લાઈટીંગ વ્યવસ્થાની પસંદગી અને ડિઝાઈનમાં સુધારાથી એનર્જી સંચય (Energy conservation using good lighting arrangement and improving design of lighting scheme) :
ઘર, મોટા બિલ્ડીંગ, ઇન્ડસ્ટ્રીઝ, સ્ટ્રીટ લાઈટીંગ, હોટલ, સિનેમા, હોસ્ટેલ, રમતગમત કોમ્પલેક્ષ વગેરે માટે લાઈટીંગ ડિઝાઈન કરતી વખતે તેનો શરૂઆતનો ખર્ચ, મેઈનટેન્સ ખર્ચ, રનીંગ ખર્ચ, એનર્જી (ઊર્જા) નો ઉપયોગ અને ઉપયોગ માટેની યોગ્યતા ધ્યાનમાં લેવામાં આવે છે. આ ડિઝાઈનના ઉપયોગથી યોગ્ય, આનંદદાયક અને પરવડે તે કિંમતે ઇલ્યુમીનેશન મળવું જોઈએ. તેથી એનર્જીનો બચાવ કરી શકાય છે અને એનર્જી સંચય થઈ શકે છે,
યોગ્ય સ્થળે યોગ્ય માત્રામાં પ્રકાશ મેળવી શકાય તે હેતુસર તેની યોગ્ય પસંદગી કરીને ગોઠવણી કરવી જોઈએ. આ માટે આપણે પ્રકાશની જરૂરિયાત પ્રમાણે તેનું વર્ગીકરણ કરીએ તો તેની ગોઠવણી કરવાનું સરળ બને છે, આ વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય.
(A) ધરગથ્થુ પ્રકાશ વ્યવસ્થા (Domestic lighting system)
(B) ઔદ્યોગિક પ્રકાશ વ્યવસ્થા (Industrial lighting system)
(C) રસ્તાની પ્રકાશ વ્યવસ્થા (Street lighting system)
(D) રમતગમતના ક્ષેત્રની પ્રકાશ વ્યવસ્થા (Sporting complex lighting system)
(A) ઘરગથ્થુ પ્રકાશ વ્યવસ્થા : ઘરગથ્થુ પ્રકાશ વ્યવસ્થા માટે ઇલ્યુમીનેશનનું લેવલ અગત્યનું ગણાય છે. દરેક રૂમમાં તેની ઉપયોગિતા મુજબ ઇલ્યુમીનેશન લેવલ રાખવું પડે છે. પ્રકારો ઝળહળાટ અને પડછાયાથી મુક્ત હોવો જોઈએ. કેટલીક જગ્યાએ એક જ રૂમમાં રહેલ બધા માણસો અલગ અલગ કાર્યો કરતાં હોય ત્યારે જરૂરી હોય ત્યાં સ્થાનિક પ્રકાશ જરૂરી બને છે. તેથી પ્રકાશ વ્યવસ્થા વિચારતી વખતે સામાન્ય અને સ્થાનિક પ્રકાશના સમન્વય યુક્ત આયોજન કરવું પડે છે. છેલ્લે અગત્યની બાબત પ્રકાશ વ્યવસ્થાના ખર્ચની છે. દરેકને પર વડે અને ઉપરની જરૂરિયાતો સંતોષાય એ રીતે ફીટીગની પસંદગી કરવાની રહે છે. મકાનમાં કુદરતી અને કૃત્રિમ પ્રકાશનો સમન્વય કરવાનો રહે છે. મકાનના બાંધકામ વખતે તેમાં હવા ઉજાસ અને પ્રકાશ માટે વધારે બારીઓ મૂકવી જોઈએ, મકાનની છતમાં અમુક જગ્યાએ લેન્સ દ્વારા કે બીજા પરાવર્તક પદાર્થ દ્વારા સૂર્ય પ્રકાશનું રીફલેકશન કરવાથી વધારે સારું અજવાળું મેળવી શકાય અને એનર્જીનો બચાવ કરી શકાય છે. બે લાઈટ (પ્રકાશ) સ્રોતો વચ્ચે યોગ્ય અંતર રાખી ઇલ્યુમીનેશનનું ઓવરલેપીંગ થતું અટકાવવું જોઈએ. આથી એનર્જીનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. લાઈટના ફીટીગ પણ સામાન્ય રીતે 2.5 મીટરથી વધુ ઊંચાઈએ હોવા જોઈએ નહીં.
(B) ઔઘોગિક પ્રકાશ વ્યવસ્થા : ઔઘોગિક સેકટરમાં સારી પ્રકાશ વ્યવસ્થાનું આયોજન કરવાથી કામદારનીકાર્ય કરવાની પદ્ધતિ અને સગવડ વધે છે, અકસ્માત ઘટે છે, સમયમાં બચત અને નુકસાનમાં ઘટાડો થતાં ઉચ્ચઉત્પાદન ક્ષમતા હાંસલ થાય છે. આ સારી પ્રકાશ વ્યવસ્થા આર્થિક દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. ઔદ્યોગિક સેક્ટરમાં ત્રણ પ્રકારની પ્રકાશ વ્યવસ્થા ઉપયોગમાં લેવાય છે.
