આઈસોલેટર (Isolator)
ઉપર જણાવ્યું તે પ્રમાણે આઈસોલેટર એ એરબ્રેક પ્રકારની સ્વીચ છે જેનો લોડ પર જ ઓપરેટ કરવામાં આવે છે. આઈસોલેટરનો ઉપયોગ સ્વીચ યાર્ડ અને સબસ્ટેશનમાં થાય છે. ટ્રાન્સફોર્મર, સરકીટ બ્રેકર વગેરેના મેઈનટેનન્સ કે રીપેરીંગ માટે તેને લાઈવ લાઈનથી અલગ કરવા જરૂરી બને છે ત્યારે સરકીટ બ્રેકર ઓપન કર્યા બાદ આઈસોલેટર વડે અલગ કરવામાં આવે છે. આઈસોલેટરના કોન્ટેક્ટ ઊંચાઈ પર રાખવામાં આવે છે અને મોટી સ્ટીક જેવા હાથા વડે જમીન પરથી તેને ઓપરેટ કરી શકાય છે.
એટલું ખાસ યાદ રહે કે આઈસોલેટર એ એરબ્રેક પ્રકારની સ્વીચ છે જેને માત્ર નો લોડ સ્થિતિ વખતે જ ઓપન કરવી જોઈએ તથા ક્લોઝ કરવી જોઈએ. કારણ કે જો લોડ ઓન હોય અને આઈસોલેટરને ઓપન કરવામાં આવે તો તેના કોન્ટેક્ટ વચ્ચે મોટો આર્ક ઉત્પન્ન થાય છે અને આગ લાગી શકે છે તેમજ ઓપરેટરને પણ શારીરિક નુકસાન થઈ શકે છે.
આ રીતની ભૂલ ન થાય તે માટે આઈસોલેટર અને સરકીટ બ્રેકર વચ્ચે ઇન્ટરલોકીંગ હોય છે. એટલે કે જ્યાં સુધી સરકીટ બ્રેકર ઓન હોય ત્યાં સુધી આઈસોલેટર ઓપન ન થઈ શકે અને જ્યાં સુધી આઈસોલેટર ક્લોઝ ન કરવામાં આવે ત્યાં સુધી સરકીટ બ્રેકર ઓન ન કરી શકાય.
આઈસોલેટરની રચના અને પ્રકાર (Construction and types of isolator)
આઈસોલેટરનો ઉપયોગ સબસ્ટેશનમાં કે સ્વીચયાર્ડમાં થાય છે. વોલ્ટેજનું લેવલ 440 V થી માંડીને 400 kv કે વધારે હોય છે. આઈસોલેટરમાં પોર્સલેઈન પ્રકારના પોસ્ટ ઇસ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. વોલ્ટેજ રેટીંગ પ્રમાણે ઇસ્યુલેટરની ડિઝાઈન કરવામાં આવે છે. ઇસ્યુલેટર પોસ્ટ પર કોન્ટેક્ટ માઉન્ટ કરવામાં આવે છે. આ કોન્ટેક્ટ કોપર કે એલ્યુમીનીયમના બનેલા હોય છે, અને રેટેડ કરંટ સતત લઈ શકે એ પ્રમાણે ડિઝાઈન કરવામાં આવે છે.
સામાન્ય રીતે ત્રણ પોલ પ્રકારના આઈસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણે પોલ એકસાથે ઓપરેટ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને એવી જાતનું ઇન્ટરલોકિંગ રાખવામાં આવે છે કે જેથી ત્રણે એકસાથે જ ખુલે અથવા બંધ થાય. આઇસોલેટરની સાથે આર્કીંગ હોર્નની પણ રચના કરવામાં આવેલ હોય છે.
આઇસોલીટરને મેન્યુઅલી ઓપરેટ કરી શકાય છે. આ ઉપરાંત તેને ઓપરેટ કરવા માટે
(a) ઇલેકિટ્રકતા મોટર મીકેનીઝમ અથવા (b) ન્યુમેટિક મીકેનીઝમનો ઉપયોગ કરવામાં આવે છે.
નીચે દર્શાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારો છે :
1. વર્ટીકલ પેન્ટોગ્રાફ પ્રકાર
2. હોરીઝોન્ટલ બેક પ્રકાર
3. વર્ટીકલ બેક પ્રકાર
વર્ટીકલ બ્રેક પ્રકારના આઈસોલેટર (Vertical brake type isolator)
આકૃતિ માં વર્ટીકલ બ્રેક પ્રકારના આઈસોલેટરના એક પોલની રચના દર્શાવતી સરળ આકૃતિ દર્શાવેલ છે. પોર્સલેઈનની એક પોસ્ટ પર ફીમેલ કોન્ટેક્ટ અને બીજી પોસ્ટ પર મેઈલ કોન્ટેક્ટ રાખવામાં આવે છે. વચ્ચેના પોસ્ટ ઇસ્યુલેટર દ્વારા કોન્ટેક્ટને ઓપન ક્લોઝ કરી શકાય છે.
