Estimating and Costing of Repairs and Maintenance of Electrical Devices and Equipments, (વીજસાધનો અને ઇક્વીપમેન્ટના રિપેરીંગ અને મરામતનો અંદાજ અને તેની કિંમતનો અંદાજ)
(2). ગ્રાહક પોતાના ખિસ્સાને પરવડે તેવી કિંમતમાં ગુણવત્તામાં ભાવનો સમન્વય કરીને વિદ્યુત સાધન ખરીદ કરે છે. ભાવ અને ગુણવત્તાના ચોક્કસ સંબંધ છે. જેમ ગુણવત્તા સારી તેમ ભાવ પ્રમાણમાં વધારે.
(3) વીજ સાધનની ઉત્પાદન કિંમતનો અંદાજ કાઢવામાં તેની અંદરની રચનાની માહિતી અવશ્ય હોવી જોઈએ. વીજ સાધનની અંદરની રચના જાણવા માટે તે (વીજ સાધન પ્રોડક્ટ)નું વિસ્તૃત (Exploded view) ડ્રોઇંગ દોરવું જોઈએ. તે ડ્રોઈગની મદદથી વીજ સાધનની આંતરિક રચના તથા તેના ભાગોની ગોઠવણીનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય.
(4) વીજ સાધનની અંદરની રચના જાણ્યા પછી તેના ભાગોની તથા માલસામાનની યાદી તથા તે ભાગના જરૂરી જથ્થાની વિગત તૈયાર કરવી જોઈએ. વધુમાં વીજ સાધનનો તે ભાગ ક્યા મટીરિયલ્સમાંથી બનેલો તેની વિગત પણ જણાવવી જોઈએ. તે માટે જરૂરી માલસામાનનું જથ્થાપત્રક (Quantity sheet) તૈયાર કરવું જોઈએ. જો મોટા પાયા પર વીજ સાધનનું ઉત્પાદન કરવાનું હોય તો જથ્થાપત્રકની મદદથી જરૂરી માલસામાન સમયસર અગાઉથી મોટા પાયા પર ખરીદી કરીને યોગ્ય સમયે તે ઉત્પાદન સ્થળ પર ઉપલબ્ધ કરી શકાય છે. મોટા પાયા પર માલસામાન ખરીદ કરવાથી તેના ભાવ સ્પર્ધાત્મક રીતે ઓછા પડે છે અને મૂડીરોકાણ ઓછું કરવાનું થાય છે. આથી ઉત્પાદનખર્ચમાં ઘટાડો થાય છે. જથ્થાપત્રકમાં માલસામાનનું નામ, વિગત, વિવરણ, તે શેમાંથી બનેલ છે તે માહિતી તથા જરૂરી જથ્થાની માહિતી હોય છે.
(5) વીજ સાધન બનાવવા માટે બજારમાં તેના ભાગો (Components) મળે છે કે કેમ ? તેમજ તે ક્યા ભાવથી અને કેવી પેકિંગ સાઈઝમાં મળે છે તેનું બજારનું સર્વેક્ષણ કરવું જરૂરી છે. આ સિવાય બીજી અન્ય પણ એકઠી કરી શકાય છે
(6)વીજ સાધનના ભાગોનું બજાર સર્વેક્ષણ કર્યા પછી વીજ સાધનના તૈયાર કરેલ જથ્થાપત્રકની મદદથી તેના ભાવ તથા કુલ કિંમતનું ટેબલ બનાવી વીજ સાધનના ઉત્પાદનખર્ચનો અંદાજ વૈજ્ઞાનિક અંદાજ પદ્ધતિથી તૈયાર કરી શકાય છે. વૈજ્ઞાનિક રીતે અંદાજ કાઢવાની પદ્ધતિમાં ખર્ચના જુદા જુદા ઘટકોનો વિચાર કરવામાં આવે છે અને ખર્ચ કિંમત શોધવામાં તેની યોગ્ય રીતે ગણતરી કરવામાં આવે છે. તેના કુલ ખર્ચમાં નીચે જણાવેલ ઘટકોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
(1) માલસામાનનો ખર્ચ
(2) મજૂરી તથા પ્રક્રિયા ખર્ચ
(3) શિરોપરી (overhead) ખર્ચ
(4) ટેક્ષ તથા નફો.
ઉપરોક્ત ઘટકોનો સમાવેશ કરીને ખર્ચપત્રક (cost schedule) તૈયાર કરવામાં આવે છે અને દરેક સાધનવાર કુલ કિંમતની ગણતરી કરવામાં આવે છે, ખર્ચપત્રકના આધારે કોઈપણ જાતના વીજ સાધનના ઉત્પાદનખર્ચનો સચોટ અંદાજ તૈયાર કરી શકાય છે,
(7) વીજ સાધન અવિરત ક્ષતિરહિત કાર્યરત રહી શકે તે માટે તેની યોગ્ય જાળવણી કરવી જરૂરી બને છે. યોગ્ય સમયાંતરે વીજ સાધનની ચકાસણી કરી જરૂરી દુરસ્તી કરી લેવામાં આવે તો ભવિષ્યમાં થનાર દુરસ્તી ખર્ચ, સમય વગેરેનો બચાવ થઈ શકે છે.
