વિદ્યુત સાધનની મેઈન્ટેનન્સ કામગીરી અને તેનું મહત્ત્વ (Maintenance of Electrical equipments and its importance) :
(અ) દરેક વિદ્યુત સાધનની સારસંભાળ રાખવી એ તેના સંતોષકારક કામગીરી માટેની ખાસ શરત છે. યોગ્ય અને નિયમિત સાર સંભાળથી સાધનના કરતા ભાગોમાં ઘસારો આછો થાય છે, તેની કાર્યદક્ષતા વધે છે અને તેનું વર્કિંગ લાઈફ પણ વધે છે. તેમાં ભંગાણ પડતું અટકે છે અને ઉત્પાદનમાં વિક્ષેપ પડતો નથી. સાર-સંભાળ બે ત્રણ પ્રકારની હોય છે. નિયમિત અને બ્રેકડાઉન સાર-સંભાળ. વીજ સાધનોની સારી કાર્ય શૈલી માટે યોગ્ય સમયે યોગ્ય ચકાસણી કરવાની ગોઠવણી કે પદ્ધતિને પ્રીવેન્ટીવ મેઈન્ટેનન્સ કરવામાં આવે છે.
(બ) પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ એટલે વીજ સાધન ક્ષતિગ્રસ્ત થાય અને કામ કરતું અટકે તે પહેલાં અમુક ચોક્કસ સમયાંતરે કવામાં આવતી ચોકસાઈભરી તપાસ, ચકાસણી કાર્ય જેવાં કે સાધનની સાફસફાઈ, સૂકવણી (ડાઈગ), વાર્નિશીંગ, સેટીગ એલાઈન્મેન્ટ, લુબ્રિકેટીંગ, જોડાણ ટાઈટ કરવા, ટેસ્ટીંગ વગેરે પ્રવૃત્તિઓ યોગ્ય સમયપત્રક મુજબ કરવી તે. તેનાથી વીજ સાધન, ઉપકરણ લાંબા સમય સુધી અવિરત, ક્ષતિ રહિત કામગીરી આપે છે અને તે ઉત્પાદન કાર્ય વધારવામાં મદદરૂપ બને છે.
(ક) વિદ્યુત સાધનની સમયાંતરે કાળજી લેવાથી અથવા સારસંભાળ લેવાથી નીચે મુજબના ફાયદાઓ થઈ શકે છે.
(1) વીજ સાધનમાં ઉદ્ભવેલી નાની ખામીથી શરૂ થઈ થતું મોટું નુકસાન અટકાવી શકાય છે.
(2) સાધન માટેના રિપેરીંગ ખર્ચમાં ઘણો ઘટાડો થાય છે,
(3) સાધનની કામગીરીનો સમય વધી જાય છે અને તેમાં રૂકાવટ કે ખોટકાવવાનો સમય ઘટી જાય છે. સરવાળે
ઉત્પાદનમાં વધારો થાય છે.
(4) સાધનની ઉપયોગિતામાં વધારો થાય છે.
(5) સતત પ્રક્રિયાવાળા ઉઘોગોમાં ચાલુ કામગીરીમાં વીજ સાધન ખોટકાવવાનો ભય દૂર થાય છે
(6) નકાનું ધોરણ ઊચું આવે છે.
(7) વીજ સાધનની ક્ષતિ રહિત કામગીરીથી ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે.
(8) સમયપત્રક મુજબની યોગ્ય કાર્યવાહીથી તેના અભાવે થતા અકસ્માત અટકાવી શકાય છે.
(ડ ) અપૂરતી સારસંભાળ અથવા તેમાં બેદરકારી દાખવવાથી સાધનામાં શતિ પેદા થવાનાં કારણો (Reasons for faults in electrical equipments due to poor maintenance) :
અપૂરતી સારસંભાળથી વીજ સાધન વારંવાર ખોટકાય છે. તેને માટે નીચે જણાવેલ કારણો જવાબદાર ગણી શકાય.
(1) અપૂરતી સફાઈ (proper cleaning)
(2) ભેજની હાજરી (Presence of noisture)
(3) ઓછું વેન્ટીલેશન (હવાની અવરજવર) (less ventilation)
(4) ઇસ્યુલેશનનું બગડી જવું (IImproper insulation)
(5) અયોગ્ય ઊંજણ (Improper Lubrication)
(6) હલકી કક્ષાના ભાગ - સ્પેરપાર્ટનો ઉપયોગ (Spare parts of inferior quality)
(7) સતત વધુ કાર્ય બોજ (Constant over load)
(8) સાધનમાં તૂટફટ અને ઘસારો (Wear and tear in the equipment)
1. અપૂરતી સફાઈ :
વીજ સાધનામાં યોગ્ય સમયપત્રક મુજબ વેક્યૂમ ક્લીનર, એર બ્લોઅર, સોલવન્ટ, કેરોસીન કે કપડાંનો ઉપયોગ કરી સાધનમાં બહારનો અને અંદરનો કચરો - ધૂળ, રજકણો, ચિકાશયુક્ત પદાર્થ વિ. દૂર કરવા જોઈએ. સાધનમાં હવા આવવા જવાની જાળીઓ, એક્લોઝર વિ. ને ચોખ્ખા કરવા જોઈએ. જેથી વાઈ-ડીંગ તથા મશીનનું ઉષ્ણતામાન તેની હદ સુધીમાં રાખી શકાય. મશીનમાં ઉત્પન્ન થતી ગરમીનું હવામાં વિસર્જન સારી રીતે થઈ શકે અને મશીન ઠંડું રહી શકે.
