ટ્રાન્સફોર્મરની એસેસરીઝ (Accessories of transformer)
ટ્રાન્સફોર્મરમાં કોર અને વાઈન્ડીંગ ઉપરાંત નીચે પ્રમાણેના વધારાના ભાગો હોય છે.
1. ટાંકી
2. રેડીયેટર્સ
3. કોન્ઝર્વેટર
4, ઓઈલ લેવલ ઇન્ડીકેટર
5. બ્રીધર
6, એમ્પ્લોઝન વેન્ટ
7. બુકોલ્ડ રીલે
8, થર્મોમીટર્સ,
9. બુશીંગ
(1) ટાંકી :
ટેન્કથી કોર તથા વાઈન્ડીંગને રક્ષણ મળે છે અને ટ્રાન્સફોર્મરને ઠંડુ પાડવા માટે ઓઈલ રાખી શકાય છે. નાના ટ્રાન્સફોર્મરની ટેન્ક શીટ સ્ટીલની તથા મોટા ટ્રાન્સફોર્મરની ટેન્ક બોઈલર પ્લેટની બનેલી હોય છે. નીચેના ભાગમાં ડેઈન કોક હોય છે. ઉષ્ણાતામાન માપવા માટે થર્મોમીટર દાખલ કરવા માટે ટ્રાન્સફોર્મર પોકેટ હોય છે
.
(2) રેડીયેટર :
ટ્રાન્સફોર્મરમાં પાવરલોસ થવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ટ્રાન્સફોર્મર ટેન્કમાં ઓઈલ ભરવામાં આવે છે. આ ઓઈલ ઉષ્માને શોધે છે. ઓઈલ ટેન્કની દીવાલના સંપર્કમાં છે તેથી તેના મારફત ઉમા વાતાવરણમાં ફેલાવે છે. જો ઉષ્માનો ફેલાવાનો દર ઉષ્માના ઉત્પન્ન થવાના દર કરતાં ઓછો હોય તો વાઈન્ડીંગનું ટેમ્પરેચર વધે છે અને ટ્રાન્સફોર્મરને નુકસાન થાય છે.
ઉષ્મા ના ફેલાવાના દરને વધારવા માટે કુલીંગ સરફેસનો એરિયા વધારે રાખવો પડે. આ માટે કુલીંગ ટ્યુબ અથવા રેડીયેટરનો ઉપયોગ કરવામાં આવે છે. મધ્યમ ક્ષમતાના ટ્રાન્સફોર્મમાં કુલીંગ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે, ટાંકીમાં ગરમ થયેલ ઓઈલ ઉપરની તરફ જાય છે. ત્યાંથી કુલીંગ ટ્યુબમાં દાખલ થઈ નીચેની તરફ જાય છે અને ઉષ્મા ટ્યુબની સરફેસ મારફત વાતાવરણમાં ફેલાવી ઠંડુ થાય છે અને પાછું ટેન્કમાં દાખલ થાય છે.
કુલીંગ ટ્યુબનો ઉપયોગ 500 kVA ની ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર સુધી મર્યાદિત છે. તેથી વધારે કેપેસીટીવાળી ટ્રાન્સફોર્મરમાં રેડીયેટરનો ઉપયોગ કરવામાં આવે છે. રેડીમેટરનું કાર્ય કુલીંગ ટ્યુબના જેવું જ છે. તેની રચના એવી કરવામાં આવે છે જેથી કુલીંગ સરફેસનો એરિયા વધારે થાય, રેડીયેટર ઇલીટીકલ ટ્યુબ અથવા ફ્રીન્ડ ટ્યુબ અથવા પ્રેસ કરેલ સ્ટીલ પ્લેટનું બનેલું હોય છે. આ ટયુબો ઉપરના અને નીચેના હેડર સાથે વેડ કરવામાં આવે છે. આખા રે ડીયેટરને ટેકની દિવાલ સાથે બોલ્ટ વડે જોડવામાં આવે છે. તેમાં એક ઇનલેટ અને એ ક આઉટલેટ વાલ્વ રાખવામાં આવે છે.
(3) કોન્ઝર્વેટર :
ટ્રાન્સફોર્મરમાં પાવરલીસ થવાથી ઉષ્મા પેદા થાય છે , આથી ઓઈલ ફુલે છે અને કદ વધે છે. આ માટે ટાંકીમાં થોડી જગ્યા રાખવી જોઈએ. ઓઈલની ઉપરની બધી સપાટી હવાના સંપર્કમાં રહે છે. આ સંપર્કની સપાટી ઓછી કરવા માટે મુખ્ય ટાંકીની ઉપર એક નાની ટાંકી મૂકવામાં આવે છે અને બંને ટાંકીને પાઈપ વડે જોડવામાં આવે છે. મુખ્ય ટાંકી પૂર્ણ ભરેલી છે. નાની ટાંકીને કોન્ઝર્વેટર કહે છે. ઓઈલ ગરમ થાય છે ત્યારે કોન્ઝર્વેટરમાં ઓઈલનું લેવલ વધે છે. જ્યારે ભાર ઘટે છે ત્યારે લેવલ ઘટે છે. હવે કોન્ઝર્વેટરના ઓઈલ લેવલની સપાટી જ હવાના સંપર્કમાં છે.
