વીજસાધનો પર ભાર ધીરે ધીરે વધારવાની જરૂરિયાત (Need of gradually loading electrical equipments) :
અગાઉ દર્શાવેલ યાંત્રિક કસોટો અને વીજ કસોટીઓ કર્યા પછી, વીજ સાપનું ચાલુ કરવામાં આવે છે. વીજસાધન ચાલુ કર્યા પછી નીચે દર્શાવેલ કારણોસર તેના પર ભાર એકદમ ન આપતાં ધીમે ધીમે વધારવામાં આવે છે
1. એકદમ ભાર આપવાથી મેગ્નેટિક ફલક્સ ડેન્સીટી, શુન્યમાંથી એકદમ વધી જાય છે. આથી આયર્ન કોરએકદમ સેપ્યુરેશન લેવલ પર પહોંચી જાય છે, જે વીજ સાધનના કાર્યમાં ચોકસાઈ ઘટાડે છે .
2. ભાર એકદમ વધતાં ઘણો વીજપ્રવાહ વાઈન્ડીંગમાંથી, વહે છે. આથી ઘણી ઉષ્મા ઉત્પન્ન થાય છે, પરિણામે વાઈન્ડીંગને નુકસાન થઈ શકે છે.
3.એકદમ ભાર વધતાં જયાં લુઝ કોન્ટેક્ટ હોય ત્યાં સ્પાર્ક થાય, આથી આગનો ભય રહે છે.
વિવિધ પ્રકારના સાધનમાં એકાએક પૂર્ણભાર આપવાથી ઉપર દર્શાવેલ મુશ્કેલીઓ ઉપરાંત તે સાધન પ્રમાણેની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
ટ્રાન્સફોર્મર : ટ્રાન્સફોર્મર પર એકાએક ભાર વધારવાથી નીચે પ્રમાણેની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે :
1. મેગ્નેટિક સેમ્યુરેશન થવાથી આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય.
2. કરંટ વધવાથી પ્રાયમરી અને સેકંડરી વાઈન્ડીંગમાં થતો કોપર લોસ વધે, જેથી વાઈન્ડીગના ઉષ્ણતામાનમાં
વધારો થાય.
3. કુલીંગ ઓઈલ વાઈન્ડીંગને જલ્દીથી ઠંડું કરી શકતું નથી માટે વાઈનીંગની લાઈફમાં ઘટાડો થાય.
4. એકદમ ગરમી ઉત્પન્ન થવાથી ઓઈલનું ગેસમાં રૂપાંતર થાય આથી બુકોલ્ડ રીલે કાર્યરત થવાથી ટ્રાન્સફોર્મર
સરકીટમાંથી અલગ થઈ જાય.
5. એકાએક ગેસ ઉત્પન્ન થવાથી દબાણ વધી જાય તેથી અને ગરમીને લીધે ધડાકો ઉત્પન્ન થાય.
ઇન્ડક્શન મોટર :
1. રોટરની ગતિમાં ઘટાડો થાય છે. આથી રોટર કરંટ અને સ્ટેટર કરંટ વધે છે.
2. કરંટમાં વધારો થવાથી સ્ટેટર કોપર લોસ અને રોટર કોપર લોસ વધે છે તેથી સ્ટેટર વાઈન્ડીંગમાં ટેમ્પરેચર
વધવાથી તેના વાઈન્ડીંગના ઇસ્યુલેશનને નુકસાન થાય.
3. ભાર એકાએક વધવાથી સ્પીડ ઘટવાથી પાછો કરંટ વધે છે. આથી ઓવર લોડ રીલે ટ્રીપ થઈ શકે (ખાસ કરીને
મેગ્નેટિક પ્રકારનું) અને મોટર બંધ થાય.
4. બેલ્ટ ડ્રાઈવ હોય તો બેલ્ટ તૂટી જવાની શક્યતા રહે.
સીન્ક્રોનસ જનરેટર (ઓલ્ટરનેટર) :
1. એકાએક ભાર વધવાથી વાઈન્ડીંગમાં વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના ઇસ્યુલેશનને નુકસાન કરે,
2. ભાર ત્વરિત રીતે વધવાથી પ્રાઈમ મુવરની ઝડપ તાત્કાલિક ઘટે, આથી સ્પીડ અને વોલટેજ ઘટે, તેથી ફ્રીક્વેસી પણ ઘટે.
3.વોલ્ટેજ ઘટવાથી તેના પર જોડેલી મોટર વધારે કરંટ લે તેથી ઓલ્ટરનેટર પર ભાર પાછો વધે અને કરંટ વધે.
