સ્વીચગીયરનું કમીશનીંગ (Commissioning of switchgear)

સ્વીચગીયરનું ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી તેનું કમીશનીંગ કરતાં પહેલાં નીચે પ્રમાણેના ચેકટેસ્ટ કરવા જરૂરી છે
1.જન૨લ:
(i) ઇક્વિપમેન્ટ વ્યવસ્થિત સાફ કરેલું હોવું જોઈએ.
(ii) બધા બોલ્ટ ટાઈટ હોવા જોઈએ.
(ii) ઓઈલ ફીલ્ડ ઇક્વિપમેન્ટમાં ઓઈલનું લેવલ યોગ્ય હોવું જોઈએ.
(iv) ખસતા ભાગોમાં જયાં લુબ્રીકેશન જરૂરી હોય ત્યાં લુબ્રીકેશન કરેલું હોવું જોઈએ.
(v) સરકીટ બ્રેકરનું મીકેનીકલ ઓપરેશન થવું જોઈએ.
(vi) વાયરીંગ ડાયાગ્રામ પ્રમાણે કરેલું હોવું જોઈએ.
(vii) અર્થીગનાં જોડાણો મુખ્ય અર્થભાર સાથે વ્યવસ્થિત થયેલાં હોવાં જોઈએ.
(viii) કોઈપણ ટુલ અને લુઝ મટીરિયલ સ્વીચગીયરમાં અને તેની આજુબાજુ ન રહેવાં જોઈએ
2. ઓઈલ
જેમાં ખો ઈલનાં ઈમ્પલીટીગ મટિરીયલ તરીકે ઉપયોગ થતો હોય તેમાંથી ઓઈલનો નમુનો લેવો જો ઈમે બંને તેના છે કે ડાઉન ટેરર કરવો જોઈએ. ઓઇલ માટે 40 kV/મીનિટ માટે કરવો જોઇયે
3. એર
જે યુનીટમાં એરનો ઉપયોગ થતો હોય તેમાં સીરમ સાફ કરવી જોઈએ અને તેમાં ભેજ ન હોવો જોઈએ, મો ઈશ્વર ટેપ વ્યવસ્થિત કાર્ય કરતું હોવું જોઈએ .
4.ઇસ્યુલેશન ટેસ્ટ
(a) મુખ્ય સ૨ કીટનું ઇસ્યુલેશન
મુખ્ય જો કાણોનો દરેક ક્ષે ઈઝનો અર્થ સાથેનો ઇvયુલેશનું પ્રતિરોધ તથા બે ફ ઈઝ વચ્ચેનો ઇસ્યુલેશન પ્રતિરોષ માપવો જો ઈને તેની કંમત રેકેમેન્ડ કરેલ કિંમત કરતાં વધારે હોવી જો ઈમે, જો રીડીંગ ઓછું આવે તો તપાસ કરવી જોઈએ,
(b) ઓકઝીલીયરી અને કંટ્રોલ સરકીટનું ઇસ્યુલેશન
બધી ઓકઝીલીયરી અને કન્ટ્રોલ સર કીટનો ઇસ્યુલેશન પ્રતિરોધ 500 V ના મૈ ગર વડે માપવો જ ઈએ, આ પ્રતિરોધ 1M ohm થી ઓછો ન હોવો જોઈએ.
જો હાઈ વોલ્ટેજ ટેસ્ટ કરવાનો હોય તો હાઈ વોલ્ટેજ ટેસ્ટની પહેલાં અને ટેસ્ટ પૂરો થયા બાદ આ ટેસ્ટ કરવો જોઈએ.