(4) ઓઈલ લેવલ ઇન્ડીકેટર :
આ દર્શક વડે કોન્ઝર્વેટરમાંના ઓઈલનું લેવલ જોઈ શકાય છે.
(5) બ્રીધર :
જ્યારે ઓઈલ ગરમ થાય છે ત્યારે કોન્ઝર્વેટરની હવા બહાર જાય છે અને ઠંડુ પડે છે ત્યારે બહારની હવા અંદર જાય છે. હવામાંનો ભેજ પણ ઓઈલમાં ભળે છે. તેથી ઓઈલની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટે છે. આ માટે અંદર જતી હવાનો ભેજ શોષાઈ જાય તેવી વ્યવસ્થા માટે બ્રીધર રાખવામાં આવે છે. શ્રીધર માં સીલીકા જેલ ના ટુકડા રાખવામાં આવે છે. સીલીકા જેલનો ગુણધર્મ ભેજને શોષવાનો છે.
(6) એફસ્લોઝન વેન્ટ :
ટ્રાન્સફોર્મરની ટાંકી ઓઈલથી પૂર્ણ ભરેલી છે. જો તેમાં ફોલ્ટથી વાયરીંગમાં સ્પાર્ક થાય તો ઓઈલનું વિઘટન થાય છે અને ગેસ પેદા થાય છે. ગેસ વધારે જગ્યા રોકે છે આથી ટાકીનું અંદરનું દબાણ ઘણું વધે છે. કોઈવાર ટાંકીનું વિસ્ફોટન પણ થાય છે. આથી ઘણાં નુકસાન થાય. આમ ન થાય તે માટે એફબ્લોઝન વેન્ટ રાખવામાં આવે છે.
(7) બુકોલ્ઝ રીલે :
બુકોલ્ઝ રીલે એ ગેસથી ઓપરેટ થતું રીલે છે. આમાં એક નળાકાર ચેમ્બર છે જેનેં ટ્રાન્સફોર્મર ટેન્ક અને કોન્ઝર્વેટરની વચ્ચે જોડવામાં આવે છે. અંદર એલ્યુમિનિયમના બે ફલોટે હોય છે. ફલોટની સાથે પોલીફેઈઝ ટ્રાન્સફોર્મર એન્ડ એ.સી. રોટેટીંગ ઇલેક્ટ્રિકલ મશીન્સ મરક્યુરી સ્વીચ છે. હેલ્થી કંડીશન (ફોલ્ટ ન હોય તેવી સ્થિતિ) માં મરક્યુરી ટયુબ ત્રાંસી હોય છે. આથી તેમાં રાખેલ કોન્ટેક્ટ જો ડાતા નથી. પરંતુ કોઈ કારણસર ટ્યુબ સીધી થાય તો મરક્યુરીને લીધે અને કોન્ટેક્ટ જોડાય છે. સામાન્ય સંજોગોમાં રીલે ઓઈલથી સંપૂર્ણ ભરેલું હોય છે. ઉપરના ફલોટની સાથે રાખેલ પર ક્યુરી સ્વીચમાંથી નીકળતા વાયર રીલે મારફત થઈને એલાર્મ સરકીટ કોન્ટેક્ટ સાથે જોડેલા છે. જયારે નીચેના ફલોટની સાથે રાખેલ મરક્યુરી સ્વીચમાંથી નીકળતા વાયર સરકીટ બે કરની ટ્રીપ કોઈલ સાથે જોડેલા છે. રીલેની ઉપરની બાજુ રીલીઝ કોક છે
જયારે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં કોઈ ફોલ્ટ થવાની શરૂઆત જ થાય છે ત્યારે ઓઈલમાં થોડા પ્રમાણમાં ગેસ ઉત્પન્ન થાય છે, ગેસ હળવો હોવાથી ટેન્કમાંથી કોન્ઝર્વેટર તરફ જાય છે. વચ્ચે બુકોલ્ટ રીતે આવે છે તેથી ગેસ બબલ રીલેની ઉપરના ભાગે જમા થાય છે. આથી રીલેમાં ઓઈલનું લેવલ ઘટે છે. ઉપરનો ફૂલોટ નીચેની તરફ ઢળે છે તેથી મરક્યુરી ટ્યુબ સીધી થવાથી કોન્ટેક્ટ જોડાય છે. આથી સરકીટમાં જોડેલું ઓક્ઝીલીયરી રીતે ઓપરેટ થાય છે અને તેના કોન્ટેક્ટ દ્વારા કન્ટ્રોલ રૂમમાં એલાર્મ વાગે છે. ઓપરેટર પગલાં લે છે, જેમ કે ટ્રાન્સફોર્મર પરનો લોડ ઓછો કરે છે.