સીન્ક્રોનસ મોટર :
1. એકાએક ભાર વધવાથી મોટર સીન્દ્રોનીઝમમાંથી છૂટી પડે છે. તેથી મોટર બંધ થાય અથવા હન્ટીંગ થવાથી
ધ્રુજારીને લીધે બેરીંગને નુકસન થાય.
2. એકાએક ભાર વધવાથી મોટરના કરંટમાં પણ એકાએક વધારો થાય અને વાઈન્ડીંગને નુકસાન થાય.
3. ભારનો વધારો સપ્લાય સીસ્ટમ પર પડે છે તેથી સપ્લાય સીસ્ટમમાં ખલેલ પહોંચે.
ડી.સી. જનરેટર :
1.ભાર એકાએક વધવાથી પ્રાઈમ મુવરની ગતિમાં એકદમ ઘટાડો થાય છે. આથી આઉટપુટ વોલ્ટેજમાં ઘટાડો
થાય.
2. પ્રાઈમ મુવરમાં જર્ક આવવાથી કપલીંગને નુકસાન થાય.
3. એકાએક ભાર વધવાથી ડીમેગ્નેટાઈઝીંગ ફોર્સનું પ્રમાણ વધે છે. આ વખતે જો સરકીટ ઓપન થાય તો પોલનું
રેસીડયુઅલ મેગ્નેટીઝમ નાબુદ થાય. આથી વોલ્ટેજ ઉત્પન્ન ન થાય.
4. ઓવરલોડને લીધે પ્રાઈમ મુવર બંધ પડી જાય.
5. જો જનરેટર બીજા જનરેટરની સાથે સમાંતરમાં જોડેલ હોય તો બીજા જનરેટરને અસર કરે.
ડી.સી. મોટર :
1. લોડ એકાએક વધવાથી બેક emf માં ત્વરિત ઘટાડો થવાને લીધે મોટર એકદમ ઘણો કરંટ લેશે જે તેના
વાઈન્ડીંગ માટે તથા કોમ્યુટેટર માટે નુકસાનકારક નીવડે.
2. કોમ્યુટર પર સ્પાર્કીંગ વધે.
3. સ્ટાર્ટીગ કરંટની કિંમત ઘણી વધવાથી ઓવરલોડ રીલે કાર્યાન્વિત થઈ જાય જે મોટરને બંધ કરી દે અથવા
સ્ટાર્ટરના રેઝીસ્ટન્સને નુકસાન કરે.
4. આર્મેચર કન્ડક્ટર પર મેગ્નેટિક ખેંચાણ અતિશય થાય જેથી વાહક સ્લોટમાંથી બહાર નીકળી નુકસાન કરે.
કોઈપણ વીજ સાધનને ચાલુ કરતાં પહેલાં કેટલીક અગમચેતી રાખવી જરૂરી છે. આ અગમચેતીઓ નીચે મુજબ છે :
1. વીજસાધનની જાણકાર તજજ્ઞ વ્યક્તિની હાજરી રાખવી.
2. વીજસાધન માટે જરૂરી સ્ટાર્ટર, કોગ્રેસ્ડ એર, ફાયર એકટીંગ્લીશર, બેટરી વગેરે વ્યવસ્થિત કરી લેવાં.
3. ઓવરલોડ સેટીંગ જરૂર પ્રમાણે ગોઠવવા.
4. જ્યાં જ્યાં યુઝ હોય ત્યાં યોગ્ય માત્રાવાળા છે કે કેમ તે ચકાસી જોવા (કેટલીક વાર ફયુઝ બોક્સમાં 1/18 નો
વાયર લગાડેલ હોય છે.)
5. વીજસાધનને શરૂઆત ટ્રાયલ રન માટે એટલે કે ચાર પાંચ સેકંડ માટે ચલાવો. આ સમય દરમ્યાન જો કંઈ અસામાન્ય ન લાગે તો વીજ સાધનને નો લોડ પર અર્ધા કલાક સુધી ચલાવો. અર્ધા કલાક પછી બેરિંગનું ઉષ્ણતામાન, વાઈન્ડીંગનું ઉષ્ણતામાન, સ્લીપરીંગ કે કોમ્યુટેટર પર થતું સ્પાર્કીંગ વગેરે ચકાસી જુઓ. આમ ભારવિહીન સ્થિતિમાં ચાલ્યા પછી વીજસાધન ભાર લેવા માટે તૈયાર થઈ જશે. આ સમયના ગાળાને વોર્મીગ ટાઈમ કહે છે.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box