સબસ્ટેશનમાં ઇક્વીપમેન્ટ (Equipments in a substation)
ટ્રાન્સફોર્મર પ્રકારના સબસ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા ઇક્વીપમેન્ટ / સાધનો નીચે મુજબ છે.
(1) ઇનકમીંગ લાઈન : ઇનકમીંગ લાઈન મારફત સબસ્ટેશનને પાવર મળે છે. આ લાઈન જનરેટીંગ સ્ટેશનમાંથી અથવા ટ્રાન્સમીશન સબસ્ટેશનમાંથી આવે છે. એક કે બે લાઈન મારફત પાવર લેવામાં આવે છે.
(2) અર્થ સ્વીચ : લાઈનના મેઈન્ટેનન્સ માટે લાઈનને ઓફ કર્યા પછી તેને અર્થ કરવી જરૂરી છે. આ માટે અર્થ સ્વીચનો ઉપયોગ કરવામાં આવે છે.
(3) ઇસ્યુલેટર : લાઈવ કન્ડક્ટર અને બસબારને સપોર્ટ કરવા માટે ઇસ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પોર્સલેઈન ડીસ્ક પ્રકારના ઇન્સુલેટર વપરાય છે. 66 KV સુધી ઇસ્યુલેટર સ્ટેકને હોરીઝોન્ટલ કે વર્ટીકલ ફેશનમાં રાખવામાં આવે છે. પરંતુ 66 KV થી વધારે વોલ્ટેજ માટે વર્ટીકલ ફેશનમાં રાખવામાં આવે છે.
(4) વાહકો : વાહકો માટે ખાસ કરીને કોપર કન્ડક્ટરનો ઉપયોગ પ્રચલિત છે. પરંતુ કોપરની અછત તથા વધારે ખર્ચને કારણે એલ્યુમિનિયમ કન્ડક્ટરનો ઉપયોગ વધવા લાગ્યો છે. ઓછા ખર્ચ ઉપરાંત એલ્યુમિનિયમનો કરોઝન રેઝીસ્ટન્સ વધારે છે, અને વાર્તાના પ્રમાણમાં વજન ઓછું છે. વાહકનો ઉપયોગ બસબાર તરીકે થાય છે. બસબાર બે પ્રકારના છે.
a. રીજીડ અથવા સોલીડ બસબાર
b. સ્ટ્રેઈન બસબાર
રીજીડ બસબારમાં કોપર કે એલ્યુમિનિયમની પોલી પાઈપનો ઉપયોગ થાય છે. જયારે સ્ટ્રેઈન બસબારમાં સ્ટ્રેન્ડેડ કન્ડક્ટરનો ઉપયોગ થાય છે.
(5) લાઈટનીંગ એરેસ્ટર : લાઈન સર્જીસ અને લાઈટનીંગ ડીસ્ચાર્જ સામે ઇક્વીપમેન્ટના રક્ષણ માટે લાઈટનીંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઈટનીંગ એરેસ્ટરમાં વોલ્ટેજ પ્રમાણે થાઈરાઈટની ડીસ્ક માઉન્ટ કરેલી હોય છે. નોર્મલ વોલ્ટેજ પર તેનો પ્રતિરોધ ઘણો હોય છે. પરંતુ જયારે લાઈન સર્જીસને કારણે લાઈન વોલ્ટેજ એકદમ વધે છે ત્યારે આ હાઈવોલ્ટેજ પર થાઈરાઈટનો પ્રતિરોધ ઘણો ઘટી જાય છે. આથી સર્જવોલ્ટેજ ગ્રાઉન્ડ થાય છે અને ઇક્વીપમેન્ટના ઇસ્યુલેશનને નુકસાન થતું અટકે છે.
(6) ઓઈલ સરકીટ બ્રેકર : જયારે નોર્મલ લોડ કરંટ વહેતો હોય ત્યારે સરકીટને ચાલુ કે બંધ કરવા માટે અને ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટવાળી સરકીટને બ્રેક કરવા માટે સરકીટ બેકરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોલ ઓઈલ વોલ્યુમ અથવા બલ્ક ઓઈલ વોલ્યુમ પ્રકારના સરકીટ બ્રેકરનો ઉપયોગ થાય છે. એરબ્લાસ્ટ સરકીટ બેકર પણ વપરાય છે. સરકીટ બેકરને ઓપરેટ કરવા માટે ન્યુમેટીક, હાઈડ્રોલીક અથવા મીકેનીકલી ઓપરેટેડ મીકેનીઝમનો ઉપયોગ થાય છે. સોલેનોઈડ ઓપરેટેડ મીકેનીઝમનો ઉપયોગ થાય છે પરંતુ ખર્ચાળ છે.