2.ભેજની હાજરી :
સાધનમાં ભેજની હાજરી તેના અવાહક ઉપર ખરાબ અસર કરે છે. તેથી મશીનમાં નિયમિત રીતે ગરમ હવાના બ્લોઅરથી ભેજ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વીજ સાધનના ઇસ્યુલેશન અવરોધ માટી તેની ખાતરી કરવી જોઈએ. જરૂરત જણાય તો ફરીથી કોઈલ પર વાર્નીસીંગ કરવું.
3, ઓછું વેન્ટિલેશન (Ventilation) :
વીજ સાધન કામગીરી બજાવે છે ત્યારે તેમાં ગરમી પેદા થાય છે. તે સાધનની ધાતુની બોડી દ્વારા વાતાવરણમાં ફેલાઈને સાધનને ઠંડુ રાખે છે, તે માટે રૂમમાં હવાની સતત અવરજવર એ તેવી વ્યવસ્થા હોવી જોઈએ. પૂરતું વેન્ટિલેશન મળી રહે તો સાધન વધુ ગરમ થતું નથી.
4. ઇસ્યુલેશનનું બગડી જવું અથવા અપૂરતું ઇસ્યુલેશન :
અવાહક પદાર્થ અમુક ઉષ્ણતામાન સુધી તેના અવાહકતા ગુણધર્મને ટકાવી રાખે છે. સાધનનું ઉષ્ણતામાન અમુક હદ સુધી ઇસ્યુલેશન બરાબર કામ આપે છે. ઉષ્ણતામાન વધવાથી તેના ઇસ્યુલેશન અવરોધમાં ઘટાડો થાય છે. ઇસ્યુલેટર પદાર્થની સારી ગુણવત્તા પણ આ બાબતમાં મદદરૂપ થાય છે અને લીકેજ કરંટ વધી જતો નથી. ખરાબ ઇસ્યુલેશન કે બગડી ગયેલું ઇસ્યુલેશનની ખબર પડે તો તરત જ તેને બદલી કાઢવું જોઈએ અથવા ઇસ્યુલેશન અવરોધ તેની હદમાં રહે તેવાં પગલાં લેવાં જોઈએ.
5. અયોગ્ય ઊંજણ :
વીજ સાધનના ફરતા (રોટેટીંગ) ભાગોને યોગ્ય ગુણવત્તાવાળું ઊંજણ જરૂરી બને છે. ઊંજણ બરાબર ગુણવત્તાવાળું ન હોય તો ફરતા ભાગોમાં ઘર્ષણ પેદા થઈ તેને ગરમ કરે છે અને પાવર લોસ વધે છે. જરૂર કરતાં વધુ માત્રામાં ઊંજણ આંતરિક ઘર્ષણથી ગરમી વધારે છે અને અવાહકને નુકસાન પણ કરે છે. સામાન્ય રીતે બેરિંગ માટે ઊંજણની માત્રા તેના 3/4 ભાગ જેટલી હોવી જોઈએ.
6. હલકી કક્ષાના સ્પેરપાર્ટ્સ :
કોઈપણ વીજ સાધનમાં તેમાં વપરાયેલા ભાગો ISI ગુણવત્તાવાળા હોવા જોઈએ. પરંતુ કેટલાક ઉત્પાદકો પોતાના સાધનમાં હલકી ગુણવત્તાવાળા ભાગોનો ઉપયોગ કરે છે તેથી સાધન તેની સમયમર્યાદા પહેલાં ખોટકાય છે. માટે દરેક સાધનના ભાગો સારી ગુણવત્તાવાળા અને ISI માર્કવાળા હોવા અત્યંત જરૂરી છે
7. સતત વધુ પડતો કાર્યબોજ :
સાધનને સતત વધુ પડતા કાર્યબોજ પર વાપરવાથી સાધનની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તેમાં વધુ પડતો ઘસારો લાગે છે. તેનું ઉષ્ણતામાન સામાન્ય કરતાં વધુ રહે છે, તે ટૂંક સમયમાં ખોટકાઈ જવાની સંભાવના રહે છે.
8. ઘસારો :
વીજ સાધનના લાંબા સમયના વપરાશને લીધે તથા અપૂરતી સારસંભાળને લીધે તથા ઓવરલોડ પરની કામગીરીના કારણે મશીનોમાં ઘસારો થાય છે તેથી તેની વયમર્યાદા જલ્દીથી પૂરી થઈ જાય છે. યોગ્ય જાળવણી અને સાર સંભાળથી સાધનની વયમર્યાદા થોડા ઘણા અંશે વધારી શકાય છે.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box