5.હાઈ વોલ્ટેજ ટેસ્ટ
ઇન્સટોલેશનું નવું છે કે જૂનાનું એ કરટેન્શન છે અથવા બીજાં ઇક્વિપમેન્ટની સાથે ટેસ્ટ કરવાનો છે તેના પર આ ટેસ્ટનો સમાપાર છે, જો કે આ ટેસ્ટ ડી.સી, પર. કરી શકાય છે પરંતુ એ સી. સાથે થાય તે ઇચ્છનીય છે,
મુખ્ય સ૨કીટનું ઇસ્યુલેશન
ઇક્વિપમેન્ટના વકીંગ વોલ્ટેજને આધારિત વોલ્ટેજ આપવામાં આવે છે, આ માટે તે અંગેનું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસરવું. જો ઈમે, કરંટ તથા પોટેન્શીયલ ટ્રાન્સફોર્મરની સેકંડરી તથા ફેઈઝને અર્થ કરવો જોઈએ. આ ટેસ્ટ બધા ફેઈઝ સાથે વારાફરતી કરવાનો હોય છે, દરેક વખતે બાકીના ફેઈઝને અર્થ કરવાં જો ઈએ અને બે કર ક્લોઝ હોવા જો ઈને, આ ટેસ્ટના પહેલાં અને પ ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ ટેસ્ટ કરવો છો ઈએ જો પછીના ટેરસ્ટમાં ઈસ્યુલેશન રેઝીસ્ટન્સનું રીડીંગ ઓછું આવે તો કયા કોમ્પોનન્ટ લીધે ઓછું આવ્યું તે જાણવા માટે અલગ અલગ કોમ્પોનન્ટની સાથે અલગથી ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ ટેસ્ટ કરવો જોઈએ.
હાઈ વોલ્ટેજ ટેરર કરતી વખતે નીચે જણાવેલ મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ
1. ટેસ્ટ દરમ્યાન ટેસ્ટીંગ ટ્રાન્સફોર્મરનો એક છેડો અર્થ સાથે અને સરકીટ છે કરની ફ્રેમ સાથે જોડવો જોઈએ.
2.ટેસ્ટની શરૂઆત ટેટ વોલ્ટેજના 1/3 કરતાં વધારે વોલ્ટેજથી કરવી જોઈએ નહીં.
3. મેઝરીંગ ઇસ્યુમેન્ટ જેટલી ત્વરાથી માપીને દર્શાવી શકે તેટલી ત્વરાથી ટેસ્ટ વોલ્ટેજની કિંમત વધારવી જોઈએ. કુલ ટેસ્ટ વોલ્ટેજ પહોંચ્યા પછી તેને અમુક ચોક્કસ સમયગાળા સુધી આપી રાખવો એ ઈએ. ત્યારબાદ ધટાડતાં જઈને પછી સ્વીચ ઓફ કરવી જોઈ.
ઓકાઝીલીયરી અને કન્ટ્રોલ સર કીટનું ઇસ્યુલેશન
ઇક્વિપમેન્ટની સાથે સંકળાયેલ ઓઝીલીયરી અને ગૌણ સરકીટના બધા છેડાને લુપ કરીને 2000 y એ.સી. એક મિનિટ માટે આપીને ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમ્યાન બધા કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શીયલ ટ્રાન્સફોર્મરનાં અર્થ ને ડાણો છોડી નાખવાં જોઈએ અને આ ટેસ્ટ પૂરો થયા પછી તુર્ત જ છોડી દેવાં જોઈએ.
6.ઓપરેશનલ ચેક્સ
કોન્ટેક્ટનું એલાઈનમેન્ટ બરાબર છે તે ચેક કરવા માટે બધા મીકેનીઝમને ધીમેથી ઓપરેટ કરો. પાવરથી ઓપરેટ થતા મીકેનીઝમને જયાં સુધી હાથ વડે સંપૂર્ણ સંતોષકારક રીતે ઓપરેટ ન થાય ત્યાં સુધી પાવરથી કદી પણ ઓપરેટ કરવું જોઈએ
ઘણીવાર મેન્યુફેક્ય૨૨ કમીશનીંગ અને મેઈન્ટેનન્સ વખતે ઉપયોગમાં લેવામાં આવતાં ક્લોઝીંગ ડિવાઈસ આપતા હોય છે. આવાં ડિવાઈસનો ઉપયોગ કરતી વખતે મેન્યુફેક્ઝરરે આપેલ સૂચનાઓનો અમલ કરવો જોઈએ.
પાવર ક્લોઝીંગ અને ટ્રીપીંગવાળા બધા સ્વીચગીયરના ઓપરેશનની મેક્સીમમ અને મીનીમમ કિંમત પર કરેક્ટ ટ્રીપીંગ અને લેચીંગ થઈ શકતાં હોવાં જોઈએ. બ્રેકર આ બન્ને કિંમત વચ્ચેની કોઈપણ કિંમતે સંતોષકારક રીતે ઓપરેટ થવું જોઈએ. સરકીટ બ્રેકર નું કરેક્ટ ક્લોઝીંગ અને ટ્રીપીંગ રીમોટ કન્ટ્રોલ, લોકલ કન્ટ્રોલ અને પ્રોટેક્ટિવ રીલેના ટ્રીપીંગથી થવું જોઈએ.
