વાયર(Wire)
વાયરઘણા પ્રકારે વપરાય છે :
(1) ઓવરહેડ લાઈનમાં
(2) મશીનના વાઈડીંગમાં
(3) વાયરિંગમાં
(4) ગ્રાઉન્ડ કેબલમાં વગેરેમાં
લાઈનમાં ખુલ્લા વાહકો વપરાય છે. તેમાં પહેલાં કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવતો. પરંતુ કોપરની કિંમત વધારે થવાથી તેનો ઉપયોગ નહિવત થયો છે. ઓલ એલ્યુમિનિયમ કન્ડક્ટર (AAC) નાની ડીસ્ટ્રીબ્યુકાનું હાઇમાં વપરાય છે, વાયરની તાકાત વધારવા માટે વચ્ચે સ્ટીલ અને આજુબાજુ એલ્યુમિનિયમના તાર નાખીને વાયર બનાવવામાં આવે છે, ખાને ACSIR (એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેઈનફોર્ડ) વાયર કહે છે.
ઓછી કેપેસીટીવાળા મશીનના વાઈડીંગમાં ગોળ ઇનેમલ કવર્ડ વાયર વપરાય છે. મોટા મશીનમાં પેપર અથવા કોટનું કવર્ડ વાયરનો ઉપયોગ થાય છે, ચોરસ કે લંબચોરસ સેક્શનના વાયરનો ઉપયોગ વધારે કરંટના વહન માટે થાય છે, કેટલીક જગ્યાએ કોપરની સ્ટ્રીપનો ઉપયોગ પણ થાય છે. વાયરિંગ માટે ઇસ્યુલેટેડ કોપર તથા એલ્યુમિનિયમ કન્ડક્ટરોનો ઉપયોગ થાય છે, એન્ડ ૨ ગ્રાઉન્ડ કેબલમાં પણ કોપર અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે.
વાયરના પ્રકારો (Types of wires)
ઓછા કરંટના વહન માટે કોપરની એક જ સ્ટેન્ડવાળો વાયર વપરાય છે. વધારે કરંટના વહન માટે ટ્રેડેડ વાયર વપરા, છે, વાહકની અંદરનો તાર ચોક્કસ વ્યાસનો હોય છે. તેને ગેઈજથી દર્શાવાય છે. જેમ ગેઈજ નંબર ઓછો તેમ તારની જાડાઈ વધારે, એટલે કે 18 ગેઈજનો તાર 20 ગેઈજના તાર કરતાં જાડો હોય છે. વાહકને દર્શાવવા માટે અંશમાં તારની સંખ્યા તથા છેદમાં ગેજ લેવાય છે. દા. ત., 1/18નો વાર એટલે 18 ગેઈજનો એક તાર હોય તેવો વાયર અથવા 3/20નો વાયર એટલે 20 ગેઈજના ત્રણ તાર હોય તેવો વાયર. વાયરનો ગેઈજ સ્ટાન્ડર્ડ વાયર ગેઈજ વડે માપીને નક્કી કરવામાં આવે છે, આ વિશે આગળ માહિતી આપવામાં આવશે. હાલમાં ગેઈજ દર્શાવવાને બદલે વાયરના આડછેદનું ક્ષેત્રફળ મીમીમાં દર્શાવવામાં આવે છે. વાયર વિવિધ ઇસ્યુલેશન લેવલ પર વાપરવામાં આવે છે. વોલ્ટેજ લેવલ પ્રમાણે તેના પર ઇસ્યુલેશન લગાવવામાં આવેલ હોય છે. વિવિધ પ્રકારના વાયરની માહિતી નીચે દર્શાવી છે :
1. વી, આઈ. આર. વાયર (VIR wire) :
આવા પ્રકારમાં વાહકના તાર તાંબાના અથવા એલ્યુમિનિયમના હોય છે. તેના પર રબરનું પડ ચડાવીને વર્લ્ડનાઈઝ, કરવામાં આવે છે. આ પડ એક બે લેયરમાં હોય છે. તેના પર કોટન ટેપ લગાવીને ઈષ્મીગ્નેટ કરેલ કોટનનું બ્રેઈડીંગ લગાડવામાં આવે છે.
