Elements of Energy Conservation and Management,એલીમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ
(1) વિવિધ કાર્યો કરવા માટે ઊર્જાની જરૂર પડે છે.
(2) ભારતમાં વસ્તી વધારો, ઔદ્યોગીકરણ, પરિવહનનો વિકાસ, જીવનધોરણમાં સુધારણા, ખેતીવાડી, કોમર્સિયલ પ્રવૃત્તિમાં વધારો વગેરેને લીધે એનર્જી ડિમાન્ડમાં વધારો થતો જાય છે. તેની સામે એનર્જી સપ્લાય ઓછો પડે છે. આમ એનર્જી ડીમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ પડે છે.
(3) એનઈ કન્ઝર્વેશન એટલે પ્રાપ્ય ઊર્જાનો બિનજરૂરી ઉપયોગ ટાળી કાર્યદક્ષ સાપનો અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરી એનર્જીનો બચાવ,
(4) એનર્જી એફીસીયન્સી એટલે એનર્જીનો કાર્યદક્ષ ઉપયોગ.
અથવા
એનર્જી કનવર્ઝન એફીશીયન્સી = ઉપયોગી એનર્જી આઉટપુટ
એનર્જી ઈનપુટ
(5) ઊર્જા સંચયના ફાયદાઓ
(i) વ્યક્તિગત આર્થિક ફાયદો
(ii) ઉધોગોના નફામાં વધારો
(iii) પયાવરણમાં સુધારો
(iv) રાષ્ટ્રીય એનઈ સીક્યોરીટીમાં વધારો
(v) હુંડિયામણમાં ઘટાડો
(vi) બચત થયેલ રકમનો અન્ય વિકાસનાં કાર્યોમાં ઉપયોગ,
(6) નીચે દશવિલ ક્ષેત્રોમાં એનર્જી કન્ઝર્વેશનની તકો રહેલી છે.
(i) પરિવહન ક્ષેત્ર
(ii) કૃષિ ક્ષેત્ર
(iii) પાવર જનરેશન, ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્ર
(iv) ગરગથુ ક્ષેત્ર
(v) ઔઘોગિક ક્ષેત્ર
(7) એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001માં ઘડવામાં આવ્યો અને માર્ચ 2002 થી અમલમાં આવ્યો.
(8) આ કાયદાને આવરી લેતી બાબતો :
(i) સ્ટાન્ડર્ડ અને લેબલીંગ પ્રોગ્રામ
(ii) ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ
(iii) એનર્જી કન્ઝર્વેશન બિહડીંગ કોડ
(iv) બચત લેમ્પ યોજના
(v) રાજ્ય ડેઝીગ્નેટ કરેલ સંસ્થાને મજબૂત બનાવવી,
(vi) સ્ટેટ એનર્જી કન્ઝર્વેશન
(vii) નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો અને ડેઝીગ્નેટ કરેલ કન્ઝયુમર માટે એનર્જી એફીશીયન્સી
(viii)પ્રોફેશનલ સર્ટીફિકેશન એન્ડ એકીડીયેશન
(9) બ્યુરો ઓફ એનર્જી એફીશીયન્સી (BEE) સંસ્થા ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ પાવર હેઠળની એનર્જી કન્ઝર્વેન એક્ટ 2007 અન્વયે સ્થપાયેલી સંસ્થા છે. તેનું કાર્ય ભારતમાં એનર્જીની બચત થાય અને એનર્જીનો કાર્યદક્ષ ઉપયોગ થાય તેવા કાર્યક્રમો યોજવાનું છે.
(10) ઉર્જા વહીવટી ના એલિમેન્ટ
(i) પૂર્વયોજના
(ii) પોલિસી
(iii) પ્લાનિંગ
(11) એનર્જ મેનેજમેન્ટ ઉદ્દેશો :
(i)ઉર્જાનો વ્ય્વ ઘટાડવો
(ii) પ્રોસેસમાં સુધારા
(iii) ટ્રેનીંગ
(iv) યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનર્જી એફીશીયલીમાં વધારો કરવો.
(v) સૌથી વધારે યોગ્ય ઉર્જા નો ઉપયોગ કરવો.
(vi) ઊના કન્ઝમ્પશનમાં ઘટાડો થાય તેવા પ્રયત્ન કરવા,
(12) ઉર્જા વહીટના અભિગમો :
(i) ઓછો વપરાશ કે માંગમાં ઘટાડો.
(ii) એનર્જી એફીશીયન્ટ સાધનોનો ઉપયોગ.
