લેસરના ઉપયોગો (Application of Laser)
(1) ઔઘોગિક ક્ષેત્રે (Application in Industry) :
લેસરની તીવ્રતા અને ખૂબ જ Sharp ફોક્સીંગની લાક્ષણિકતાને લીધે લેસર ઔઘોગિક રીતે ખૂબ ઉપયોગી છે. જેમ કે કોઈ પદાર્થમાં કાણા પાડવા, મોટી વસ્તુઓમાં કે ખૂબ જ મજબૂત વસ્તુમાં સહેલાઈથી કાણાં પાડી શકાય છે. વસ્તુઓનું ધાતુઓનાં કટિંગમાં, કાચ જેવી નાજુક વસ્તુને જોઈએ તેવા નિશ્ચિત આકારમાં કાપવામાં ઉપયોગી છે.
👉 ઇન્ડસ્ટ્રીમાં પોલ્યુશન મોનીટરીંગમાં પણ ઉપયોગ થાય.
👉 લેસર ખૂબ તીવ્રતા ધરાવતા હોવાથી CO, જેવા લેસર વડે હીરા (Diamond) જેવા કઠણ પદાર્થ કે ધાતુની મોટી પ્લેટ માત્ર સેકન્ડોમાં કાપી શકાય છે.
👉 લેસર વડે જુદી જુદી વાહકતા ધરાવતા પદાર્થોને પણ વેલ્ડીંગ કરી શકાય છે. દા.ત. સ્ટેઈનલેસ સ્ટીલના હેન્ડલને રસોઈની લોખંડની પેન (તવા) સાથે લેસરના ઉપયોગથી લગાવી શકાય છે.
👉 કપડાંની ફેક્ટરીમાં કાપડ (Garments) ના ઓટોમેટીક કટિંગમાં લેસર વપરાય છે. જે કામ થતાં દિવસો પસાર થાય એ કામ માત્ર સેકન્ડોમાં થાય છે. લેસરનો ઉપયોગ ઓટોમોબાઈલ ઉદ્યોગોમાં પાર્ટ્સને હાર્ડ (સખત) બનાવવા માટે પણ થાય છે.
(2) મેડીકલ ક્ષેત્રે ઉપયોગ (Application in Medicine)
લેસર તેનાં ઉચ્ચ તીવ્રતા (High Intensity) અને તીક્ષણ (Sharp) ફોક્સીંગના લીધે સર્જરીમાં ખૂબ ઉપયોગી છે.
👉 મગજની નસ (Neurosurgery) ના કટીંગ તથા સીલીંગમાં ખૂબ સાવચેતીથી આ લેસરનો ઉપયોગ થઈ શકે છે.
👉 ફીઝીયોથેરાપીમાં બોડી પાર્ટ્સમાં ટીસ્યુનું તાપમાન વધારવા માટે પણ લેસરનો ઉપયોગ થઈ શકે છે.
👉 જીભ કે ચામડી (Skin) ના કેન્સરની ટ્રીટમેન્ટ અને ટ્યુમરને દૂર કરવા માટે લેસર ઉપયોગી છે.
👉 સ્કીન પર જન્મજાત કોઈ નિશાન હોય કે સ્ક્રીન પર એલા ડાઘની ટ્રીટમેન્ટમાં લેસર વપરાય છે.
👉 કિડનીમાં થયેલી પથરીને દૂર કરવા કોઈપણ વાઢકાપની સર્જરી વગર માત્ર લેસર કિરણ વડે પથરી દૂર કરી શકાય છે.
👉 આંખના નંબર દૂર કરવા તથા રેટિનાની ટ્રીટમેન્ટમાં લેસર ખૂબ ઉપયોગી છે.
👉 મણકાની સર્જરી કે મગજની સર્જરી એ ખૂબ સાવચેતીપૂર્વક કરવી જરૂરી હોય છે. અન્યથા માણસના ચેતાતંત્રને ખરાબ અસર થઈ શકે છે.
👉 શરીર પરના ડાઘ, મસા, વાળ દૂર કરવા લોકો સુંદર બનવા માટે પણ લેસર ટ્રીટમેન્ટ કરાવે છે.
👉 ડાયાબિટીસના દર્દીઓને આંખમાં અમુક ખૂબ પાતળી નસમાં લીકેજ થતાં અંધાપો આવી શકે છે. આવી નસનું લીકેજ બંધ કરવા (સીલ) લેસર આશીર્વાદરૂપ છે.
👉 ફેફસાંનું કેન્સર કે અન્ય કેન્સર તથા અન્ય આવા રોગની તપાસ માટે લેસર વપરાય છે.
👉 દાંતના સડાને દૂર કરવા લેસર વપરાય છે.
(3) સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગ (Application in Defense)
લેસર વડે દુશ્મનની તોપો, મિસાઈલો, સબમરીનનું ચોક્કસ સ્થાન અંતર જાણી શકાય છે.
👉 લેસરનો ઉપયોગ DEW (Directed Energy Weapons) કે લેસર શસ્ત્ર (Laser Weapons) તરીકે થાય છે.
👉 2009માં એવી શોધ થઈ કે ઇલેકિટ્રક લેસર જે 100 Kilowatt પાવરનાં કિરણો ઉત્પન્ન કરી શકે છે, તેના દ્વારા દુશ્મન દેશનાં મિસાઈલ, રોકેટ અને સબમરીનનો નાશ કરી શકાય છે.
