સ્વીચગીયરનું સ્થાપન (Installation of switchgear)
ઇન્સ્ટોલેશન એન્જિનિયર અથવા કોન્ટેક્ટર મારફત ઇન્સ્ટોલેશનના વિગતવાર ડ્રોઈંગ તૈયાર કરાવવા જોઈએ. આમાં
ઇન્સ્ટોલેશનનો લે-આઉટ તથા વાયરીંગ સીસ્ટમ દર્શાવેલ હોવાં જોઈએ. જો આઉટડોર પ્રકારનું ઇક્વીપમેન્ટ હોય તો સ્વીચયાર્ડના
પ્લાન તથા એલીવેશન દર્શાવવા જોઈએ. તેમાં બસબારની એરેન્જમેન્ટ, સ્વીચગીયરના વિવિધ ઇક્વીપમેન્ટનું લોકેશન,
ક્લીયરન્સ, ટ્રેન્ચની તથા ગ્રેનેજની વ્યવસ્થા વગેરે દર્શાવેલ હોવાં જોઈએ. કાર્ય શરૂ કરતા પહેલાં યુઝરની સંમતિ લઈ લેવી
જરૂરી છે. જો મેન્યુફેક્ય૨૨ દ્વારા ઇરેક્શન સંબંધી સૂચનાઓ આપવામાં આવેલી હોય તો તેનો અમલ કરવો જોઈએ.
નીચે દર્શાવેલ વિગતો ચેક કરવી જોઈએ.
(i) ફાઉન્ડેશન અને બીજું સિવિલ એન્જિનિયરીંગ કામ
(ii) સરકીટ બ્રેકર અને મીકેનીઝમની એસેમ્બલી
(iii) આખા યુનીટનું એલાઈનમેન્ટ
(iv) ફાઉન્ડેશનનું ગ્રાઉટીંગ
(v) છૂટા ઉપકરણોનું ફીટીંગ
(vi) સરકીટ બ્રેકર, કોન્ટેક્ટ ટ્રાવેલ વગેરેનું એડજસ્ટમેન્ટ
(vii) ઇન્ટરલોક વગેરેનું જોડાણ
(viii) ઓઈલ સરકીટ બ્રેકરમાં ઓઈલ ભરવું
(ix) સરકીટનાં મુખ્ય જોડાણો
(x) અર્થીગનાં જોડાણો
(xi) બીજાં વાયરીંગ
(xii) આર્ક કન્ટ્રોલ ડિવાઈસનું ચેકીંગ
(xiii) જનરલ ઇન્સ્પેક્શન
(xiv) મલ્ટીકોર સરકીટનું જોડાણ
(iv) ટેસ્ટીંગ અને કમીશનીંગ
આ સિવાય નીચે દર્શાવેલ મુદ્દાઓ જરૂરી છે.
(a) લોકેશન (Location)
(b) પૂર્વતૈયારી (Preliminary preparation)
(c) ફાઉન્ડેશન (Foundation)
(d) લેવલીંગ અને ગ્રાઉટીંગ (Levelling and grouting)
(e) જોડાણો (Connections)
(f) ઓઈલ ટાઈટ/એર ટાઈટ જોઈન્ટ (Oil tight/air tight joint)
(g) (Earthing)
(h) (Drying of insulation)
(i) મીકેનીકલ એજસ્ટમેન્ટ (Mechanical adjustment)
(j) આઈસોલેટર (Isolator)
(k) ઓઈલ (Oil)
(a) લોકેશન (Location)
ઇન્ડોર પ્રકારના સ્વીચગીયરને ભેજ, કરોઝીવ ગેસ, ધૂળ, આગ લાગે તેવી વેપર, વગેરે રહિત, સારી હવાની અવરજવરવાળા ઓરડામાં રાખવા જોઈએ. ઇક્વીપમેન્ટને સહેલાઈથી ઓપરેટ કરી શકાય અને તેનું મેઈન્ટેનન્સ સારી રીતે થઈ શકે એ રીતે સ્થાપિત કરવું જોઈએ.
