SF6 સરકિટ બ્રેકરનું મેઈન્ટેનન્સનાં સ્ટેપ (Steps in Maintenance of SF, Circuit breaker)
ફોલ્ટના 25 ટ્રીપીંગ બાદ અથવા રેટેડ કરંટના અથવા ઓફ લોડના 5000 ઇન્ટરપ્શન બાદ સરકિટ બ્રેકરનું ઓવરડોલીંગ કરવું જોઈએ.
સરકિટ બ્રેકરને સ્વીચ ઓફ કરી અર્થ કરવામાં આવે છે. ત્યારબાદ ગેસને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ ઓપરેટીંગ મીકેનીઝમના કેસીંગને ખોલવામાં આવે છે. આથી ઓપરેટીંગ એલીમેન્ટ, ટ્રીપીંગ ડિવાઈસ, ઓકઝીલીયરી કોન્ટેક્ટ વગેરે દેખાય છે. ટેકમાંથી એક્ટીંગ્ટન ચેમ્બર ખાસ ડિવાઈસની મદદથી બહાર કાઢી શકાય છે.
બ્રેકર અને આઈસોલેટરના ભાગોની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે છે. ભાગોને જોડીને ફરીથી બ્રેકરને ઈવેજ્યુએટ કરવામાં આવે છે અને ત્યાર બાદ ગેસ ભરવામાં આવે છે.
5000 ઓપરેશન બાદ આઈસોલેટરનું મેઈન્ટેનન્સ કરવું જરૂરી છે. તેને અર્થ કર્યા પછી આઈસોલેટર હાઉસીંગમાંથી ગેસ બહાર કાઢવામાં આવે છે. આઈસોલેટર એલોઝર ખોલવામાં આવે છે અને કોન્ટેક્ટની સફાઈ કરવામાં આવે છે,
1. સફાઈ : ધૂળ, કચરા વગેરેની સફાઈ કરવી જોઈએ. કોટન વેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. યોગ્ય પ્રકારના ક્લીનીંગ લૂઈડનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઇસ્યુલેશન વગેરેને નુકસાન ન થાય.
2.ઓપનીંગ ડિવાઈસ ('Trip) : સરકિટ બ્રેકરના મેઈન્ટેનન્સની શરૂઆત કરતાં પહેલાં સરકિટ બેકરને ઇલેક્ટ્રિકથી ઓપરેટ થતી ઓપનીંગ રીલીઝ કોઈલ વડે અથવા મેન્યુઅલી ઓપન કરવું જોઈએ.
3.સરકિટ બ્રોકર એકલોઝર : હીટરનું ઓપરેશન બરાબર છે કે કેમ તે ચેક કરવું જોઈએ.
4.ગેસ સીસ્ટમ : ગેસ સીસ્ટમ જરૂરી પ્રેશર પર કામ કરે છે કે કેમ તે ચેક કરો અને ક્યુઅલ પ્રેશર સીસ્ટમ હોય તો તેમાં હાઈ પ્રેશર અને લો પ્રેશર વચ્ચેનો તફાવત બરાબર છે કે કેમ તે ચેક કરો.
5. SF6 ગેસ : ગેસનો સેમ્પલ લઈ ચેક કરો.
(a) સમયાંતરે ગેસનું કન્ડેન્સેશન ટેમ્પરેચર ચેક કરવું જોઈએ. જો એ લેવલ વધારે હોય તો ગેસને ડ્રાય કરવો જોઈએ અથવા બદલવો જોઈએ.
(b) ઓક્સિજનનું પ્રમાણ વોલ્યુમ પ્રમાણે 1% થી ઓછું હોવું જોઈએ. જો વધારે પ્રમાણ હોય તો વધારાના ઓક્સિજન દૂર કરવો જોઈએ.
(c) એસીડીટી અને હાઈડ્રોલાઈઝેબલ (hydrolysable) પ્રમાણસર હોવાં જોઈએ.
6. ઇસ્યુલેશન : બાહ્ય ઇસ્યુલેશનનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને સફાઈ કરવી જોઈએ. પોર્સેલેઈન પર કેક નથી પડી તે ચેક કરવું જોઈએ. ઇસ્યુલેશન પ્રતિરોધ માપવો જોઈએ.
7. લોકલ કન્ટ્રોલ કીયોસ્ક : હીટરના કરેક્ટ ઓપરેશનની ખાતરી કરવી જોઈએ.
8. પ્રેશર ગેજ : પ્રેશર ગેજ બરાબર કામ કરે છે કે કેમ તે ચેક કરો. સ્ટાન્ડર્ડ પ્રેશર ગેજ સાથે કેલીબ્રેટ કરો.
9. પ્રેશર સ્વીચો :પ્રેશર સ્વીચ કરેકટ પ્રેશર પર ઓપરેટ થાય છે કે કેમ તે ચેક કરવું જોઈએ. જરૂર લાગે તો કેલીબ્રેટ કરવી જોઈએ.
10. મુખ્ય જોડાણો : જોડાણો મજબૂત છે કે કેમ તે ચેક કરો.
