other
lifting devices):
ભારે દાગીનાને ચડાવતી-ઉતારતી વખતે ઘણી બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. ભારે દાગીનો ઉત્પાદન સ્થળેથી પહોંચાડવાનો હોય ત્યાં કોઈપણ જાતની ભાંગતૂટ કે અકસ્માત વગર નિર્વિદને પહોંચી જવો જોઈએ. આ માટે સલામતી અંગેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.
1. દાગીના અંગેની ઉત્પાદક પાસેથી મેળવેલી માહિતી મુજબ યોગ્ય કાર્યક્ષમતાવાળાં ઊંચકવાનાં સાધનો એકઠાં કરવાં જોઈએ.
2. સાધનોના દરેક ભાગોનું નિરીક્ષણ કરો. ચેઈનના અંકોડા, નટ બોલ્ટ વગેરે તપાસો. રોપમાં કોઈ જગ્યાએ ઘસારો નથી તે ચેક કરો.
3. ઘણા વખતથી બિનવપરાશી સાધનનું જરૂરી ઓઈલીંગ-ગ્રીસીંગ કરો, જેથી ફરતા ભાગો હળવાશથી ફરી શકે.ચેઈનપુલી બ્લોક ટીંગાડવા માટેની ત્રીપગી ઘોડી (શીયર લેઝ) ને જમીન પર બરાબર ગોઠવો. ઘોડીના બે પગ વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર રાખવું તે શીયર લેઝના ઉત્પાદકે માહિતી પુસ્તિકામાં દર્શાવેલ હોય છે. તેથી વધારે અંતર રાખવું નહીં.
4. શીયર લેગ જમીન પર ખસી ન જાય તે માટે ત્રણેય પગોને સાંકળથી બાંધી રાખો.
5. વજન ઊંચકવા માટે વપરાતી સ્લીંગની લંબાઈ માફકસર રાખવી.
6. શક્ય હોય તો રોપ પુલી બ્લોક કે ચેઈન પુલી બ્લોક મકાનના ગર્ડર, પીલર કે લીફટીંગ હુક આપેલા હોય તેનો જ ઉપયોગ કરવો. આ શક્ય ન હોય તો જ શીયર લેગ્ઝનો ઉપયોગ કરવો. જો ચેઈન પુલી બ્લોક પાવરથી ચાલતો હોય તો તેને વજન ઊંચકતા પહેલાં એકવાર ચલાવી જોવો. તેની સ્પીડ, દિશા વગેરે માટે કઈ કઈ સ્વીચ ઓપરેટ કરવાની છે તેની જાણકારી મેળવી લેવી.
વજનદાર દાગીનો ઊતારતી વખતે જરૂરી સલામતી માટેનાં પગલાંઓની યાદી (List of safety precautions to
be taken while unloading heavy load) :
અગાઉ દર્શાવ્યા પ્રમાણે ઊંચકવાનાં સાધન બરાબર સેટ કર્યા પછી હવે ખરેખર જ્યારે વજનદાર દાગીનાને ઊતારવાનો હોય ત્યારે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
1.ઊંચકવાના સાધનનો સેઈફ વર્કિંગ લોડ ચેક કરો.
2. કયો છેડો ખેંચવાથી દાગીનો ઊંચે ચડશે કે નીચે ઊતરશે તે ચેક કરી કોઈ નિશાની રાખો.
3. દાગીનો હુકમાં બરાબર ભરાવેલ છે કે નહીં તે ચેક કરો.
4. સ્લીંગની લંબાઈ ફરી ચેક કરો.
5. શીયર લેઝને સાંકળથી બરાબર બાંધેલા છે કે કેમ તે ચેક કરો.
6. દાગીનો ઊતારનાર ટીમના દરેક સભ્યોને કામ શરૂ કરતાં પહેલાં યોગ્ય સૂચના આપો અને દરેકને કરવાના
કાર્યની યાદી આપો.
7. દાગીનો ઊતારતા પહેલાં તેને પસાર થવાના રસ્તે કોઈ વ્યક્તિ આડી ન આવે તેવું ધ્યાન રાખો.
8. સાંકળ કે રોપને ધીમે ધીમે દાગીનો ઊંચકવાની દિશામાં જાય એવી રીતે સાંકળ કે રોપ ખેંચો, દાગીનો થોડો
ઊંચકી અમુક ક્ષણ સ્થિર થઈ આ કાર્ય બરાબર પ્લાન પ્રમાણે જ છે તે ચેક કરો.
9. દાગીનાનો કોઈ ભાગ ક્યાંય ફસાતો નથી તે ચેક કરો.
10. ટીમના દરેક સભ્યની ‘all well” ની બુમ પડે પછી જ કાર્યને આગળ ધપાવો.
11. દાગીના ઊંચકાયા પછી જે વાહન મારફત દાગીનો આવેલ હોય તેને નીચેથી બહાર કાઢો.
12. ઊંચકાયેલ દાગીનાને ક્રેઈન મારફત યોગ્ય જગ્યાએ લઈ જાવ.
13. દાગીનાને જયાં ઊતારવાનો હોય તે પ્લેટફોર્મ ફરી એકવાર ચેક કરો. દાગીનો જે રીતે ગોઠવવાનો હોય તે
પ્રમાણે ઊંચકનારને સૂચનો સ્પષ્ટપણે આપો.
14. દાગીના પ્લેટફોર્મ પર પછડાયા વગર ધીમે ધીમે અડે તેનું ધ્યાન રાખો.
15. દાગીનો બરાબર ગોઠવાયો છે કે કેમ તે ચેક કરો.
16. વીન્ચીઝ, સ્કેચ બ્લોક વગેરેનો ઉપયોગ કરી દાગીનાને યોગ્ય જગ્યાએ ગોઠવો.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box