મેઈન્ટેનન્સ અને રિપેર માટે વપરાતાં સાધનોની યાદી (List of Instruments used for repair and maintenance work) :
વીજ સાધનના ક્ષતિનિવારણ માટે મુખ્યત્વે નીચેનાં સાધનોનો તેની ચકાસણીની જરૂરિયાત મુજબ ઉપયોગ થાય છે :
1.મલ્ટીમીટર (Multimeter)
2.મેગર (Megger)
3.અર્થ ટેસ્ટર (Earth Tester)
4.ક્લીપ ઓન મીટર (Clip on Meter)
5.ફેઝ સીક્વન્સ ઇન્ડીકેટર (Phase Sequence Indicator)
6.વોટ મીટર (Watt Meter)
7.ટેકોમીટર (Techometer)
8.થર્મોમીટર (Thermometer)
9. ગ્રાઉલર (Growler)
10, સેલ ટેસ્ટર (Cell Tester)
11. હાઇડ્રોમીટર (Hydrometer)
12 સ્પિરિટ લેવલ (Spirit Level)
13, લાઈન ટેસ્ટર (Line Tester)
14. ટેસ્ટ લેમ્પ (Test Lamp).
15. સ્પીંગ બેલેન્સ (Spring Balance)
16. મેગ્નેટિક કંપાસMagnetic Campass)
17. ડાયલ ગેજ (Dial Gauge)
18. વાયર ગેજ (Wire Gauge)
19. માઇક્રોમીટર (Micronmeter)
20. ફિલર ગેજ (Filler Gauge)
(1) મલ્ટીમીટર (Multimeter) :
મલ્ટીમીટર એ સામાન્ય ઉપયોગમાં આવતું ક્ષતિનિવારણ માટેનું સાધન છે. તેના વડે અવરોધ, ડી.સી. વોલ્ટેજ, ડી.સી. કરંટ, એ.સી. વોલ્ટેજ, એ.સી. કરંટ વગેરે માપી શકાય છે અને વીજ પરિપથમાં ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ વગેરે ચકાસી શકાય છે.
(2) મેગર (Megger) :
મેગર અથવા મેગા મમીટર નામે જાણીતું આ ઇસ્યુલેશન ટેસ્ટર કોઈપણ વીજ પરીક્ષણ અને વાઈન્ડિંગનો ઇસ્યુલેશન રેજિસ્ટન્સ, કન્ટીન્યુઈટી, ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, અર્થ ફોલ્ટ, વગેરેનો 500 વોલ્ટ ડી.સી. ઉપર ટેસ્ટ કરી શકાય છે.
(3) અર્થ ટેસ્ટર (Earth Tester) :
અર્થ ટેસ્ટર એ અર્થિંગ રેજિસ્ટન્સ માપવાનું પોર્ટેબલ સાધન છે. આ ઉપરાંત લાઈન અને જંપરના ઢીલાં જોડાણ, ન્યુટ્રલ વાયરની ખામી વગેરે જાણી શકાય છે.
(4) કલીપ ઓન મીટર (Clip on Meter) :
ક્લીપ ઓન મીટર અથવા ટોંગ ટેસ્ટર (Tongue Tester)થી એ.સી. સર્કિટનો પ્રવાહ સાધનને સર્કિટમાં જોયા વિના માપી શકાય છે. એ.સી. પ્રવાહ માપવા માટે પ્લીટ (Split) કોરવાળું કરંટ ટ્રાન્સફોર્મર હોય છે. તેનું હેન્ડલ દબાવવાથી કોર ખૂલે છે જે સર્કિટનો પ્રવાહ માપવાનો હોય તે વાયરને કોરમાં પરોવીને કોર બંધ કરતાં સેકંડરીમાં જોડેલ એમીટર પ્રવાહ દર્શાવે છે. તે ઉપરાંત વોલ્ટેજ પણ માપી શકાય છે.
(5) ફેઝ સીકવન્સ ઇનિડકેટર (Phase Sequence Indicator) :
કેટલાંક વીજ સાધન તેની નિયત દિશામાં જ ફરે તે જરૂરી હોય છે. ત્યારે તેને સપ્લાય સાથે જોડતાં પહેલાં તેની ફેજ સીક્વન્સ ચકાસવી પડે છે. આ સાધન યોગ્ય સીક્વન્સ હોય તો ક્લોક વાઈઝ અને ન હોય તો એન્ટીકલોક વાઈઝ દિશામાં તેનું તીર ફરે છે.
(6) વોટમીટર (Wattmeter) :
વીજ સાધન કેટલો પાવર લે છે તે માપવા માટે વોટ મીટર વપરાય છે.
(7) ટેકોમીટર (Techometer) :
રૉટેટિંગ મશીનની ગતિ (Speed) માપવા માટે ટેકોમીટર વપરાય છે. યાંત્રિક અને ડિઝિટલ પ્રકારના ટેકોમીટર ઉપયોગમાં લેવાય છે.
(8) થર્મોમીટર (Thermometer) :
થર્મોમીટરની મદદથી વાઈન્ડિગ અને બીજા ભાગોનું ઉષ્ણતામાન માપી શકાય મરક્યુરી, આલ્કોહોલ અને ડિઝિટલ પ્રકારના થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે.
(9) ગ્રાઉલર (Growler) :
આર્મેચર કોઈલ, સ્ટર કોઈલ, કોમ્યુટેટર વગેરેમાં ઇન્ટરનલ શોર્ટ, ઇન્ડર ટર્ન શોર્ટ વગેરે ચકાસવા માટે ગ્રાઉલરનો ઉપયોગ થાય છે. ગ્રાઉલરના કોર ઉપર આર્મેચર મૂકી ફેરવતાં શોર્ટ સર્કિટ હોય ત્યારે આર્મેચરની નજીક રાખેલી હેકસોબ્લેડ ધ્રુજે છે.