સીંગલ બ્રેઈડડ અને ડબલ બ્રેઈડડ VIR વાયર દર્શાવેલ છે. આ પ્રકારના વાયર ઓછું યાંત્રિક બળ સહન કરી શકે છે. અવાહક ઉપૂર પાણી, ભેજ વગેરેની અસર થવાથી તેની અવાહક તરીકેની શક્તિ ઘટે છે. આ વાયર ઉપર કેમીકલની અસર જલ્દી થાય છે તેમજ તીક્ષ્ણ હથીયારથી કપાઈ જવાની શક્યતા છે. વધારે ગરમીથી રબર પીગળી શકે છે
આ વાયરનો ઉપયોગ કેસીંગ કેપીંગ અને કોન્યુટ વાયરિંગમાં થાય છે. 250/440 V અને 650/I100 V ના રેટિંગમાં 1/18, 3/20, 7/20 વગેરે માપમાં મળે છે. જો કે હાલમાં ઉપયોગ ઓછો થતો જાય છે.
2. કેબ ટાયર શીધ વાયર અથવા ટફ રબર શીધ વાયર (Cab tyre sheathed wire or Tuff rubber sheathed wire) :
આ પ્રકારના વાયરમાં તાંબાના તાર ઉપર મજબૂત અને ટકાઉ રબરનું પડ ચડાવવામાં આવે છે. તેની યાંત્રિક શક્તિ VIR વાયર કરતાં વધારે છે. તેના પર ગરમી, ભેજ અને પાણીની અસર ઓછી થાય છે. આ વાયર સીંગલ કોર, ટ્વીન કોર અને 3 કોરમાં મળે છે. તેનો ઉપયોગ ગૃહ વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં સરફેઈસ વાયરિંગમાં થાય છે. આ પ્રકારનો વાયર પણ 250/440 V અને 650/1100 V ના રેટિંગમાં 1/18, 1/20, 320, 7/20 વગેરે સાઈઝમાં મળે છે. સીંગલ કોર અને ટ્વીન કોર વાયર દશર્વિલ છે.
3 (Weather proof wire) :
આ પ્રકારના વાયર ઉપર બહારના વાત:ણની અસર નથી થઈ શકતી. આમાં તાંબાના તાર પર રબરનું પડ ચડાવીને તેના પર કોટનનું બ્રેઈડીંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને વોટપ્રુફ કમ્પાઉન્ડમાં બોળીને વોટપ્રુફ બનાવવામાં આવે છે. આ પ્રકારનો વાયર સીંગલકોર કે ડબલકોર પ્રકારમાં મળે છે. ઉપરનું પડ સળગી ઊઠે તેવું હોવાથી લાકડાનું કામ તથા જ્યાં સળગી ઊઠે તેવા પદાર્થો હોય ત્યાં તેનો ઉપયોગ થતો નથી. સર્વીસ કનેક્શન માટે ઉપયોગી છે. જો કે હાલમાં આ વાયરનો ઉપયોગ ઓછો થઈ ગયો છે.
4. લેડ ક્રવર્ડ વાયર (Lead Covered wire) :
આ વાયરમાં તાંબાના તારની ઉપર રબરનું અવાહક પડ ચડાવવામાં આવે છે. તેની ઉપર લેડની ભૂંગળી ચડાવવામાં આવે છે. લેડને લીધે રબર પર ભેજની અસર થતી નથી તેથી ભેજવાળી જગ્યામાં વાપરવા માટે યોગ્ય છે. સાસુ પોચું હોવાથી તેને યાંત્રિક નુકસાન સહેલાઈથી થાય છે તેથી તેને વાપરવામાં કાળજી રાખવી પડે છે. આ વાયરને સીધો બેટન ઉપર રાખીને વાપરી શકાય છે.