(7) આઈસોલેટર : આઈસોલેટર અથવા એરબેક સ્વીચ મેન્યુઅલી ઓપરેટેડ પ્રકારની અથવા મોટર ઓપરેટેડ પ્રકારની હોય છે. સીંગલ પોલ ઓપરેશન અથવા ગ્રુપ ઓપરેશન પ્રકારની સ્વીચો વપરાય છે. ગ્રુપ ઓપરેટેડ પ્રકારની સ્વીચમાં છએ પોલ એક જ હેન્ડલથી એક સાથે ઓપરેટ થાય છે. ઇક્વીપમેન્ટના મેઈન્ટેનન્સ તથા રીપેરીંગ માટે લાઈવ પાર્ટથી આઈસોલેટ કરવા માટે આઈસોલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આઈસોલેટર અથવા એરબેક સ્વીચના ઓપરેશનમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રહેવું જરૂરી છે કે જયારે સરકીટ બ્રેકર ઓન હોય ત્યારે આઈસોલેટર ઓપન કરવો જોઈએ નહીં, કારણ કે તેમ કરવામાં આવે તો આર્ક થાય છે. તેથી આગ લાગવાની પૂરી શક્યતાઓ છે. જો. કે આઈસોલેટર અને સરકીટ બેકરના ઓપરેશન વચ્ચે ઇન્ટરલોકીંગ હોય છે, જેથી સરકીટબ્રેકર ઓફ હોય તો જ આઈસોલેટર ઓપન કરી શકાય.
(8) ટ્રાન્સફોર્મર : શ્રીફેઈઝ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ટ્રેક્શન માટેના સબસ્ટેશનમાં સીંગલ ફેઈઝ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મરને કોન્ક્રીટના પ્લેટફોર્મ પર ફાઉન્ડેશન પર અથવા સ્લેબ પર રાખેલ રેઈલ પર ગોઠવવામાં આવે છે. 10 MVA સુધીના રેટીંગ માટે નેચરલ ઓઈલ કુલ્ડ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તેથી વધારે રેટીંગવાળા ટ્રાન્સફોર્મર માટે ફોર્મ્સ એર કુલીંગનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટાર-ડેલ્ટા અથવા ડેલ્ટા-સ્ટાર પ્રકારના જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઈલના ટેમ્પરેચર માટે અને વાઈન્ડીંગના ટેમ્પરેચર માટે ટેમ્પરેચર ઇન્ડીકેટર રાખવામાં આવે છે.
(9)ઓન લોડ ટેપ ચેઈન્જર: વોલ્ટેજના કન્ટ્રોલ માટે ટ્રાન્સફોર્મરમાં ટેપ ચેઈજીંગની વ્યવસ્થા હોય છે. ટેપીંગ બદલવાથી વોલ્ટેજને જોઈતી કિંમતની આસપાસ રાખી શકાય છે. ટેપ ચેઈજીંગ બે રીતે થઈ શકે છે. (a) ઓફ લોડ ટેપ ચેઈજીંગ, જેમાં એક ટેપીંગ પરથી બીજા ટેપીંગ પર જવા માટે લોડ ઓફ કરવો પડે છે. (b) ઓન લોડ ટેપ ચેઈજીંગ, જેમાં લોડને સ્વીચ ઓફ કર્યા વગર ટેપ ચેઈન્જ કરી શકાય છે. જયાં અતિ મહત્ત્વના લોડ, જેમાં લોડનો પાવર સપ્લાય સતત રહે એ જરૂરી હોય એવા લોડ માટે ઓન લોડ ટેપ ચેઈજીંગ ખાસ વપરાય છે. ઓન લોડ ટેપ ચેઈજીંગમાં ટેપ ચેઈન્જ કરતી વખતે અમુક ટર્ન શોર્ટ થવાથી શોર્ટ સરકીટ કરંટ વધી ન જાય તે માટે સેન્ટર ટેપ કરંટ લીમીટીંગ રીએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેપ ચેઈજીંગ મીકેનીઝમને ઓપરેટ કરવા માટે મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓન લોડ ટેપ ચેઈજીંગમાં 32 ટેપીંગ આપવામાં આવે છે. આનાથી + 10% નો કન્ટ્રોલ મળી શકે છે.
(10) ઓકઝીલીયરી ટ્રાન્સફોર્મર : સબસ્ટેશનની ઓકઝીલીયરીના સપ્લાય માટે ઓકઝીલીયરી ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.
(11) અર્થીગ ટ્રાન્સફોર્મર : આ માટે હાઈવોલ્ટેજ વાઈન્ડીંગ અથવા લો વોલ્ટેજ વાઈન્ડીંગ બેમાંથી જે ન્યુટ્રલ મળે તેને અર્થ કરવામાં આવે છે.
