કોમોડિટીના માર્કેટમાં ટ્રેડિંગ કઈ રીતે કરશો
(How to Trade in Commodities)
સોંથી પહેલા તો ટ્રેડર તરીકે તમારી નફો કરવા માટેની અથવા તો નુકસાન કરવા માટે ની મર્યાદા નક્કી કરી લો ડીલરે પણ રકમની અને જથ્થાની દ્રષ્ટિ એ ટ્રેડિઁગ કરવા માટેની મર્યાદા બાંધી લેવી જોઈએ તેને કેટલી વેચવાલી કરવી અને ખરીદી કરવી બને બાબતમાં મર્યાદા બધી લેવી જોઈએ
જો બે મહિનાના ફ્યુચર્સના ભાવ રોજ રોજ આવતા બંધ ભાવની નજીક જ હોય તો તે ખરીદી હોવાનો શ્રેષ્ઠ સમય હોવાનું માની લઈને સોદો કરી શકાય છે,
જો કિલોદીઠ રૂ એકથી વધુ નફો થવાની ખાતરી હોય તો તમારી પાસેનો લોટ વેચી દો. જો તમને સતત ખોટ જતી હોય તો સોદો પડતો મૂકી દો. તેને કારણે ખોટ જતી હોય તો પણ સોદો પડતો મૂકી દો. તે સોદાને બહુ પકડી રાખવો હિતાવહ નથી. સમય જતાં વેચવાલી કે લેવાલી કરીને તમે નુકસાનીની રકમ સરભર કરી શકશો.
સાચો નિર્ણય લઈ શકતો ટેડર ફયુચર્સના માર્કેટમાંથી વધુ નફો કમાઈ શકે છે. સ્ટૉકમાર્કેટમાં રોકાણ કરીને કે પછી રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને તે નફો કમાઈ શકે તેના કરતાંય વધુ નફો તે તેના થકી કમાઈ શકશે. સ્ટૉક માર્કેટમાં ફ્યુચર્સના કોન્ટ્રાક્ટ કરવા માટે સ્ટૉકની કુલ મૂલ્યની રકમની ૫૦ ટકા રકમ લગાડવી પડે છે, જયારે કોમોડિટીના ફયુચર્સના માર્કેટમાં ડિલરે માર્જિન મની તરીકે માત્ર છ ટકાથી પંદર ટકા જેટલી જ રકમ માર્જિન મની તરીકે મૂકવી પડે છે.
જો ટ્રેડરનું જજમેન્ટ સારું હોય તો કોમોડિટીના બજારમાંથી તે ઝડપથી વધુ રકમની કમાણી કરી શકે છે, કારણ કે કોમોડિટીનાં બજારમાં ભાવ રિયલ એસ્ટેટ કે સ્ટૉક માર્કેટની તુલનાએ વધુ ઝડપથી બદલાતા હોવાનું જોવા મળે છે. બીજી તરફ, TRADEING માં ખરાબ નિર્ણય લેવાઈ જાય તો તમે બરબાદ થઈ જાય તેવી નોબત આવી શકે છે. ફયુચર્સના સોદાએ બહુ સારી રીતે લીવરેજ કરી શકાય તેવા સોદાઓ છે. તેમાં ટ્રેડર કોન્ટ્રાક્ટ હેઠળની અક્યામતની સંપૂર્ણ વેલ્યુના માંડ દસ ટકા જેટલી રકમને કિસ્સાઓમાં જ કોન્ટ્રાક્ટ હેઠળના વાસ્તવિક મૂલ્યની લેવડદેવડ કરવી પડે છે. માર્જિન મની તરીકે મૂકે છે. માત્ર ડિલિવરી આપવાની થાય તેવા છૂટાછવાયા ઉપરાંત કોમોડિટીના ફયુચર્સમાં રોકાણકાર પાસેથી માર્જિન મની અને કોન્ટ્રાક્ટની સંપૂર્ણ રકમ વચ્ચેના ગાળાની ૨કમ પર વ્યાજ લેવામાં આવતું નથી.
મોટાભાગના COMMODITIE માર્કેટ બહુ જ મોટા અને પ્રવાહી છે. તેમાં લેવડદેવડ આસાનીથી અને ઝડપથી પૂરી કરી શકાય છે. બજારમાં વિપરીત સંજોગો નિર્માણ થાય તેવા સંજોગોમાં પણ જોખમ ઝડપથી ઘટાડી શકાય છે. સોદો કરવાના સમય અને સોદાનો અમલ કરવાના સમયગાળા વચ્ચેના સમયમાં આ માટે તમને પૂરી તક મળી રહે છે.