5. મીનરલ ઇસ્યુલેટેડ કોપર કવર્ડ વાયર (MICC wire) :
આ પ્રકારના વાયરમાં તાંબાના તાર પર મેગ્નેશીયમ ઓક્સાઈડનું પડ અવાહક તરીકે લગાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર તાંબાની ખોળી (શીધ) ચડાવવામાં આવે છે. જ્યારે આ વાયરને ભેજવાળા વાતાવરણમાં ઉપયોગ કરવાનો હોય ત્યારે તેના પર PVC નું પડ (સર્વાગ) ચડાવવામાં આવે છે. આ પ્રકારના વાયર પર ઉષ્ણતામાનની ઓછી અસર થાય છે. આ પ્રકારના વાયરનો ઉપયોગ ખાણો, ફેક્ટરી, રિફાઈનરી, ફરનેસ, બોઈલર, રોલિંગમીલ વગેરેના વાયરિંગમાં થાય છે.
6. પોલી વીનાઈલ ક્લોરાઈડ વાયર (PVC Wire) :
આ પ્રકારના વાયરમાં કોપર કે એલ્યુમિનિયમના વાહક પર PVC નું ઇસ્યુલેશન લગાવવામાં આવે છે. PVC ને અવાહક તરીકે વાપરવાથી નીચે મુજબ ફાયદાઓ થાય છે :
1. તેની ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘણી વધારે છે.
2. યાંત્રિક તાકાત વધારે છે.
3. ભેજની સામે ઘણું રક્ષણ મળે છે.
4. આગની જ્યોતને આગળ વધવા દેતું નથી.
5. ઘણી વધારે લાઈફ છે.
6.મોટા ભાગના ઓઈલ, આલ્કલી, એસીડ વગેરેની સામે રક્ષણ આપે છે.
7. ઉધઈ અને જીવાત સામે રક્ષણ આપે છે.
8.વાઈબ્રેશન (ધ્રુજારી)થી નુકસાન થતું નથી. ,
આ બધા ફાયદાઓને લીધે PVC વાયરનો ઉપયોગ ઘણો થાય છે અને પેપર તથા રબર ઇસ્યુલેટેડ કેબલનો ઉપયોગ ઘટયો છે. આ વાયર 11 kv વોલ્ટેજ સુધી બનાવવામાં આવે છે. તે સીંગલ પીવીસી તથા ડબલ પીવીસી પ્રકારમાં મળે છે,
આ વાયર ટ્વીનકોર અને શ્રી કોર સરક્યુલર, ટુ કોર ફ્લેટ વગેરે પ્રકારમાં પણ મળે છે.
7. ફ્લેક્સીબલ વાયર (Flexible wire) :
આ પ્રકારના વાયરમાં જાડા વાહકને બદલે 36 ગેજના ઘણા પાતળા તાર લેવામાં આવે છે. આને ટ્રેડીંગ કહે છે. 14/36, 23/36, 40/36 વગેરે પ્રકારના હોય છે. આ સ્ટ્રેન્ડને વળ ચડાવી તેના પર PVC નું ઇસ્યુલેશન લગાડવામાં આવે છે. આવા બે વાયરને બળ ચડાવીને કોઈલ બનાવવામાં આવે છે. જાડા વાહકને બદલે પાતળા સ્ટ્રેન્ડેડ વાયર લેવાથી વાયર ગમે તે દિશામાં સહેલાઈથી વાળી શકાય છે. આ વાયરનો ઉપયોગ ટેબલ લેમ્પ, પંખા, ટ્યુબ લાઈટ વગેરેનાં જોડાણો કરવા માટે થાય છે. હાલમાં કન્સીલ્ડ વાયરિંગમાં વાયર સહેલાઈથી પાઈપમાં ખેંચી શકાય તેથી ડેમેસ્ટીક વાયરિંગમાં ઉપયોગ કરવામાં આવે છે.
વાયરિંગના પ્રકારો (Types of wiring) :
વિવિધ ક્ષેત્રોમાં વાયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે ઉપયોગ પ્રમાણે વાયરિંગના ત્રણ પ્રકારો પાડી શકાય.
ઘર માટેનું વાયરિંગ,
પબ્લીક બીલ્ડીંગનું વાયરિંગ જેમ કે હોસ્ટેલ, મોટી ઓફિસો, બહુમાળી મકાનો વગેરે,
ઔઘોગિક વાયરિંગ,
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box