જયારે ટ્રાન્સફોર્મરમાં કોઈ ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ગેસ પેદા થાય છે અને ઓઈલ પણ ફુલે છે અને ઝપાટાબંધ કોન્ઝર્વેટર તરફ જાય છે. આથી રીલેના નીચલા લોટના લેપ પર દબાણ આવે છે, આથી મરક્યુરી સ્વીચ સીધી થાય છે અને તેના કોન્ટેક્ટ જોડાય છે. આ કોન્ટેક્ટ મારફત બેકરની ટ્રીપ કોઈલ જોડેલી છે તેથી ટીપ કોઈલ એનર્જી ઈઝ થવાથી સરકીટ બ્રેકર ઓપરેટ થાય છે અને ટ્રાન્સફોર્મર સરકીટમાંથી આઈસોલેટ થાય છે.
ઉપર એકઠા થયેલ ગેસના રંગ અને બીજા ગુણધર્મ પરથી ટ્રાન્સફોર્મરમાં કઈ જાતનો ફોલ્ટ પેદા થયો છે તે જાણી શકાય છે. ગેસનો રંગ જોવા માટે ઉપરની બાજુએ કાચની એક બારી રાખી હોય છે અને ગેસનો નમૂનો લેવા માટે તથા ગેસને બહાર કાઢીને રીલેને રીસેટ કરવા માટે કોક આપવામાં આવે છે
(8) થર્મોમીટર :
કુલીંગ માટે ઓઈલની વ્યવસ્થા છે પરંતુ અંદરનું ટેમ્પરેચર વધી ન જાય તે જોવું જરૂરી છે. આ માટે બે થર્મોમીટરની વ્યવસ્થા રાખવામાં આવે છે. (1) વાઈન્ડીંગનું ટેમ્પરેચર (2) ઓઈલનું ટેમ્પરેચર. આ માટે થર્મોકપલ અથવા RTD પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઈલના ટેમ્પરેચર કરતાં વાઈન્ડીંગનું ટેમ્પરેચર વધારે હોય છે.
(9) બુશીંગ :
ટ્રાન્સફોર્મરના વાઈન્ડીંગના HT છેડા ટેન્કમાંથી બહાર લાવવામાં આવે છે. હવે ટેન્ક અર્થ પોટેન્શીયલ પર છે આથી HT વાયરને ઇન્સુલેટીંગ સપોર્ટ આપવા માટે ખુશીંગનો ઉપયોગ કરવામાં આવે છે.
20 kઈ વોલ્ટેજ સુધી સાદા પોર્સલેઈન ઇસ્યુલેટર બુશીંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં એક પોર્સલેઈન હાઉસીંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી HT વાહક પસાર કરીને ખુશીંગની ઉપર ફીટ કરવામાં આવે છે.
33 kઈ વોલ્ટેજ માટે ઓઈલ ફીલ્ડ બુશીંગનો ઉપયોગ કરવામાં આવે છે. 66 kઈ વોલ્ટેજ માટે સીન્થટીક રેસીન બોન્ડેડ કન્ડેન્સર બુશીંગનો ઉપયોગ કરવામાં આવે છે.
ટ્રાન્સફોર્મરની નેઈમ પ્લેટ (Name plate of transformer)
ટ્રાન્સફોર્મરની નેઈમ પ્લેટ આ સાથે દર્શાવેલ છે. તેના પર નીચે દર્શાવેલ માહિતીનો સમાવેશ થાય છે.
1. સીરીયલ નંબર
2. kVA રેટીંગ
3. નો લોડ પર HV તથા LV ના વોલ્ટેજ
4. HV તથા LV ના કરંટ
5. HV તથા LV ના ફેઈઝની સંખ્યા
6. વાઈન્ડીંગનું મટીરીયલ
7. કુલીંગનો પ્રકાર
8. નો લોડ લોસ
9. કુલ લોડ લોસ
10, ઓઈલ અને વાઈન્ડીંગનો ગેરેન્ટેડ મહત્તમ ટેમ્પરેચર રાઈઝ
11. ફ્રીક્વેસી
12. પરસટેજ ઈમ્પીડન્સ
13. વેક્ટર ગ્રુપ
14. કોર-કોઈલ એસેમ્બલીનું વજન
15. ટેન્ક અને ફીટીંગનું વજન
16. ઓઈલનું વજન
17. કુલ વજન
18. ઓઈલનું વોલ્યુમ–લીટરમાં
19. ઉત્પાદનનું વર્ષ
20. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
21, 50 % લોડ પર ફુલ લોસ
22. 100 % લોડ પર ફુલ લોસ
23. કસ્ટમરનું નામ
24. કસ્ટમરનો રેફરન્સ (ઓર્ડરનો રેફરન્સ નંબર)
25, ડીસ્પેચની તારીખ
26, ગેરેન્ટી પીરીયડ
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું

Please do not enter any spam link in the comment box