આઈસોલેટરનું લેચીંગ અને ઓપનીંગ તથા કોન્ટેક્ટ એલાઈનમેન્ટ ચેક કરવું જોઈએ. સરકીટ બેકર પરના બુશીંગ, આઈસોલેટર વગેરે પર રાખેલ, રોડ ગેપ પ્રકારના સર્જ પ્રોટેક્ટર વગેરેને ચેક કરવાં જોઈએ, લાઈટનીંગ એરેસ્ટર પણ યોગ્ય હોવાં જો ઈએ.
7. પ્રોટેક્ટિવ સાધનો
સ્વીચગીયરની સાથે યુઝથી માંડીને ગૂંચવાડા ભરેલી પ્રોટેક્ટિવ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. કમીશનીંગ કરતાં પહેલાં પ્રોટેક્ટિવ સ્કીમનું સંપૂર્ણ ચેકીંગ કરવું જરૂરી છે. સાઈટ ટેસ્ટનો હેતુ એ છે કે પ્રોટેકિટવ સીસ્ટમ સાચી રીતે જ ઓપરેટ થાય છે અને પ્રોટેક્રેડ ઝોનમાં જ ઓપરેટ થાય છે તેમજ બીજા ફોલ્ટથી ઓપરેટ થતી નથી.
બધી જાતના ટેસ્ટ ઇક્વિપમેન્ટ હાજર ન હોવાને કારણે ટેસ્ટ જેટલાં બને તેટલા સરળ બનાવવા જોઈએ. પ્રોટેક્ટિવ સરકીટ પરના ટેસ્ટ એવી રીતે કરવા જોઈએ કે જેથી જોડાણમાં ઓછામાં ઓછા ફેરફાર કરવા પડે. દરેક કરંટ ટ્રાન્સફોર્મર સીસ્ટમને માત્ર એક જ પોઈન્ટ પર અર્થ કરવી જોઈએ. આ માટે જાણીતું જોડાણ ખોલીને મૈગરનો ઉપયોગ કરીને ચેક કરવું છે ઈએ. આ ટેસ્ટ દરમ્યાન પ્રાઈમરી લાઈવ હોવી જોઈએ નહીં. ભવિષ્યના રેફરન્સ માટે બધા કમીશનીંગ ટેસ્ટનો રેકોર્ડ રાખવો જોઈએ. રીલેને ટેસ્ટીંગ માટે હાથથી ઓપરેટ કરતી વખતે ખાસ ખ્યાલ રાખવો જો. ઈએ જેથી રીલના મીકેનીઝમને નુકસાન ન થાય, તેમજ સેટીંગમાં ફેરફાર ન થઈ જાય. બધા પ્રોટેક્ટિવ રીલેના કરંટ સેટીંગનો રેકોર્ડ રાખવો જોઈએ. જો ટેસ્ટ વખતે સેટીંગ બદલાયેલ હોય તો ટેસ્ટ પૂરો થયા પછી મૂળકિંમત પર સેટીંગ પાછું કરી દેવું જોઈએ.
જોડાણોમાં ફેરફાર કરવામાં આવ્યો હોય અથવા કામચલાઉ જોડાણ કરવામાં આવેલ હોય તો તે દૂર કરીને પહેલાં મુજેબે કરી દેવો જોઈએ.
8.ધૂળની સાફસૂફી
રીલે ડસ્ટ કવરને કાઢતાં પહેલાં તેના પરની ધૂળ સાફ કરવી જોઈએ. બધાં કવર સાફસૂફી કર્યા પછી તેની જગ્યાએ ફીટ કરી દેવાં જોઈએ.
9. ઇજેક્શન ટેસ્ટીંગ
જ્યાં શક્ય હોય ત્યાં સેકંડરી ઇજેકશનના બદલે પ્રાઈમરી ઇન્વેક્શન ટેસ્ટીંગ કરવું જોઈએ. રીલે પરના રૂટીન ચેક માટે સેકંડરી ઇન્સેશન ટેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ, રેગ્યુલર ઈન્ટરવલ પર પ્રોટેક્ટિવ રીલે પરના આવા ચેક લાંબા સમયે કરવામાં આવતાં એલાબ્રેટ ટેસ્ટ કરતાં વધારે ઇચ્છનીય છે.