(10) સેલ ટેસ્ટર (Cell Tester) :
સેલ ટેસ્ટર એ સ્ટોરેજ બેટરીના વોલ્ટેજ માપવા માટેનું વિશિષ્ટ પ્રકારનું વોલ્ટ મીટર છે. આ ઉપરાંત બેટરીની પ્લેટોના ઇન્ટરનલ શોર્ટ, સલ્ફશન અને બેટરીની પૂર્ણ ચાર્જ સ્થિતિ જાણવા ઉપયોગમાં લેવાય છે.
11. હાઇડ્રોમીટર (Hydrometer) :
હાઇડ્રોમીટર બેટરીના ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા અને બેટરીની ચાર્જિંગ ની સ્થિતિ દર્શાવે છે
(12) સ્પિષ્ટિ લેવલ (Spirit Level) :
વીજ મશીનને સ્થાપન કરતી વખતે તે લેવલમાં છે કે નહીં તે ચકાસવા માટે સ્પિરિટ લેવાનો ઉપયોગ થાય છે.
(13) ડાયલ ગેજ (Dial Gauge) :
ડાયલ ગેજની મદદથી સ્ટેટર અને રોટર વચ્ચેનો એરોપ માપી શકાય છે. શાક્ટ અને બેરિંગનો ઘસારો નક્કી કરવા માટે પણ ઉપયોગી છે.
(14) લાઈન ટેસ્ટર (Line Tester) :
લાઈન ટેસ્ટર વડે વાયર કે ટર્મિનલ લાઈવ કે ડેડ, વીજ સાધનની બોડી ઉપર લીકેજ આવે છે કે નહીં તેમજ ટર્મિનલ લાઈવ છે કે ન્યુટ્રલ, પોઝિટિવ છે કે નેગેટિવ વગેરે નક્કી કરી શકાય છે. તે સામાન્ય વાયરમેનનું હાથવગું સાધન છે.
(15) ટેસ્ટ લેમ્પ (Test Lamps) :
મલ્ટીમીટરથી વોલ્ટેજ માપવામાં ઓછા વોલ્ટેજની જરૂર પડે છે. તેથી વધુ પ્રવાહવાળાં મશીનોના ફોલ્ટ શોધવામાં મુશ્કેલી પડે છે. આવા સંજોગોમાં મલ્ટીમીટર બરાબર બતાવે પરંતુ લોડ ઉપર વધારે પ્રવાહ હોવાથી વોલ્ટેજ ડોપ વધી જાય અને સાધનને ઓછા વોલ્ટેજ મળે. આ ખામી ટેસ્ટ લેમ્પથી તેના પ્રકાશની તીવ્રતા ઉપરથી જાણી શકાય છે અને પરિણામની ચોકસાઈ વધુ મળે છે,
(16) સ્પ્રિંગ બેલેન્સ (Spring Balance) :
સ્પ્રિંગ બેલેન્સ વડે કોમ્યુટર તથા સ્લિપરીંગ પર કાર્બન બ્રશની સ્પ્રિંગનું દબાણ માપી શકાય છે. તદુપરાંત મશીનના ટોર્ક માપવામાં પણ સ્પ્રિંગ બેલેન્સ ઉપયોગી છે.
(17) મેગ્નેટિક કંપાસ (Magnetic Compass) :
મેગ્નેટિક કંપાસ રોંટેટિંગ ઇલેક્ટ્રિક મશીનના પોલની પોલારિટી ચકાસવા વપરાય છે.
(18) વાયર ગેજ (Wire Gauge) :
મોટર રીવાઈન્ડિગ કાર્યમાં વાઈન્ડિંગના વાયરનો ગેજ માપવા માટે વપરાય છે. રીપેરિંગનો અંદાજ કાઢવા વાયરનો ગેજ જાણવો જરૂરી બને છે.
(19) માઇક્રોમીટર (Micrometer) :
માઇક્રોમીટર પણ વાઈન્ડિગ વાયરનો વ્યાસ માપવા વપરાય છે.
(20) ફિલર ગેજ (Filler Gauge) :
ડાયલગેજના જેવું જ કાર્ય છે, ફિલર ગેજ મશીનની એરગેપ, એલાઇમેન્ટમાં તેમજ શાફ્ટ અને બેરિંગનો ઘસારો માપવા વપરાય છે. ફિલરગેજ બે પ્રકારના વપરાય છે લોંગ ફીલર ગેજ (long filler gauge) સ્ટેટર અને રોટર વચ્ચેની એરગેપ માપવા વપરાય છે, જ્યારે સ્ટ્રીપ ગેજ (Strip gauge) બે શાફ્ટના એલાઇમેન્ટમાં વપરાય છે.
આ ઉપરાંત રીપેરિંગ કાર્યના વ્યાપ મુજબ ઓમમીટર, કેપેસીટન્સ મીટર, ઓસિલૉસ્કોપ, ટેસ્ટ બેન્ચ, સ્ટાન્ડર્ડ મીટર વગેરે ઉપકરણોનો ઉપયોગ કરી ફોલ્ટ વધુ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય છે.
Read More👇👇👇
https://saynews365.blogspot.com/2021/05/maintenance-of-electrical-equipments.html
https://saynews365.blogspot.com/2021/05/isolator-types-of-isolator.html
https://saynews365.blogspot.com/2021/05/wire-types-of-wires.html
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box