ડિલની બાબતમાં કોઈ ચોક્કસ ભેદ નથી. વ્યવહારની દષ્ટિએ જોવામાં આવે તો કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સોદો કરી શકે છે. જો કે હાજરના બજારમાં કોમોડિટીના ભાવમાં જોવા મળી રહેલા ચઢાવઉતારનું મૂલ્યાંકન કરીને રોકાણકારે- ઇન્વેસ્ટરે બુદ્ધિપૂર્ણ નિર્ણય લેવાનો રહે છે. સામાન્ય રીતે ફયુચર્સના સમયગાળામાં વધારો થતો જાય તેમ તેમ તેના મૂલ્યમાં પણ વધારો થતો જાય છે. પરંતુ દરેક કિસ્સામાં આવું બનતું નથી. બીજી તરફ કોમોડિટીના હાજરના ભાવ અને ફયુચર્સના ભાવ વચ્ચેનો ગાળો ઘટતો જાય છે તેમ તેમ હાજરનાં બજારના ભાવમાં પણ ઘટાડો આવતો રહે છે.
કોમોડિટીનાફયુચર્સનામાર્કેટમાંTRADEINGકરવા માટેનીજુદી જુદીપદ્ધતિઓ
(Various Ways to Trade in Commodity Future Market):
COMMODITIEફયુચર્સના માર્કેટમાં TRADEING કરવા માટેનો પહેલો માર્ગ છે કોમોડિટીના ઉત્પાદનના અંદાજિત આંકડાઓ ગણી કે મેળવી લઈને તેને આધારે ગણતરીઓ માંડવાનો. તેની સાથે જ જે કોમોડિટીનો ખેતરમાં ઊભેલો મોલ થોડા મહિના પછી લણવાનો થશે તે પહેલા કોમોડિટીનાં બજારમાં તેનું વેચાણ કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે તેને પણ ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની રહે છે. ખેતરમાં ઊભા મોલ લણવાના વધુમાં વધુ મહિના બાકી હોય તે મહિનામાં ગણતરીને આધારે સાદો કરવો વધુ યોગ્ય પસંદગી ગણાય
અનુમાન લો કે કોમોડિટીનો ફાલ લેવામાં આવે તેનાથી દૂમાં દૂરના મહિને સારામાં સારો ભાવ મળી શકે છે. આ અનુમાન કરી લીધા પછી તમને યોગ્ય લાગે તો તે પ્રમાણે સોદો કરી જ લો. આ સમયગાળો પૂરો થવા આવે ત્યારે તમે માલને ગોદામ સુધી લાવી શકો છો. ગોદામમાં માલ જમા કરાવીને તેની રિસિપ્ટ મેળવી શકો છે. આ રિસિપ્ટ ડિલરને આપીને સોદો પૂરો પણ કરી શકો છો .
હવે કલ્પના કરો કે તમારી પાસે કોમોડિટીના જથ્થાનું હોલ્ડિંગ હતું ત્યારે જ તમે તે COMMODITIEફયુચર્સના માર્કેટમાં વેચી દીધી હતી. વધુ સ્પષ્ટતા સાથે વાત કરીએ તો તમારી પાસે બે ટન રબર હતું તે તમે ફ્યુચર્સના માર્કેટમાં વેચી દીધું. ત્યારબાદ તમને જોવા મળે છે કે ફયુચર્સના માર્કેટમાં રબરના ભાવ ગગડી રહ્યા છે. આ સ્થિતિમાં તમે સંપૂર્ણ સમયગાળા સુધી રાહ જોઈ શકો છો અને તમે વેચ્યું હતું તેટલું. રબર પાછું ખરીદી શકો છો. આ પ્રક્રિયાને ક્વેરિંગ તરીકે એટલે કે સોદા સરભર કરવાની પ્રક્રિયા તરીકે ઓળખાવવામાં આવે છે. ઉપરાંત ફ્યુચર્સના માર્કેટમાં નફો કરવા માટે તમે તે માલ હાજરના બજારમાં વેચી શકો છો. તમને જે ભાવ મળે તે ભાવે તે માલ વેચની તમે તેમાંથી નફો રળી શકો છો.