સ્ટોરેજ બેટરી અલગ બેટરી રૂમમાં રાખવી જોઈએ. તેનું ફ્લોરીંગ એસીડ રેઝીસ્ટ હોવું જોઈએ. પ્લેટફોર્મ પર તથા તેની દીવાલ પર એસીડ રેઝીસ્ટ ટાઈલ્સ લગાડવી જોઈએ. બારીના કાચ પર રંગ લગાવવો જોઈએ જેથી સૂર્યપ્રકાશ અંદર ન આવે. એક્ઝોસ્ટ ફેન ઇન્સ્ટોલ કરવા જોઈએ. બેટરી રૂમના બધા હાર્ડવેર તથા ઇક્વિપમેન્ટને એસીડ ફ્યુમની સામે રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
(b) પૂર્વતૈયારી (Preliminary preparations)
ઇન્સ્ટોલેશન શરૂ કરતાં પહેલાં જે ઓરડામાં ઇન્સ્ટોલેશન કરવાનું છે તે રૂમનું મોટા ભાગનું બાંધકામ પૂર્ણ થવું જોઈએ અને બાંધકામની સામગ્રી વગેરે દૂર કરેલાં હોવાં જોઈએ.
(c) ફાઉન્ડેશન (Foundation)
સ્વીચગીયરના ફાઉન્ડેશન માત્ર ડેડ લોડ માટે ડિઝાઈન ન કરતાં ઇસ્પેક્ટ લોડીંગ માટે પણ ડિઝાઈન કરવાં જોઈએ, કારણ કે શૉર્ટ સરકીટ વખતે કોન્ટેક્ટ ઓપન થાય છે ત્યારે ઇપેક્ટ સ્થિતિ આવે છે અને આ લોડ ડેડ લોડ કરતાં બમણોહોઈ શકે છે. આ માટે મેન્યુફેક્ય૨૨ની ભલામણો અનુસરવી જોઈએ.
(d) લેવલીંગ અને ગ્રાઉટીંગ (Levelling and grouting)
સ્વીચગીયરની એસેમ્બલી ચોકસાઈ માગી લે તેવું કાર્ય છે. આથી ફાઉન્ડેશન બોલ્ટનું ગ્રાઉટીંગ થાય તે પહેલાં ઇક્વીપમેન્ટ બરાબર લેવલ કરવું પડે. આથી આઈસોલેશન મીકેનિઝમ અને બધા યુનીટના બસબાર જોડવામાં ચોકસાઈ જળવાઈ રહે.
ડ્રો આઉટ પ્રકારના સ્વીચગીયરમાં સ્વીચગીયરની આગળની થોડી જગ્યા વ્યવસ્થિત લેવલ થયેલી હોવી જોઈએ જેથી સ્વીચગીયર બહાર કાઢવામાં આવે તો તકલીફ ન પડે.
(e) જોડાણો (Conection)
જયારે સ્વીચગીયરના યુનીટના મેઈન બસબાર સાથે જોડીને સ્વીચબોર્ડ બનાવવામાં આવે ત્યારે યુનીટ વચ્ચેનું જોડાણ યોગ્ય અને ટાઈટ હોવું જોઈએ. જયારે બે અથવા વધારે સ્વીચગીયરને જોડીને સ્વીચબોર્ડ બનાવવામાં આવે ત્યારે, એલાઈનમેન્ટ કરવું જોઈએ. ફેઈઝ વચ્ચે અને ફેઈઝ તથા ન્યુટ્રલ વચ્ચે પૂરતી જગ્યા રાખવી જોઈએ. જ્યારે સ્વીચગીયરના ટર્મીનલ સાથે જોડાણ કરવામાં આવે ત્યારે ઇન્સુલેટર પર વધારે સ્ટ્રેઈન ન આવે તેમ હોવું જોઈએ. રીજીડ બસબાર, એકસ્પાાનની વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ,
મેઈન જોડાણો, ફલેક્સીબલ જોડાણો, રીજીડ જોડાણ, ઓક્ઝીલીયરી જોડાણો અને મીટર તથા રીલેનાં જોડાણો વ્યવસ્થિત રીતે ચેક કરીને કરવાં જોઈએ.