Read More 👇👇👇
Maintenance of circuit breaker (સરકીટ બ્રેકરનું મેઈન્ટેનન્સ )
Trouble shooting ( ક્ષતિ નિવારણ)
11. સેકંડરી વાયરીંગ અને ફયુઝ : જોડાણો મજબૂત હોવાં જોઈએ અને ટરમીનલ બોક્સમાં ધૂળ-ભેજ ન હોવાં જોઈએ ઇસ્યુલેશને પ્રતિરોધ અને કન્ટીન્યુઈટી બરાબર હોવાં જોઈએ. ફયુઝ બરાબર હોવા જોઈએ.
12. અર્થનાં જોડાણો : મુખ્ય અને ઓકઝીલીયરી અર્થ જોડાણો ચેક કરો અને ટાઈટ ન હોય તો ટાઈટ કરો.
13. SF6 ગેસ પ્રેશર : ડ્યુઅલ પ્રેશર સરકિટ બ્રેકરમાં ગેસ હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ હીટરના સાચા ઓપરેશનની ખાતરી કરો. પદ્દર પ્રકારના SF6 સરકિટ બ્રેકરમાં આ વ્યવસ્થા નથી હોતી.
14. ઇન્ટરપોલ લીન્કેજ : પોલ વચ્ચે મીનીમમ ટાઈમ સ્પેડ માટે ઈન્ટરપોલ લીન્કેજ રાખવામાં આવે છે. ટાઈમીંગ/ટ્રાવેલ ટેસ્ટ પરથી તેમાં કોઈ ઘસારો થયો કે કેમ તે ચેક કરી શકાય છે. બધી પીવોટ પીન, ફીક્સીંગ વગેરે ટાઈટ હોવા જોઈએ.
15. મેઈન મીકેનીઝમ : મુખ્ય ઓપરેટીંગ મીકેનીઝમ ચેક કરવું જોઈએ. લીન્કેજ, મુક્ત મુવમેન્ટ માટે ચેક કરવાં જોઈએ. સરક્લીપ બરાબર જગ્યા પર રહેલી હોવી જોઈએ અને પ્લીટ પીન ઓપન હોવી જોઈએ. ટ્રીપીંગ મીકેનીઝમમાં લુબ્રીકન્ટ જામી ન ગયું હોવું જોઈએ. જો તેમ થયું હોય તો યોગ્ય સફાઈ કરવી જોઈએ.
16. ઓકઝીલીયરી સ્વીચો, ઇન્ડીકેટીંગ ડિવાઈસ અને ઇન્ટરલોક : ઓક્ઝીલીયરી સ્વીચો સાફ હોવી જોઈએ. કોન્ટેક્ટ ચેક કરો અને સફાઈ કરો.
ON-OFF જેવા મીકેનીકલ ઇન્ડીકેટર તથા સેમાફર ઇન્ડીકેટર ચેક કરવા જોઈએ અને વ્યવસ્થિત ઓપરેટ થતા હોવા જોઈએ.
ઇન્ટરલોક અને લોકીંગ ડિવાઈસ વ્યવસ્થિત હોવા જોઈએ. આ અગત્યનું છે, કારણ કે એમાં ખરાબી જાય તો ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.
17. ઇન્ટરપ્ટર : અમુક સમયના અંતરે દરેક પોલના એક ઇન્ટરપ્ટરના કોન્ટેક્ટની બનીંગના રેઈટ અને ઈરોઝન માટે ચકાસણી કરવી જોઈએ જેથી બીજા ઇન્ટરના મેઈન્ટેનન્સની જરૂરિયાતનો ખ્યાલ આવે. આ કાર્ય સૂકા વાતાવરણમાં કરવું જોઈએ જેથી કમ્પાર્ટમેન્ટમાં ભેજ દાખલ ન થાય.
કોન્ટેક્ટ વચ્ચેનું ફોર્સ બહુ ઘટવું ન જોઈએ. ઇન્ટરપ્ટરના બધા આંતરિક ભાગોની અને સપોર્ટ પોર્સલેઈનની સફાઈ કરવી જોઈએ.
18. લોકલ રીસીવર અને પ્રેશર વેસલ : લોકલ રીસીવર અને SF, પ્રેશર વેસલ સાફ રાખવા જોઈએ. જો તેની ઉપરનો રંગ ખરાબ થયો હોય તો રી પેઈન્ટ કરવું જોઈએ જેથી કાટ ન લાગે. જ્યારે સરકિટ બ્રેકરને ઓવરહોલ માટે ખોલવામાં આવે ત્યારે વેસલના અંદરની સપાટી પર કાટ નથી લાગ્યો તે ચેક કરવું જોઈએ.
રીસીવર અને SF, પ્રેશર વેસલના ફ્યુઝીબલ પ્લગ ચેક કરવા જોઈએ.
19. ફીલ્ટર : બ્રેક ડાઉન પ્રોડક્ટને ફીલ્ટર કરવા માટે અને શોષવા માટે (absorb) ફીલ્ટર અને/અથવા ડીસીન્ટ
(Dessiccant) નો ઉપયોગ કરવામાં આવે છે અને બદલવા જોઈએ.
20. ઓવરલોડ ડિવાઈસ અને પ્રોટેક્ટીવ રીલે: મેન્યુફેક્યરરની સૂચના મુજબ ