વીજ સાધનોમાં વપરાતા સલામતીનાં ઉપકરણો (Protective Gears used in Electrical Equipments):
આગળ આપણે જોઈ ગયા કે વીજ સાધનને તેની કાર્યક્ષમતાની સલામત મર્યાદામાં ચલાવવું જોઈએ. તેમ ન થાય તો સાધનના વિવિધ ભાગોને નુકસાન થઈ સાધન ખોટકાય છે. વીજ સાધન તેની નક્કી કરેલ મર્યાદામાં તે કાર્ય કરી શકે તે માટે કેટલીક સંરક્ષણાત્મક પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો વીજ સાધન તેની મર્યાદા બહાર ચાલે કે તરત જ એલાર્મ કે ઇન્ડિકેટર દ્વારા જાણ કરે છે અથવા સાધનને મળતો વીજ પુરવઠો બંધ કરી સલામતી બક્ષે છે.
વીજ સાધનમાં નીચેનામાંથી કોઈ એક અથવા સંયુક્ત સંરક્ષણાત્મક પ્રણાલી વાપરીને વીજ સાધનને સુરક્ષિત કરી શકાય છે ?
(1) ફ્યુઝ (Fuse)
(2) ઓવરલોડ રીલે (Over load relay)
(3) અન્ડર વોકરેજ/ઓવર વોટેજ (Undler voltage/Over voltage )
(4) સિંગલ ફેઈઝિંગ પ્રીવેન્ટર (Single phasing preventer)
(5) ઉખા નિયંત્રક (Temperature controller)
(6) સ્વીચ/સર્કિટ બ્રેકર (Switch/circuit brekaer)
(7) અધિંગ (Earthing)
વીજ સાધનોમાં વપરાતા સલામતીનાં ઉપકરણો (Protective Gears used in Electrical Equipments):
(1) ક્યુઝ (Fuse) :
ક્યુઝ એ વીજ સાધનો માટેની સામાન્ય રક્ષણ પ્રણાલી છે. જ્યારે પ્રવાહ ફ્યુઝના રેટિંગ કરતાં વધારે પસાર થાય છે ત્યારે ફ્યુઝ એલીમેન્ટ ગરમ થઈ પીગળી જઈ વીજ સાધનને સપ્લાયથી અલગ કરી દે છે, ક્યુઝ શોર્ટ સર્કિટમાં પણ સાધનને સલામતી બક્ષે છે. આ ક્યુઝ ઉપર વાતાવરણની અસર થતી હોવાથી તેના ફ્યુઝ થવાની સમયમર્યાદા સચવાતી નથી. જો વધારે ચોકાઈ જોઈતી હોય તો એચ. આર. સી. (H.R.C. High Rupturing Capacity) ફ્યુઝ વાપરી શકાય છે. તે વધુ કીમતી હોય છે, પણ કામ વધુ ચોકસાઈથી કરે છે,
(2) ઓવર લોડ રીલે (Over Land Relay) :
વીજ સાધનને ઓવર લોડ સમયે રક્ષણ આપવા માટે બે પ્રકારના ઓવરલોડ રીલે વપરાય છે :
(i) થર્મલ ઓવર લોડ રીલે (Therunal over land relay) :
આ પ્રકારની રક્ષણ પ્રણાલીમાં વીજ પ્રવાહની ઉષ્મા અસરનો ઉપયોગ થાય છે. પ્રતિરોધમાંથી પ્રવાહ પસાર થતાં ઉષ્મા પેદા થાય છે, તેની પાસે બાય પેટાલીક (Invar) પટ્ટી રાખેલ ધ્યેય છે, જે ગરમ થતાં વળે છે. આ પટ્ટીને કોન્ટેક્ટર કોઈલની સીરીઝમાં જોડેલી હોવાથી કોઈલ પ્રવાહમાં ભંગાણ થતાં મેઈન કોટેક્ટર વીજ સાધનને મળતો સપ્લાય બંધ કરે છે. આ ઓવર લોડ કરંટને અમુક ચોક્કસ હદ (Range) સુધી સેટ કરી શકાય છે. આ પ્રણાલીથી ફ્યુઝ કરતાં વધુ સારું સંરક્ષણ મળે છે,
