સરકીટ બ્રેકરનું મેઈન્ટેનન્સ (Maintenance of circuit breaker)

સરકીટ બ્રેકર એ પાવર સ્ટેશન તથા સબ સ્ટેશનનું અગત્યનું સાધન છે. તેથી તેનું મેઈન્ટેનન્સ વ્યવસ્થિત રીતે સમપસર થવું જરૂરી છે. વિવિધ પ્રકારનાં સરકીટ બેકર ઉપયોગમાં લેવાય છે. દરેક પ્રકારના સરકીટ બ્રેકરમાં અમુક જાતનું મેઈન્ટેનન્સ કોમન હોય છે. જ્યારે ખાસ પ્રકારના સરકીટ બ્રેકરમાં તે પ્રમાણેનું વધારાનું મેઈન્ટેનન્સ જરૂરી છે. આપણે અહીં સરકીટ બેકરના કોમન મેઈન્ટેનન્સ વિશે જોઈશું.
મેઈન્ટેનન્સનો ગાળો (Period of maintenance)
સરકીટ બ્રેકરનું ઇન્સ્પેક્શન અને મેઈન્ટેનન્સ વિવિધ સંજોગોમાં કરવું પડે છે જે નીચે પ્રમાણે છે.
(a) સામાન્ય સંજોગોમાં
(i) જે સરકીટ બ્રેકર બહુ ઓછી વાર ઓપરેટ થતાં હોય તે માટે છ થી બાર મહિને એક વખત ઇન્સ્પેકશન થવું
(ii) જે સરકીટ બેકર અવારનવાર ઓપરેટ થતાં હોય તેમાં એક મહિને કે ત્રણ મહિને અથવા મેન્યુફેક્યરની સૂચના મુજબ ઇન્સ્પેક્શન થવું જરૂરી છે.
(b) ફોલ્ટ ક્લિયર થયા બાદ
ફોલ્ટ ક્લિયર થાય પછી જયારે સરકીટ બેકરને આઈસોલેટ કરી શકાય કે તુરત જ ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે.
(c) ઓવરહોલ
મેન્યુફેક્ટરની સલાહ-સૂચન મુજબ અથવા ત્રણ વર્ષમાં એકવાર બ્રેકરનું ઓવરહોલીંગ કરવું જરૂરી છે.
હવે આપણે સરકીટ બ્રેકરના સામાન્ય મેઈન્ટેનન્સ વિશે જોઈશું.
1. સફાઈ (Cleaning)
સફાઈ કરવા માટે સ્વચ્છ કપડું લેવું જરૂરી છે. આ માટે કોટન વેસ્ટનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તેની સાથે દોરા, મેટલના તાંતણા વગેરે આવવાનો સંભવ છે. સાફ કરવા માટે વાપરવામાં આવતું પ્રવાહી ભાગોને નુકસાન ન કરે તેવું હોવું જોઈએ.
2. ઇસ્યુલેશન (Insulation)
પોર્સલેઈન બુશીંગ અને બીજાં મોલ્લેડ ઇસ્યુલેશન તપાસો. તેના પર તીરાડ પડી નથી અથવા બીજી રીતે નુકસાન નથી થયું તેની ખાતરી કરો. ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ અવશ્ય માપો અને નોંધો.
3. સરકીટ બ્રેકરનું આવરણ (Circuit breaker enclosure)
આવરણના ઇન્ટરલોક વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે કે કેમ તે પાસો.
4. મેઈન કોન્ટેક્ટ અથવા આર્કિંગ કોન્ટેક્ટ (Main contact or arcing contact)
કોન્ટેક્ટ કેટલા પ્રમાણમાં બળી ગયા છે તે ચેક કરો. સ્મુધ ફાઈલ અથવા ફાઈન ગ્લાસ પેપર વડે સાફ કરો.
5. આર્ક કન્ટ્રોલ ડિવાઈસ (Arc control device)
જો તેના વોલ્યુમમાં અથવા ઓરીફીસની સાઈઝમાં ફેરફાર થયો હોય અથવા બળી ગયું હોય તો બદલો. વેન્ટ હોલ બરાબર સાફ કરો અને ફીટ કરતાં પહેલાં ઓઈલથી ફ્લશ કરો.
6. આઈસોલેટીંગ કોન્ટેક્ટ (Isolating contact)
ઓવર હીટીંગ કે કરોઝન નથી થયું તે ચેક કરો. જરૂર પડે તો બદલો.
7. વેન્ટીંગ અને ગેસ(Venting and gas seal)
ઓઈલ અને ગેસ સહેલાઈથી પસાર થઈ શકે તે માટે વેન્ટીંગ સીસ્ટમ ચેક કરો.
8. મીકેનીઝમ (Mechanism)
ઓપરેટીંગ મીકેનીઝમ બરોબર કાર્ય કરે છે કે કેમ તે જુઓ. મીકેનીઝમમાં આંગળી આવી ન જાય તેનું ધ્યાન રાખો ટ્રીપીંગ મીકેનીઝમમાં રોલીંગ અથવા રલાઈડીંગ સપાટીઓ મુક્ત રીતે ખસે છે તે જુઓ.
તેમાં લુબ્રીકેશન જામ થઈ ગયું નથી તે જુઓ. મીકેનીકલ આઈટમને જ્યાં લુબ્રીકેટ કરવાની છે તે વ્યવસ્થિત રીતે કરો રીલીઝ કોઈલનો પ્લજ્જર મુક્ત રીતે ખસી શકે છે કે કેમ તે જુઓ.
ક્લોઝીંગ મીકેનીઝમમાં મીકેનીઝમને સાફ કરો. ધસાયેલા ભાગ બદલો. જરૂરી લુબ્રીકેશન કરો. રેટ વહીલ અને પાઉલ તપાસો. જો મોટરથી ઓપરેટ થતા કોન્ટેક્ટ હોય તો મોટર અને તેનાં જોડાણ તપાસો. તેના રીડક્શન ગીયર લુબ્રિકેટે કરો
9. ઓક્ઝીલીયરી સ્વીચ, ઇન્ડીકેટીંગ ડિવાઈસ અને ઇન્ટરલોક (Auxiliary switch, indicating device and interlock)
ઓક્ઝીલીયરી સ્વીચ સારી સ્થિતિમાં હોવી જરૂરી છે, કારણ કે બીજાં સાધનોનાં ઓપરેશન તેના પર આધારિત છે. માટે તેના કોન્ટેક્ટ સાફ કરવા અને જરૂર લાગે તો બદલવા.
ઓન ઓફ તથા સેમાફર ઇન્ડીકેટર વ્યવસ્થિત કામ કરે તે માટે ચેક કરવા જરૂરી છે.
ઇન્ડીકેટીંગ ડિવાઈસ પણ વ્યવસ્થિત કાર્ય કરે તે જરૂરી છે. તે ચેક કરવાં.
10. ઓવર લોડ ડિવાઈસ અને પ્રોટેક્ટીવ રીલે (Overload device and protective relay)
ઓવરલોડ ડિવાઈસ અને પ્રોટેક્ટીવ રીતે ક્ષતિ વગર કાર્ય કરે તે માટે તેનું યોગ્ય મેઈન્ટેનન્સ જરૂરી છે.
11. કન્ટ્રોલ રીતે અને કોન્ટેક્ટર (Control relay and contactors)
કન્ટ્રોલ રીલે તથા કોન્ટેક્ટરના કોન્ટેક્ટ તપાસી તેની યોગ્ય માજવત કરો. પાર્ટની ફ્રી મુવમેન્ટ થાય છે કે કેમ તે 1.
કરો. કોન્ટેક્ટ સાફ કરો. ખવાઈ ગયા હોય તો બદલો.
12. ઇસ્યુલેટીંગ ઓઈલ (Insulating oil)
ઓઈલનો નમૂનો લઈ તેની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તથા વીસ્કોસીટી ચેક કરો. જરૂર લાગે તો ઓઈલ બદલો .
માટેનું ઓઈલ ગરમ ન હોવું જોઈએ.
13. ટેન્ક અને લાઈનીંગ (Tank and lining)
ટેન્ક લાઈનીંગ અને ગાસ્કેટને નુકસાન થયું ન હોવું જોઈએ. જરૂર લાગે તો લાઈનીંગ તથા ગાસ્કેટ બદલવા ટેન્ડના બોલ્ટને વ્યવસ્થિત રીતે ટાઈટ કરવાં જરૂરી છે. ટેન્કને સ્વચ્છ ઓઈલથી ફ્લશ કરીને સાફ કરવી. ટેન્કને સાફ કરે એસેમ્બલ કરવામાં ઇન્ટરપોલ બેરિયરને નુકસાન ન થાય તે જુઓ.