(iii) વૈકલ્પિક એનર્જી નો ઉપયોગ.
(13) એનર્જી મેઝરમેન્ટ ના સ્ટેપ :
(i) શરૂવાત
(ii)ટ્રેઈનીંગ
(iii) યોજના
(vi) મોનીટરીંગ
(iii) અમલ
(ii) રીપોર્ટીગ
(iv) પ્રોત્સાહન
(14)ભારતમાં ઊર્જા અંગેની મુશ્કેલીના મુખ્ય મુદ્દાઓ જણાવો.
(i) વસ્તી વધારો
(ii) ઔદ્યોગીકરણ
(iii) પરિવહનનો વિકાસ
(iv) જીવનધોરણમાં સુધારો
(v)ખેતીવાડી
(vi) કોમર્સિયલ પ્રવૃત્તિમાં વધારો.
(15). રેફ્રીજરેટરનો ઉપયોગ કરતી વખતે એનર્જી બચત શી રીતે થઈ શકે તે જણાવો.
(1) ફીજ ચાર કે પાંચ સ્ટાર રેટીંગવાળું હોય તો ઊર્જાની સારી એવી બચત થાય છે. જો કે તેની કિંમત વધારે હોય છે. પરંતુ આશરે બે વર્ષમાં એ ભરપાઈ થઈ જાય છે. એટલે લાંબે ગાળે સસ્તુ પડે છે અને ઊર્જાની સારી એવી બચત થાય છે.
(2) ફીજનો દરવાજો આખો ખોલ–બંધ કરવો ન જોઈએ.
(3) ફીજના દરવાજાને વારંવાર ખોલ–બંધ કરવો જોઈએ નહીં.
(4) ગરમ દૂધ બહાર વાતાવરણમાં ઠંડું પાડ્યા પછી જ ફીજમાં મૂકવું,
(5) ફ્રીજ પર સૂર્યનો પ્રકાશ ન પડે તેમ રાખવું જોઈએ.
(6) ફ્રીજને દીવાલથી 15 થી 30 સે.મી. દૂર રાખવું જોઈએ જેથી તેના કન્ડેન્સરની કોઈલને મુક્ત હવા મળે. કરે
(7) ટ્યુબ પર બરફનો થર 1 સે. મી. થી વધારે જામવો જોઈએ નહીં. આ માટે સમયાંતરે ડીફોસ્ટીંગ કરવું જોઈએ.
(16). એર કન્ડીશનરનો ઉપયોગ કરતી વખતે ઊર્જા સંચય શી રીતે થઈ શકે તે જણાવો.
(1) વધારે સ્ટાર રેટીંગવાળા એ.સી.માં વધારે એનર્જીનો બચાવ થાય છે.
(2) એર કન્ડીશનર સમયાંતરે સાફ કરવા જોઈએ. ખાસ કરીને ઈનલેટ એર ફીલ્ટરની સફાઈ જરૂરી છે.
(3) રૂમની બહાર જતા પહેલાં અડધો કલાક પહેલાં એ.સી. બંધ કરવું જોઈએ.
(4) રૂમની બારી કે બારણું ખુલ્લુ ન રહેવું જોઈએ.
(5) રૂમમાં પ્રકાશ માટે ફીલામેન્ટ લેમ્પના બદલે ફલોરોસન્ટ ટ્યુબ અથવા CFL નો ઉપયોગ કરવો જોઈએ.
(17). ઔદ્યોગિક ક્ષેત્રમાં ઊર્જા બચત અંગેના મુદ્દાઓ જણાવો.
(1) એનર્જી ઉત્પાદનમાં કો જનરેશનનો ઉપયોગ કરવો.
(2) વધારે એફીશીયન્સીવાળી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો.
(3) એનર્જી એફીશીયન્ટ સાધનોનો ઉપયોગ કરવો અને તેની યોગ્ય જાળવણી કરવી.
(4) પાવર ફેક્ટરમાં સુધારણા કરવી.
(5) કાર્યદક્ષ લાઈટીંગ સીસ્ટમ અપનાવવી.
(6) ઓઈલ, વોટર, સ્ટીમ વગેરેના લીકેજ અટકાવવા.
(7) વેસ્ટ હીટ રીકવરી સીસ્ટમનો ઉપયોગ કરવો.
(8) એનર્જી બચત માટે કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજવા.
(18). EC એક્ટની કાયદાકીય જોગવાઈ અંગેના ચાર મુખ્ય મુદ્દાઓ જણાવો.