હોરીઝોન્ટલ બ્રેક પ્રકારનો આઈસોલેટર (Horizontal break type isolator)
આ પ્રકારના આઈસોલેટરની એક જાતની રચના આકૃતિ માં દર્શાવી છે. આ રચના સેન્ટર રોટેટીંગ ડબલ બ્રેક પ્રકારની છે. આમાં પોલેઈનના ત્રણ પોસ્ટ ઇસ્યુલેટર હોય છે. વચ્ચેના પોલ પર કોપરનો કે એલ્યુમીનીયમનો રોડ રાખવામાં આવે છે. વચ્ચેનો પોલ હોરીઝોન્ટલ દિશામાં 90° સુધી રોટેટ થઈ શકે છે. બહારના બંને પોલ પૂર ફીમેલ કોન્ટેક્ટ હોય છે.
વર્ટીકલ પેન્ટોગ્રાફ પ્રકારનો આઈસોલેટર (Vertical pentograph type isolator)
આ પ્રકારના આઈસોલેટર અલ્હા હાઈ વોલ્ટેજ સબસ્ટેશનમાં વપરાય છે. આકૃતિ 2.4 માં આ પ્રકારના આઈસોલેટરની રચના દર્શાવી છે. આમાં દરેક પોલ દીઠ પોલેઈનનો એક પોસ્ટ ઇસ્યુલેટર હોય છે. તેના પર પેન્ટોગ્રાફ મીકેનીઝમ માઉન્ટ કરવામાં આવે છે. પોસ્ટ ઉપર એક ટરમીનલ હોય છે. ઇસ્યુલેટર પોસ્ટની બાજુમાં ઇસ્યુલેટરની એક બીજી પોસ્ટ હોય છે, ધુમી શકે તેવી હોય છે. આ પોસ્ટને ઓપરેટીંગ મીકેનીઝમ વડે ઓપરેટ કરવામાં આવે છે. આથી પેન્ટોગ્રાફની મદદથી કોન્ટેક્ટ ઉપર નીચે જઈ શકે છે. પેન્ટોગ્રાફની ક્લોઝ સ્થિતિમાં પેન્ટોગ્રાફના આર્મ વર્ટીકલ સ્થિતિમાં આવે છે. આથી પેન્ટોગ્રાફના ઉપરના બે આર્મ ઓવર હેડ બસબારની સાથે જોડાય છે. પરિણામે કરંટ બસબારથી પેન્ટાગાફની લીન્ક મારફત નીચેના ટરમીનલ (બસબાર) તરફ વહે છે. ઓપન કરવા માટે ઓપરેટીંગ મીકેનીઝમ વડે રોટરી ઇસ્યુલેટર ફેરવવામાં આવે છે. લીન્ક મીકેનીઝમ વડે. પેન્ટોગ્રાફની બ્લેડ નીચે આવે છે અને કનેક્શન ઓપન થાય છે. આ પ્રકારનું આઈસોલેટર ઓછી જગ્યા રોકે છે અને અલ્ફા હાઈવોલ્ટેજ માટે વપરાય છે. આ પ્રકારનું આઈસોલેટર અનુકૂળ જગ્યાએ રાખી શકાય છે અને ત્રણે પોલ એક જ લાઈનમાં હોવાં જોઈએ એ જરૂરી નથી. એટલે કે માઉન્ટીંગની ફ્લેક્સીબીલીટી મળે છે.
આઈસોલેટરના નીચે પ્રમાણેના સ્પેસીફીકેશન હોય છે :
1. નોર્મલ કરંટ રેટીંગ -
2. શૉર્ટ ટાઈમ કરંટ રેટીંગ
3.રેટેડ વોલ્ટેજ
4.રેટેડ ઇસ્યુલેશન લેવલ.
એટલું યાદ રહે કે સરકીટ બ્રેકરમાં હોય છે તે પ્રમાણેના બ્રેકીંગ કેપેસીટી કે મેકીંગ કેપેસીટીના સ્પેસીફીકેશન આઈસોલેટરમાં હોતાં નથી
આઈસોલેટરનું ખોટું ઓપરેશન ન થાય તે માટે તેમાં ત્રણ પ્રકારના ઇન્ટરલોકીંગ આપવામાં આવે છે.
1. આઈસોલેટરના ત્રણે પોલ એકસાથે જ ઓપરેટ થાય તે માટેનું ઇન્ટરલોકીંગ.
2. સરકીટ બ્રેકર સાથેનું ઇંન્ટરલોકીંગ એટલે કે સરકીટ બ્રેકર ઓપન કર્યા વગર આઈસોલેટર ઓપન કરી શકાય નહીં અને જ્યાં સુધી આઈસોલેટર ક્લોઝ ન કરવામાં આવે ત્યાં સુધી સરકીટ બ્રેકર ક્લોઝ થઈ શકે નહીં..
3 . જ્યારે આઈસોલેટર સાથે અર્થ સ્વીચઆપવામાં આવે છે ત્યારે જ્યાં સુધી આઈસોલેટર ઓપન ન થાય ત્યાં સુધી અર્થ સ્વીચ ઓન ન થઈ શકે.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box