લેસરનો ઉપયોગ મિલેટરી, આર્મી અને નેવી બધી જ જગ્યાએ થઈ શકે છે.
(4) વૈજ્ઞાનિક ક્ષેત્રે ઉપયોગ (Application in Scientific Field)
👉 પદાર્થના અણુ પરના અભ્યાસ માટે.
👉 ન્યુક્લિયર રીએક્ટરમાં ઉચ્ચ તાપમાન મેળવવા ખૂબ ઉપયોગી છે.
👉 સપાટી કે સપાટીના સૂક્ષ્મ ભાગને ગરમ કરવા (Heating) માટે ખૂબ જ ઓછા સમયમાં ચોકસાઈપૂર્વક થઈ શકે છે.
👉 ચંદ્ર અને પૃથ્વી અને પૃથ્વી અને અન્ય ગ્રહો વચ્ચેનાં અંતરના માપન માટે ટેલીસ્કોપમાં લેસરનો ઉપયોગ થાય છે
.
👉 લેસર પ્રકાશ ખૂબ દૂરના અંતર સુધી જઈ શકતો હોવાથી ખગોળશાસ્ત્રમાં ઉપયોગી છે.
(5) લેસરના અન્ય ઉપયોગો (Otlier Application of Laser)
👉 લેસરનો ઉપયોગ મનોરંજનક્ષેત્રે પણ થાય છે. આપણે લેસર શો જોઈએ છીએ તે લેસર વડે ત્રિપરિમાણિક (Holography) ચિત્રો મેળવી શકાતાં હોવાથી તે શો જોઈ શકાય છે.
👉 લેસર લાઈટ નાની રમકડાંની ટોચ તરીકે નાનાં બાળકો તેને રમવામાં ઉપયોગ કરે છે.
👉ટી.વી. પ્રસારણમાં ઉપયોગ થાય છે.
👉 વિજ્ઞાનમાં સંશોધન ક્ષેત્રે (Reserch Field) લેસરનો ઉપયોગ થાય છે.
👉 લેસરનો ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે કોઈપણ જગ્યા પર ક્રાઈમ (Crime) થયો હોય ત્યાંથી ઘણા બધા પુરાવાઓ (Evidence) મળી શકે છે આ જગ્યાના ફોટો પાડવા Expert અને High Resolution Camera હોય તો પણ પૂરતા પુરાવા મેળવી શકાતા નથી. જ્યારે ઓછા સમયમાં વધુ પુરાવા એ પણ ઉચ્ચ ગુણવત્તા સાથે મેળવવા પોર્ટેબલ ગ્રીન લેસર (Portable Green Laser) ઉપયોગી છે.
👉 CD પ્લેયર, DVD પ્લેયરમાં તેને રીડ કરવા માટે અને રાઈટ કરવા માટે લેસર ઉપયોગી છે.
આમ, લેસરના અસંખ્ય ઉપયોગી છે. દરેક ક્ષેત્રમાં લેસરના ઉપયોગો જોવા મળે છે.
લેસરનાં જોખમો (Hazards of Laser)
દરેક લેસર એ જોખમી હોતા નથી. દા.ત. સીડી/ડીવીડી પ્લેયરમાં વપરાતા લેસર કે બારકોડ રીડરમાં વપરાતા લેસરથી કોઈ જ હાનિ થતી નથી. જ્યારે બીજા લેસર કે જેની તીવ્રતા ખૂબ ઊંચી હોય તેવા લેસરથી ખૂબ નુકસાન થઈ શકે છે. જો લેસરની માત્રાનું ધ્યાન રાખવામાં ન આવે તો આંખને કાયમી નુકસાન અને અંધાપો આવી શકે છે. હાઈ પાવર રેડિયેશ (High Power Radiation) ચામડીના કોષોને બાળી નાખે છે અને કાયમી ખામી ઉદ્ભવી શકે છે.
જે તરંગોની તરંગ લંબાઈ 400 mm થી 4000 mm જેટલી હોય તેવા તરંગો આંખમાં ખૂબ વધુ પ્રમાણમાં શોષણ થઈ શકે છે અને આંખને ખૂબ વધુ નુકસાન થઈ શકે છે. આંખનાં રેટિનાને એક સેકન્ડમાં પણ કાયમી નુકસાન થઈ શકે છે. આંખને નુકસાન ન થાય તે માટે રક્ષણ માટે સારી ક્વોલીટીનાં ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.
Read More👇👇👇
Element Energy Conservation and Managements of એલીમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ
Estimating and Costing of Repairs and Maintenance of Electrical Devices and Equipments, (વીજસાધનો અને ઇક્વીપમેન્ટના રિપેરીંગ અને મરામતનો અંદાજ અને તેની કિંમતનો અંદાજ)
Follow Me 👇👇👇
Whatsapp Grops👇
https://chat.whatsapp.com/D2JNV9rLxDtLpZlxzv4JEVEm@il 👇
Facebook 👇
https://www.facebook.com/Say-News-102157592156513/
Instagram 👇
https://www.instagram.com/invites/contact/?i=ciplp9afiujb&utm_content=mcyh6a8
Twitter 👇
https://twitter.com/saynews365?s=09
Teligram 👇
https://t.me/joinchat/1RohCx61psMzZmFl
You Tube 👇
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
🙂
ReplyDeletePlease do not enter any spam link in the comment box