1. સામાન્ય પ્રકાશ વ્યવસ્થા : ઔદ્યોગિક સેક્ટરમાં બલ્બ 3.5 મીટરથી વધુ ઊંચાઈ પર લટકાવેલ હોવા જો ઈએ અને તેના રીફલેક્ટર્સ વધુ વિસ્તારમાં પ્રકાશ પાથરી શકે તેવા હોવા જોઈએ કે ઈ વગેરેનો ઉપયોગ થતો હોય ત્યાં બલ્બની ઊંચાઈ વધારે હોવી જોઈએ. તે માટે વધુ ગુણવત્તાવાળા અને વધુ પ્રકાશ તીવ્રતાવાળા બલ્બ મુકવા જોઈએ. આ માટે મરક્યુરી વેપર લેમ્પ અથવા સોડિયમ વેપર લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ,
2. સ્થાનિક પ્રકાશ વ્યવસ્થા : કેટલાંક મશીનો ઉપર રીડીંગ લેવાનાં હોય કે એડજસ્ટમેન્ટ કરવાનું હોય ત્યાં તીવ્ર પ્રકાશ વ્યવસ્થાની જરૂર પડે છે આ સ્થાનિક અથવા લોકલ લાઈટીંગ વ્યવસ્થા વડે મેળવાય છે. આ માટે સ્ટાન્ડર્ડ એડજસ્ટેબલ લાઈટ ફીટીંગનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય મરામત વગેરે કાર્યો માટે પોર્ટેબલ લેમ્પનો ઉપયોગ કરવો જો ઈએ. યોગ્ય સમયે રીફલેક્ટર્સ સાફ કરવા જોઈએ. બિનઉપયોગી લાઈટને બંધ કરવા ઓટોમેટીક લાઈટ કન્ટ્રોલની ગોઠવણી કરવી જોઇએ.
3. સંકટ સમયની પ્રકાશ વ્યવસ્થા : કેટલાક ઔદ્યોગિક સેક્ટરો જે સતત પ્રક્રિયાવાળા હોય ત્યાં પાવર ફેઈલ થાય ત્યારે જરૂરી સ્થળો માટે આ જાતની પ્રકાશ વ્યવસ્થા કરવી પડે છે. તેનું નિયંત્રણ અલગ રીતે અને ઓટોમેટીક હોવું જોઈએ, તેમજ તેને અલગ રંગોથી દર્શાવવું જોઈએ.
(C) રસ્તા પ્રકાશ વ્યવસ્થા : રસ્તા પરની પ્રકાશ વ્યવસ્થાના ઉદ્દેશો નીચે મુજબ છે :
રાત્રિ દરમ્યાન રસ્તા પરના ટ્રાફીક અને અડચણોને દેશ્યમાન કરી સલામતી અને સુલભતા મેળવવા માટે
રસ્તાને સુશોભિત કરવા માટે
રસ્તાનું વ્યાવસાયિક મૂલ્ય વધારવા માટે
ઉપરના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે રસ્તાનું વર્ગીકરણ કરેલ હોય તો આર્થિક તેમજ પ્રકાશ વ્યવસ્થાની દૃષ્ટિએ સાનુકૂળ રહે છે. આ માટે રસ્તાઓને IS પ્રમાણે ચાર ગ્રુપમાં વર્ગીકૃત કરેલ છે અને તે પ્રમાણે જો ઈતા ઇલ્યુમીનેશનનું લેવલ રાખવું જોઈએ
(i) અગત્યના ટ્રાફીક રસ્તા નેશનલ હાઈવે
(ii) મેઈન રોડ - સ્ટેટ હાઈવે
(iii) ગૌણ રસ્તા
(iv) શેરી
સ્ટ્રીટ લાઈટ માટે સેન્સરનો ઉપયોગ કરી એનર્જીનો બચાવ કરી શકાય. સાંજે અંધારું થતાં ઓટોમેટીક ચાલુ થઈ જાય અને સવારે અજવાળું થતાં બંધ થઈ જાય છે. મોડી રાત્રે અમુક રસ્તાઓ પર ટ્રાફીક ઘણો ઓછો થઈ જાય ત્યારે રસ્તાની બંને તરફની લાઈટ ચાલુ ન રાખતાં એક બંધ, એક ચાલુ એમ રાખવી જોઈએ, સીઝન પ્રમાણે લાઈટીંગના સમય પણ બદલાવા જોઈએ.
(D) રમતગમતના સેક્ટરની પ્રકાશ વ્યવસ્થા : રમતગમતના ક્ષેત્ર માટેની વ્યવસ્થામાં ક્ષેત્રની બહારના એક અથવા વધુ કેન્દ્ર ઉપરથી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ સમગ્ર ક્ષેત્રોને આવરી લે તે રીતે ગોઠવણી કરવાની હોય આ માટે ફલડ લાઈટીંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય માટે વપરાતા પ્રોજેક્ટરની બનાવટ મજબૂત હોવી જોઈએ. પ્રોજેક્ટરનો અગત્યનો ભાગ રીફલેકટરની સપાટી છે. આ માટે ઉપયોગમાં લેવાયેલ મીરરની એફિશીયન્સી વધારે હોવી જોઈએ.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box