(ii) ઇલેક્ટ્રો મેગ્નેટિક ઓવર લોડ રીલે (Electro-magnetic over load relay) :
આ પ્રકારની ઓવર કરંટ રક્ષણ પ્રણાલીમાં વીજ પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરેલો હોય છે. એક કોઇલની વચ્ચે સોફ્ટ આયર્નનો પ્લેજર રાખેલો હોય છે, જે જરૂરી ચુંબકીય ક્ષેત્ર પેદા થતાં ઊંચકાય છે. સામાન્ય પ્રવાહે ખંજર ઊંચકાતો નથી. જ્યારે પ્લેજર ઊંચકાય છે ત્યારે તેની સાથે મેઇન કોન્ટેકટરનો એક કોન્ટેકટ ડેલો હોય છે. તે મેઇન કોન્ટેકટ કોઈલને મળતો સપ્લાય બંધ કરે છે. આથી મેઇન કો-ટેકર વીજ સાધનને સપ્લાયથી અલગ કરે છે. આ રક્ષણ પ્રણાલી વધુ ચોકસાઈવાળી હોવાથી ઓવર લોડ થતાં સપ્લાય બંધ કરી દે છે.
(3) અન્ડર વોલ્ટેજ ઓવર વોલ્ટેજ ચેલે (Under voltage/Over voltage relay) :
આ રક્ષણ પ્રણાલીથી વીજ સાધનને મળતા વોલ્ટેજ તેની કાર્યશૈલીની મર્યાદામાં જ રહે છે. તે 5 to 10%) જો તેથી વધુ ઓછા વોટેજ થાય તો આ રીલે ઓપરેટ થઈ સાધનને મળતો સપ્લાય બંધ કરે છે. વીજ સાધનની જરૂરિયાત મુજબ અન્ડર વોલ્ટેજ અથવા ઓવરી વોલ્ટેજ અથવા બંને સંયુક્ત પ્રણાલીઓ રાખી શકાય છે.
(4) સિંગલ ફેઈઝિંગ પ્રીવેન્ટર (Simple Phasing Preventer) :
શ્રી ફેઈઝ સપ્લાયમાં વીજ સાધનને મળતા સપ્લાયના કોઈપણ એક ફેઈઝમાં ભંગાણ પડે તેને સિંગલ ફેઈઝંગ થયું કહેવાય. આવા સંજોગોમાં વીજ મોટર બાકીના બે ફેઈઝમાંથી સપ્લાય મેળવે છે. તેથી મળતા વોલ્ટેજ ઓછા થવાથી પ્રવાહ વધી જવાથી વીજ મોટર ધીમી ધીમી ખોટા અવાજ સાથે ચાલે છે. આ રક્ષણ પ્રણાલી ખાવા સંજોગોમાં વીજમોટરને મળતો સપ્લાય બંધ કરી તેને સલામતી બક્ષે છે. હાલમાં કલેકટ્રોનીક સિંગલ ફેઈઝ પ્રીવેન્ટર પણ ઉપલબ્ધ છે, જેમાં ICT નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
(5) ઉમા નિયંત્રક (Temperature Limiter) : વીજ સાધન કાર્યરત હોય ત્યારે તેનું ઉષ્ણતામાન વધે છે. અગત્યનાં વીજ સાધન્યાં આ ઉષ્ણતામાન તેની અમુક હદમાં ચહેવું જોઈએ. આવાં સાધનો બનાવતી વખતે તેના વાઈન્ડિગમાં થર્મોસ્ટર મૂકી તેના છેડા બહાર ગોઠવેલ રક્ષણ પ્રણાલીમાં આપેલા હોય છે, વાછડિગનું ઉષ્ણતામાન વધવાથી ઘર્મીસ્ટરના પ્રતિરોધમાં ઘટાડો થાય છે. આ ઉષ્ણતામાન સાધનની મર્યાદા બહાર જાપ ત્યારે. થર્મોસ્ટરનો પ્રતિરોધ તેની સાથે જોડેલ ઉપકરણામાં અસંતુલન પેદા કરે છે. તેથી રીલે ઓપરેટ થઈ સાધનને સપ્લાયથી છરું પાડે છે અને વધુ ઉષ્ણતામાનથી થતા નુકસાન સામે વીજ સાધનને રક્ષણ આપે છે