(8) વીજ સાધન અપૂરતી માવજતના કારણે સમયાંતરે ખોટકાય છે તેનાં કારણો નીચે મુજબ આપી શકાય :
(1) ભેજનું પ્રમાણ
(2)અપૂરતી સફાઈ
(3) ધસારો
(4) ઓછા હવાઉજાસ
(5) અપૂરતું અવાહક પડ
(6) અયોગ્ય ઊંજણ
(7) વધુ કાર્યબોજ
(8) અયોગ્ય ભાગો નો ઉપયોગ
(9) વીજ સાધનની સમપાંતર લેવાતી યોગ્ય કાળજીથી નીચે મુજબના ફાયદાઓ થાય છે ?
(1) નાની ખામીથી થતું મોટું નુકસાન નિવારી શકાય છે.
(2) દુરસ્તી ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે.
(3) લાંબી ક્ષતિરહિત સેવાથી વીજ સાધનની ઉપયોગિતા વધે છે.
(4) સતત પ્રક્રિયાના કાર્યસમય દરમ્યાન વીજ સાધન ખોટકાવાનો ભય તો નથી.
(5) સતત પ્રક્રિપાનો ઉત્પાદનદર ઊંચો જતાં નફો વધે છે.
(6) વસ્તુની ગુણવત્તા જળવાઈ છે.
(10) કોઈપણ વીજ સાધન ખામીગ્રસ્ત થઈ કાર્ય કરતું અટકી જાય ત્યારે તેને ફરીથી કાર્યરત કરવા માટે તેમાં ઉદ્દભવેલ ખામીઓનાં તા[[ક કારણોની તપાસ અને ખામીશોધન કરી જરૂરી દુરસ્તી કરી વીજ સાધનને ફરીથી કાર્યશીલ કરવું પડે છે તે માટે એન્જિનિયરે તેના અનુભવ, જ્ઞાન વગેરેનો ઉપયોગ કરી તર્કબદ્ધ અને પદ્ધતિસર ઝડપથી ક્ષતિનિવારણ કરી દુરસ્તી કરવી પડે છે, જેથી સમયનો બચાવ થઈ ઉત્પાદનદર જાળવી શકાય.
(11) વીજ સાધનના સમારકામનો અંદાજ વીજ સાધનની ખામીના વ્યાપ મુજબ થઈ શકે છે. તેથી કોઈ ચોક્કસ અંદાજ કોઈપણ વીજ સાધન માટે ન આપી શકાય. પરંતુ તેની ખામીના પ્રકાર અને રીપેરિંગ માટે માલસામાન, સમય વગેરેની ગણતરી કરીને નીચેનાં મુખ્ય ત્રણ પરિબળો અંદાજ માટે આપી શકાય ?
(1) માલસામાનની હિંમત
(2) મજૂરીની કિંમત
(3) ચકાસણીની કિંમત અને નફો
(12) વીજ સાધનોની જાણકારી : સામાન્ય રીતે ઘરવપરાશનાં નીચેનાં સાધનો વિરોષ રીપેરિંગમાં આવતાં હોય છે. તેની જાણકારી, રીપેરિંગ, માલસામાન, ટેસ્ટિગની માહિતી હોવી જરૂરી છે. તે સાધનો નીચે મુજબ હોઈ શકે છે :
(1) ઇલેક્ટ્રિક હોટ પ્લેટ કે સગડી.
(2) ઇલેક્ટ્રિક ઇસ્ત્રી
(3) મિક્સર ગ્રાઈન્ડર
(4) વીજળી પંખા
(5) સિંગલ ફેજ ટ્રાન્સફોર્મર
(6) પ્રી ફેજ મોટર સ્ટાર્ટર વગેરે.
(13) ખામી દુરસ્ત કર્યા પછી વીજ સાધન યોગ્ય કાર્ય કરે છે કે નહીં તે ચકાસવું અતિ આવશ્યક છે, જેથી તેની યોગ્ય ગેરંટી આપી શકાય અને ગ્રાહકને સંતોષ આપી શકાય.
(14) રિપેરીંગ કર્યા બાદ યોગ્ય પદ્ધતિથી વીજ સાધનને ચકાસી લેવું જોઈએ. સામાન્યત : નીચે મુજબ ટેસ્ટિંગ કરી શકાય ?
(1) વીજ સાધનનો અવાહક અવરોધ માપવો જોઈએ.
(2) વીજ સાધનના વાઈન્ડિગનો અવરોધ માપવો જોઈએ.
(3) બ્રશ સેટિંગ, સ્પ્રિંગ દબાણ યોગ્ય રીતે સેટ કરવું જોઈએ.
(4) સ્વીચની રચના અને જોડાણો ચકાસી લેવા જોઈએ.
(5) સપ્લાય કોર્ડ, પિન વગેરે ચકાસી લેવા જોઈએ.
ટૂંકમાં કહીએ તો વીજ સાધન પૂર્વવત્ કાર્ય કરવા સક્ષમ હોવું જોઈએ.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box