14. ટેન્ક લીટીંગ મીકેનીઝમ (Tank lifting mechanism)
ટેન્કને નીચે લાવવાના મીકેનીઝમને ચેક કરો. તેના રોપ વગેરેમાં ઘસારો નથી તે જુઓ..
15. મેઈન કનેક્શન (Main connections)
મેઈન કનેક્શન માટેનાં જોડાણ મજબૂત છે તે જુઓ.
16. સેકંડરી વાયરીંગ અને ફ્યુઝ (Secondary wiring and fuse)
સેકંડરી વાયરીંગ અને ફ્યુઝનાં જોડાણો મજબૂત છે તે જુઓ. રરમીનલ જો.ડાણમાં ધૂળ, કચરો નથી તે જુઓ. રેઝીસ્ટન્સ અને વાયરીંગની કન્ટીન્યુઈટી ચેક કરો.
17. અર્થ કનેક્શન (Earth connections)
મેઈન અને સેકંડરી અર્થનાં જોડાણો ચેક કરો.
18. હીટર્સ (Heaters)
હીટર વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે કે કેમ તે તપાસો.
19. સેઈટી શટર્સ (Safety shutters)
સેઈફટી શટર્સ મૂકેલ હોય તો તેનાં ઓપરેટિંગ મીકેનીઝમ અને લીન્કેજનું લુબ્રીકેશન કરો.
20, સ્વીચ ગીયર સ્પાઉટ (Switch gear spout)
સ્વીચ ગીયરના સ્પાઉટ સાફ કરો અને તેને નુકસાન થયું નથી તે ચેક કરો.
21. બસબાર અને બસબાર ચેમ્બર (Busbars and busbar chamber)
બેરિયર અને સપોર્ટ ચેક કરો.
22. વેધર શીલ્ડ (Weather shield)
જો વેધર શીલ્ડ મૂકેલ હોય તો તે મજુબત રીતે ફીટ છે કે કેમ તે જુઓ.
23. ફાઈનલ વેરીફીકેશન (Final verification)
સરકીટ બ્રેકરને અને તેના ઓક્ઝીલીયરી સાધનોને સર્વીસમાં મૂકતાં પહેલાં ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ માપો અને ઓપરેશન ચેક કરો.
ફોલ્ટ થયા બાદનું સરકીટ બ્રેકરનું મેઈન્ટેનન્સ (Post fault maintenance of circuit breaker)
ફોલ્ટ થાય છે ત્યારે સરકીટ બ્રેકર ઓપરેટ થાય છે. સરકીટ બ્રેકરનાં અમુક ઓપરેશન થાય ત્યાર બાદ તેનું મેઈન્ટેનન્સ જરૂરી છે. ફોલ્ટ થયા બાદ દસ મિનિટ જેટલો ગાળો રાખી ત્યાર બાદ તેને ખોલવું જોઈએ. જેથી એક્સપ્લોઝીવ ગેસ વગેરે બહાર નીકળી જાય. ફોલ્ટ થયા પછીના મેઈન્ટેનન્સમાં નીચે દર્શાવ્યા પ્રમાણે મેઈન્ટેનન્સ કરવું જરૂરી છે.
1. સફાઈ : ઇસ્યુલેશન, ટેન્ક લાઈનીંગ અને બીજા ભાગો ચેક કરી તેની સફાઈ કરો.
2. કોન્ટેક્ટ અને આર્ક કન્ટ્રોલ ડિવાઈસ : કોન્ટેક્ટ બળી ગયેલ છે કે તેને નુકસાન થયેલ છે કે કેમ તે ચેક કરો અને જરૂર લાગે તો બદલો. મેટલ ડીપોઝીટ થયેલ છે કે કેમ તે ચેક કરો. આર્ક ગેપ ડિવાઈસ બહાર કાઢવું જરૂરી છે.
3. મીકેનીઝમ : મીકેનીઝમ બરાબર કામ કરે છે કે કેમ તે ચેક કરો.
4. ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ : સરકીટ બ્રેકરને પાછું સર્વાસમાં લેતાં પહેલાં તેનો ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ માપવો જોઈએ.
5. ઇસ્યુલેટીંગ ઓઈલ : ઓઈલ ચેક કરો. કાર્બન ડીપોઝીટ થયો હોય તો બદલો.
6. જોઈન્ટ અને સીલ : જોઈન્ટ અને ઓઈલ સીલ ચેક કરો.
7. જનરલ મીકેનીકલ ઇન્સ્પેક્શન : ટેન્કનું મીકેનીકલ સ્ટ્રક્યર ચેક કરો.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box