માં અમૃતમ ” અને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ કેવી રીતે લેવો, અને કોણ અને ક્યાંથી મેળવી શકે તેની સંપૂર્ણ માહિતી
આ પોસ્ટ વધુને વધુ લાઈક અને શેર કરો જેથી બધા મિત્રો લાભ લઇ શકે. મુખ્યમંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજનાઓ વિષે. જેથી જરૂરિયાતમંદ લોકો એનો લાભ મેળવી શકે. આ યોજના હેઠળ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇને લેબોરેટરી, ઓપ્રેસન, દવાઓ, દર્દીનો ખોરાક તેમજ અન્ય સેવાઓ ફ્રી માં આપવામાં આવે છે. અને દર્દીનો મુસાફરીનો પણ ચાર્જ (રૂ.૩૦૦) હોસ્પિટલ દ્વારા ચૂકવાય છે
આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સરકાર દ્વારા સીધો આપવામાં આવે છે. “માં અમૃતમ ” અને “માં વાત્સલ્ય” કાર્ડ ધરાવતા લાભાર્થીઓ પોતાની સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલમાં જઈને એનો લાભ લઇ શકે છે. જેમાં સરકાર તરફથી અમુક નિશ્ચિત નાણાકીય સહાય મળવા પાત્ર છે
મુખ્યમંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજના જે હેલ્થ ઈન્સ્યોરન્સ આધારિત છે, જેમાં કોઈપણ અન્ય વીમા કંપનીનો સમાવેશ થતો નથી. ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહતમ રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે
આ યોજના હેઠળ , હદયરોગ, કિડનીના ગંભીર રોગ, મગજના રોગ, નવજાત શિશુઓના ગંભીર રોગો,ગંભીર ઈજાઓ,દાઝેલા અકસ્માત, , કેન્સર ઓપરેશન જેવી કુલ-628 જેટલી બીમારીઓ માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે
કેવી રીતે લેવો “માં વાત્સલ્ય” યોજનાનો લાભ:-
એના માટે ગરીબ પરિવારે રૂ.2,50,000 કે તેથી ઓછી આવક ધરાવતો આવકનો દાખલો નીચે પ્રમાણે જણાવેલ અધિકારીઓ પાસેથી મેળવાનો રહેશે.
(૧.) જીલ્લા કલેકટરશ્રી
(૨.) જીલ્લા વિકાસ અધિકારીશ્રી
(૩.) નાયબ કલેકટરશ્રી/પ્રાંત અધિકારીશ્રી
(૪.) નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી
(૫.) તાલુકા મામલતદાર/સીટી મામલતદાર
(૬.) તાલુકા વિકાસ અધિકારીશ્રી
(૭.) નાયબ મામલતદારશ્રી
હવે આવકનો દાખલો મેળવ્યા પછી કુટુંબના સભ્યોને લઈને નજીકના તાલુકા કીઓસ્કની મુલાકાત લેવી. પરિવારના પાંચ વ્યક્તિની નોંધણી કરાવી “માં વાત્સલ્ય” કાર્ડ મેળવવાનું રહેશે
માં” યોજનાનો લાભ કેવી રીતે લેવો :
આ યોજના માટે જો તમારું નામ BPL યાદીમાં હોય, તો તમારા કુટુંબના સભ્યોને લઇને નજીકના તાલુકા કિઓસ્કની મુલાકાત લો. ત્યાર બાદ પરિવારના પાંચ વ્યક્તિની નોંધણી કરાવી અને “માં” કાર્ડનો લાભ લેવો.
Please do not enter any spam link in the comment box