(f ) ઓઈલ ટાઈટ/એર ટાઈટ જોઈન્ટ
ઓઈલ સરકીટ બ્રેકરમાં ઓઈલ ટાઈટ જોઈન્ટ યોગ્ય ગાસ્કેટનો ઉપયોગ કરીને કરવા જોઈએ. એરબ્લાસ્ટ સરકીટ બ્રેકરમાં એર ટાઈટ જો ઈન્ટ વ્યવસ્થિત કરવા જોઈએ. હવાનું લીકેજ થતું નથી તે ચેક કરવું જોઈએ.
(g) અર્થીગ (Earthing)
દરેક ઇક્વીપમેન્ટ સોલીડલી અને વ્યવસ્થિત રીતે અર્થ કરેલ હોવાં જોઈએ.
(h) ઇસ્યુલેશનની સૂકવણી (Drying of insulation)
સ્વીચગીયરમાં વિવિધ પ્રકારના ઇસ્યુલેશન વપરાય છે. સ્ટોરેજ દરમ્યાન આ ઇસ્યુલેશન ભેજ શોષે તેવી શક્યતાઓ છે તેથી ફાઈનલ કમીશનીંગ પહેલાં તેનું પ્રાયીંગ કરવું જરૂરી છે. આમ કરવામાં ઇસ્યુલેશનને સીધી ગરમીથી નુકસાન ન થાય તેની સાવચેતી લેવી જોઈએ. સ્ટાન્ડર્ડ પ્રોસીજર પ્રમાણે ગ્રામીંગ કરવું જોઈએ.
(i) મીકેનીકલ એજસ્ટમેન્ટ (Mechanical adjustment)
ટ્રાન્ઝીટ દરમ્યાન સરકીટ બેકરના મીકેનીઝમના સેટીંગ ડીસ્ટર્બ નથી થયા તે ડ્રોઈંગ પ્રમાણે ચેક કરવું જરૂરી છે. ત્રણ સીંગલ ફેઈઝ યુનીટમાં ત્રણે યુનીટ એક સાથે ઓપરેટ થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ .
(j) આઈસોલેટર (Isolator)
લીંકેજનો ઉપયોગ કરીને આઈસોલેટર એક જ જગ્યાએથી ઓપરેટ કરવામાં આવે છે. આ બધા મીકેનીઝમ ફ્રીલી ખસે અને યોગ્ય રીતે ક્લોઝ થાય એ માટે કરેક્ટ સેટીંગ જરૂરી છે. જો આમ ન થાય તો શોર્ટ સરકીટ કન્ડીશનમાં આઈસોલેટર ઓપન થઈ શકે અને આગ લાગવાની શક્યતા ન રહે.
(k) ઓઈલ (Oil)
સૂકા અને સ્વચ્છ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. ટેન્ક ઓઈલથી ભરતા પહેલાં ટાંકીને સોફ કરવી જોઈએ. ફિક્સડ અને મુવીંગ કોન્ટેક્ટ ચેક કરીને સાફ કરવા જોઈએ. ધૂળ અથવા ભેજ અંદર દાખલ ન થઈ જાય તે જોવું જોઈએ. સેન્ટ્રીફ્યુજીંગ મશીનથી ઓઈલ ભરવું જોઈએ. હોઝ પાઈપ રબરની ન હોવી જોઈએ,
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Very nice
ReplyDelete👍 ❤️
ReplyDeletePlease do not enter any spam link in the comment box