(6) સ્વીચ અથવા સર્કિટ બ્રેકર (Switch or Circuit Brecker) :
દરેક વીજ સાધનને ચાલુ બંધ કરવા માટે સ્વીય વાપરેલી હોય છે. તે જરૂરિયાત મુજબ મેન્યુઅલી ઓપરેટ કરવામાં આવે છે. વધુ પ્રવાહ નિયંત્રિત કરવા માટે સર્કિટ બ્રેકર વપરાય છે. તેના ઓપરેશન જરૂરિયાત મુજબ મેન્યુઅલ, સેમી ઓટોમેટીક કે ફુલ્લી ઓટોમેટીક બનાવી શકાય છે, સામાન્ય રીતે એક એમપીયરથી વધારે પ્રવાક નિયંત્રિત કરવા માટે મીનીએચર સર્કિટ બ્રેકર (MCH) વાપરવા હિતાવહ છે. તે ફ્યુઝ, ઓવરલોડ રીલે અને સ્વીચ એમ ત્રણ કાર્ય આપે છે.
(7) અર્થિંગ (Earthing) :
આ પણ એક જાતની રક્ષણ પ્રણાલી છે. જે મનુષ્યને ઇસ્યુલેશન પંક્યરથી થતા લીઝ કરંટથી લાગતા શોક સામે રક્ષણ આપે છે. આ માટે દરેક વીજ સાધનની મેટાલીક લીડ શીલ કે ક્વરને સીસ્ટમના અર્થિંગ સાથે જોડવું જરૂરી છે. લીકેઝ અથવા શોર્ટ સર્કિટના કારણે ઇસ્યુલેરાન પંકચર થવાથી વીજ સાધનની ધાતુની બોડી લાઈવ બને છે. તેને અડકતાં શોક લાગવાનો ભય ડે છે. જે અપિંગ કરેલા સાધનમાં લીકેઝ ગવાહ અધિંગ દ્વારા જમીનમાં પસાર થઈ સર્કિટમાં રક્ષણ માટે મૂકેલા ફ્યુઝ, MC B કે OV. રીલેને ઓપરેટ કરી સાધનને સપ્લાયથી અલગ કરે છે. IE. Rule પ્રમાણે દરેક મેટાલીક બોડીવાળા પોર્ટેબલ વીજ સાધનને સપ્લાય ઘી પીન પ્લગથી આપવો જોઈએ. અને સાધનને અર્થિંગ વાપર સાથે જોડેલું હોવું જોઈએ. આમ યોગ્ય રક્ષણ પ્રણાલી વીજ સાધનને ફોલ્ટથી થતા નુકસાનથી બચાવે છે.
આપેલ વિદ્યુત સાધનો માટે રિપેરીંગ અને મેઈન્ટેનન્સ અંગે કિંમતનું શિડ્યુઅલ બનાવવું (Preparation of cost schedule for repair and maintenance of given electrical devices/equipments) :
આ વિભાગમાં આપણે નીચે મુજબનાં આપેલ વિદ્યુત સાધનો માટે રિપેરીંગ કામગીરી અને મેઈન્ટેનન્સ કામગીરીના ખર્ચના શિડ્યુલ પત્રકો બનાવીશું.
(1) વીજ શક્તિની ઉષ્મા અસર પર કામ કરતાં સાધનો.
(2) મિકસર ગ્રાઈન્ડર
(3) ટેબલ/સિલિંગ પંખા
(4) સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર
(5) થ્રી ફેઝ મોટર સ્ટાર્ટર DOL અને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box