(12) કરંટ અને પોટેન્શીયલ ટ્રાન્સફોર્મર (CT & PT) : CT અને PT નો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે. (a) મીટરીંગ માટે અને (b) રીલેઈંગ અને પ્રોટેક્શન માટે. કમ્બાઈન CT અને PT ઓઈલ કુલ્ડ પ્રકારના અને આઉટડોર પ્રકારના હોય છે. મીટરીંગ અને રીલેઈંગ માટેની કેબલ કન્ટ્રોલ રૂમમાં લઈ જવામાં આવે છે.
(13) આઉટગોઈંગ લાઈન : સબસ્ટેશનમાં ઇનકમીંગ વોલ્ટેજને ટ્રાન્સફોર્મર દ્વારા જરૂર મુજબ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન માટે (મોટે ભાગે સ્ટેપ ડાઉન) કરીને આઉટ ગોઈંગ લાઈન મારફત પાવર બીજા વિસ્તારમાં લઈ જવામાં આવે છે.
(14) કેરીયર કરંટ ઈક્વીપમેન્ટ : આ સાધન સંદેશ વ્યવહાર, રીલેઈંગ, ટેલીમીટરીંગ અને સુપરવાઈઝરી કન્ટ્રોલ માટે વપરાય છે. આને પાવર લાઈન કેરીયર કરંટ (PLCC) સીસ્ટમ કહે છે. રેડિયો સીગ્નલને પાવર લાઈન મારફત એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવે છે. આ સાધન હાઈવોલ્ટેજ લાઈન સાથે જોડવામાં આવે છે.
(15) પ્રોટેક્ટીવ ક્યુઝ અને રીલે : જરૂરત મુજબ પ્રોટેક્ટીવ ફયુઝનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોટેક્શન સીસ્ટમ પ્રમાણે રીલેનો ઉપયોગ કરવામાં આવે છે.
(16) કન્ટ્રોલ કેબલ અને કોડ્યુટ સીસ્ટમ : પ્રોટેક્શન અને મીટરીંગ માટે કન્ટ્રોલ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે કન્ટ્રોલ સીસ્ટમ 110 V d.c. પર ઓપરેટ થાય છે. આ માટે મલ્ટીકોર કેબલનો ઉપયોગ થાય છે. કન્ટ્રોલા રૂમથી સ્વીચ બોર્ડ સુધી કેબલને રન કરવા માટે ડક્ટ બનાવવામાં આવે છે. સ્વીચ યાર્ડમાંથી જંક્શન બોક્સ મારફત કેબલને અલગ અલગ પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવે છે.
(17) સ્વીચ બોર્ડ - કન્ટ્રોલ પેનલ : સ્વીચ બોર્ડ પર મીટર, રીલે, કન્ટ્રોલ ઇક્વીપમેન્ટ વગેરે ગોઠવવામાં આવે છે. મોટાભાગના મીટર વગેરે ફલશ માઉન્ટીંગ પ્રકારના હોય છે. જે મીટરના રીડીંગ અવાર નવાર લેવાના હોય તે મીટર વગેરેને આંખના લેવલે ગોઠવવામાં આવે છે. કન્ટ્રોલ નોબ વગેરે હાથથી સરળતાથી ઓપરેટ કરી શકાય એ લેવલે ગોઠવવામાં આવે છે. જે રીલે કે મીટરને જોવાની ઓછી જરૂર હોય તેને નીચેના ભાગે ગોઠવવામાં આવે છે. દરેક કન્ટ્રોલ પેનલ પર તે પેનલ શા માટેની છે તે લખેલ હોય છે.
(18) કન્ટ્રોલ રૂમ : કન્ટ્રોલ રૂમમાં સ્વીચ બોર્ડ, કન્ટ્રોલ પેનલ, કેરીયર કરંટ, ઇકવીપમેન્ટ, હુટર, એનાઉન્સીયેશન પેનલ, સુપરવાઈઝરી કન્ટ્રોલનાં સાધનો, ટેલીફોન સીસ્ટમ, બેટરી, બેટરીચાર્જર વગેરે રાખવામાં આવે છે
Read More👇👇👇
Element Energy Conservation and Managements of એલીમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ
Estimating and Costing of Repairs and Maintenance of Electrical Devices and Equipments, (વીજસાધનો અને ઇક્વીપમેન્ટના રિપેરીંગ અને મરામતનો અંદાજ અને તેની કિંમતનો અંદાજ)
Follow Me 👇👇👇
Whatsapp Grops👇
https://chat.whatsapp.com/D2JNV9rLxDtLpZlxzv4JEVEm@il 👇
Facebook 👇
https://www.facebook.com/Say-News-102157592156513/
Instagram 👇
https://www.instagram.com/invites/contact/?i=ciplp9afiujb&utm_content=mcyh6a8
Twitter 👇
https://twitter.com/saynews365?s=09
Teligram 👇
https://t.me/joinchat/1RohCx61psMzZmFl
You Tube 👇
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Important information
ReplyDelete🕵️🕵️🕵️
ReplyDeletePlease do not enter any spam link in the comment box