10, ઇન્ડકેશન રીલે
ઇન્ડક્શન રીલેની ડીસ્ક હાથેથી ન ફેરવતાં ટાઈમ સેટીંગ એડજસ્ટ વડે ફેરવવી જોઈએ. જે રીલેની કેરેક્ટરીસ્ટીકમાં ફેરફાર થઈ ગયો હોવાની શક્યતા હોય તો ઓપરેટીંગ કેરેક્ટરીસ્ટીક અને રીસેટીંગ ટાઈમ માર્ટના ટેસ્ટ કરવા જોઈએ.
11. ક્યુઝ
મેઈન અને ઓક્ઝીલીયરી સરકીટના યૂઝ ફીટ કરેલા હોવા જોઈએ અને તેનાં રેટીંગ સરકીટ મુજબ હોવાં જોઈએ.
12. ટ્રીપ અને રીલીઝ
સંતોષકારક ઓપરેશન માટે અન્ડર વોલ્ટેજ રીતે સમયાંતરે સંતોષકારક ઓપરેશન માટે ચેક કરવાં જોઈએ. સીરીઝ ટ્રીપમાં સોલેનોઈડનું આર્મેચર ખસવા માટે ફ્રી છે કે કેમ તે ચેક કરવું જોઈએ. જો પ્રવાહીથી ભરેલ ડેશપોટનો ઉપયોગ થયેલ હોય તો ડેશપોટનું ઓઈલ યોગ્ય પ્રકારના ઓઈલથી યોગ્ય લેવલ સુધી ભરેલું હોવું જોઈએ. રીફીલીંગ કરતાં પહેલાં ઓઈલનો કદડો કાઢીને ડિવાઈસ સ્વચ્છ કરવું જોઈએ.
13. બેટરી
મેન્યુફેક્ટરરે આપેલ સૂચના મુજબ બેટરીનું કમીશનીંગ કરવું જોઈએ. જે ટ્રીકલ ચાર્જ આપવામાં આવેલ હોય તો તેને ચોક્કસ સતત ચાર્જ આપે તે રીતે સેટ કરેલ હોવું જોઈએ. લેડ-એસીડ બેટરીમાં સેલ વોલ્ટેજ 2,0 અને 2.2 V ની વચ્ચે હોવો જોઈએ.
14. ન્યુમેટિક સીસ્ટમ
સીસ્ટમને એરના લીકેજ માટે ચેક કરવી જોઈએ. જો લીકેજ વધારે હોય તો બધા વાલ્વ, પાઈપ જોઈન્ટ અને જોડાણો ચેક કરવા જોઈએ. પાઈપ જોઈન્ટના લીકેજ ચેક કરવા માટે સાબુના દ્રાવણને બ્રશથી જો ઈન્ટ પર લગાવીને ચેક કરવું જોઈએ.
15. સ્વીચીંગ
જ્યારે ઉપર દર્શાવેલ બધા ચેક થઈ જાય અને ઇક્વિપમેન્ટ વર્કીગ ઓર્ડરમાં આવી જાય ત્યારે ઇક્વિપમેન્ટને સપ્લાય સાથે જોડી શકાય. શરૂઆતના એનજઈઝીંગ વખતે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટને મીનીમમ કિંમત પર સેટ કરવું જોઈએ. વોલ્ટમીટર, એમીટર વગેરે કાર્ય કરે છે તેનું વીઝયુઅલ ઇન્સ્પેક્શન કરવું જોઈએ તેમજ બધા ઇક્વિપમેન્ટનું પણ વીયુઅલ ઇન્સ્પેકશન કરવું જોઈએ. ફાઈનલ કમીશનીંગ કરતાં પહેલાં જરૂરી યોગ્ય ઓથોરીટી તરફથી મંજૂરી મેળવવી જોઈએ. (ઇન્ડિયન ઇલેક્ટ્રિસીટી. રૂલ્સ 1965). ટેસ્ટનો રેકોર્ડ રાખવો જોઈએ. ઇક્વિપમેન્ટનું ઈનીશીયલ ચાર્જીગ કરતાં પહેલાં દરેક કામદારને શક્ય દુર્ઘટના વિશે માહિતગાર કરવા જોઈએ,
16. સલામતી અંગેની સાવચેતીઓ
ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ભયજનક છે તેમ ગણવું જોઈએ. જે ભાગો લાઈવ છે તેની પહોંચ લોકડ એક્લોઝર વગેરેથી અટકાવવી જોઈએ. આ માટે IS : 5216 - 1969 નો રેફરન્સ લેવો જોઈએ.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box