TRADEING માટેની બીજી પદ્ધતિમાં ખેડૂતો પોતે પણ સટ્ટો કરી શકે છે. તમારી પાસે જે COMMODITIEહોય તે કોમોડિટીને હાજરના બજારમાં વેચી દો. તમારા હાથમાં રોકડાં નાણા આવી જશે. ફયુચર્સના ભાવ વધતા જોવા મળે તો આ રોકડ નાણામાંથી કેટલીક રકમને ફયુચર્સના માર્કેટમાં રોકી દો. તેના ભાવ વધુ ઊંચા જાય ત્યારે તે વેચી દઈને તમે તેમાંથી નફો કમાઈ શકો છો.
અન્ય પદ્ધતિ આ પદ્ધતિ જેવી જ છે. તેમાં ખેડૂત તેની પાસેની COMMODITIEહાજરના બજારમાં વેચી દે છે. તેની સામે રોકડાં નાણા મેળવી લે છે. તે જ મહિનામાં તે ફયુચર્સના બજારમાંથી તેણે વેચ્યો હોય તેટલો માલ તે ખરીદી શકે છે. કોન્ટ્રાક્ટની ખરીદી જે તે દિવસના ફયુચર્સમાં કરી હોવાથી તેને ક્વેરઅપ કરવાની કે સોદાને પૂરો કરી દેવાનો અવકાશ જ રહેતો નથી. આ રીત માલ ખરીદવા માટે સંપૂર્ણ રકમ ચૂકવી દેવાની રહેશે આ નાણાનો તમે ખર્ચ કરશો ત્યારે તમને વેરહાઉસ રિસિપ્ટ મળશે. વેરાહાઉસમાંથી માલ ઉપાડી લેવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં અવે છે. આ માલને આ સમયગાળા સુધી ત્યાં પડ્યો રહેવા દો. વેરહાઉસ રિસિપ્ટ ત્રણ મહિના સુધી માન્ય ગણાય છે. તમે આ કાયદેસરના દસ્તાવેજને ગિરો મૂકી શકો છો અથવા તો તેને ડિપોઝિટ ડોક્યુમેન્ટ તરીકે રાખી શકો છો..
આ સોદામાં બીજો એક વિકલ્પ પણ રહેલો છે. આ રિસિપ્ટનો ઉપયોગ કરીને તમે ત્રણ મહિનાના ફ્યુચર્સમાં માલ વેચી શકો છો. તમારો માલ વેરહાઉસમાં હોવાથી વેરહાઉસ રિસિપ્ટનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો. તમારે માર્જિન મનીનો ખર્ચ કરવાનો રહેતો નથી. તમારા ફ્યુચર્સના સોદાનો સમય પૂરા થાય ત્યારે જે સંસ્થાના સભ્ય હો તે સંસ્થામાં વેરહાઉસ રિસિપ્ટ રજૂ કરીને તમારો સોદો પૂરો કરી શકો છો.
કોમોડિટીનાફયુચર્સનાંબજારમાં સોદોકરતાં પહેલાનીચે દર્શાવ્યામુજબના
મુદાઓ ધ્યાનમાંલેવાના રહેશે. (Following Points to be known
Before Placement of Order):
૧. કોમોડિટીનું નામ અને તેને માટેનું સાંકેતિક ચિહન
૨. TRADEING માટેનું એકમ (જથ્થો)
૩. ડિલિવરી માટેનું એકમ
૪. ક્વોટેશન પાયાનું મૂલ્ય (એટલેકે કિલોદીઠ, ક્વિન્ટલદીઠ કે ટનદીઠ ભાવ)
૫. કોન્ટ્રાક્ટ માટેના લઘુત્તમ ભાવની મર્યાદા (ટીક સાઈઝ)
૬. પ્રાઈસ બેન્ડ-ભાવની રેન્જ
૭. કેટલી ક્વોન્ટિટી
૮. સક્રિય કોન્ટ્રાક્ટની સંખ્યા
૯. ડિલિવરી માટેના સેન્ટરો
૧૦. કોન્ટ્રાક્ટ ચાલુ થવાની તારીખ/કોન્ટ્રાક્ટ પૂરો થવાની તારીખ
૧૧. પાકતી તારીખ
૧૨. પોઝિશન લેવા માટેની મર્યાદા
૧૩, પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Please do not enter any spam link in the comment box