(1) એનર્જી પ્રોફેશનલની એનર્જી મેનેજમેન્ટ અને એનર્જી ઓડિટની ક્ષમતાને મજબૂત કરવી,
(2) એનર્જી ઓડિટરની પ્રમાણિતતા
(3) વિવિધ ઔઘોગિક સેક્ટર માટે ધોરણો નક્કી કરવાં.
(4) એનર્જી ઓડિટીંગની પ્રક્રિયાના સ્ટાન્ડર્ડાઈઝેશન માટે મેન્યુઅલ અને કોડ તૈયાર કરવા.
(19). એનર્જી કન્ઝર્વેશન એકટ અન્વયે પસંદ કરેલ ઉપભોક્તાએ કરવી પડતી કાર્યવાહી જણાવો.
(1) આ ઉદ્યોગોએ એનર્જી મેનેજરને નિયુક્ત કરવા પડે છે.
(2) પ્રમાણિત કરેલ ઓટિટર દ્વારા એનર્જી ઓડિટ કરાવવું પડે છે.
(3) ઓડિટર દ્વારા નિર્દેશ કરેલ સૂચનોનો અમલ કરવો પડે છે.
(20). એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ વિશે જણાવો.
આ કોડ અનુસાર નવા કોમર્સીયલ મકાનોની ડિઝાઈન અને બાંધકામ એનર્જી એફીશીયન્સીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ કોડ ભારત સરકાર દ્વારા 25 મે 2007 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો. રાજપની ક્લાઈમેટીક કન્ડીશન અનુસાર આ કોડમાં રાજય સરકાર દ્વારા સુધારણા (modification) કરવામાં આવેલ છે. જે બિલ્ડીંગનો કનેકટેડ લોડ 500 kW હોય તેવા બિલ્ડીંગને આ કોડમાં આવરી લેવામાં આવેલ છે. પરંતુ 2010 માં EC એક્ટમાં કરેલ સુધારા અનુસાર જે કોમર્સીયલ બિલ્ડીંગનો કનેકટેડ લોડ 100 kW છે અથવા 120 KVA ની કોન્ટેક્ટ ડીમાન્ડ છે તેવાં મકાનોને પણ આ કોડ અન્વયે આવરી લેવામાં આવે છે.
(21). બ્યુરો ઓફ એનર્જી એફીશીયન્સીના ચાર ઉદ્દેશો જણાવો.
(1) રાષ્ટ્રીય એનર્જી કન્ઝર્વેશન અને એફીશીયન્સીના પ્રયત્નોમાં નેતૃત્વ લેવું અને પોલિસી અન્વયે સૂચનો કરવાં.
(2) એનર્જી એફીશીયન્સી અને કન્ઝર્વેશને પોલિસી અને કાર્યક્રમો (programs) નું સંકલન કરવું.
(3) એનર્જી કન્ઝર્વેશન એકટના અમલ માટે તથા એનર્જીના કાર્યક્ષમ ઉપયોગ માટે મલ્ટી લેટરલ અને બાય લેટરલ અને પ્રાઈવેટ સેક્ટરને બળ આપવું
(22) બ્યુરો ઓફ એનર્જી એફીશીયન્સીના ઉદ્દેશો જણાવો.
(1) ઊર્જાનો વ્યય ઘટાડીને ઓછામાં ઓછો કરવો.
(2) ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય એ માટે પ્રોસેસમાં શક્ય સુધારા કરવા.
(3) એનર્જી વ્યય ઘટે તે માટે સ્ટાફને ટ્રેનીંગ આપવી અને પ્રોત્સાહિત (motivate) કરવા.
(4) યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનર્જી એફીશીયન્સી મહત્તમ થાય એ માટે પ્રયત્ન કરવા.
(5) સૌથી વધારે યોગ્ય (most appropriate) ઊર્જાના સ્રોતનો ઉપયોગ કરવો.
(6) ઊર્જાની ખપત (consumption) ઘટે તે માટે સતત સુધારા કરવા.
(23). ઊર્જા વહીવટ કાર્યક્રમ અંગેનાં સ્ટેપ જણાવો.
(1) શરૂઆત (Initializing)
(3) યોજના (Planning)
(3) અમલ (Execution of Controlling)
(4) પ્રોત્સાહન (Motivation)
(5) ટ્રેઈનીંગ (Training)
(6) મોનીટરીંગ (Monitoring)
(7) રીપોર્ટીગ (Reporting)
Read More 👇👇👇
વીજસાધનો પર ભાર ધીરે ધીરે વધારવાની જરૂરિયાત (Need of gradually loading electrical equipments) :
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box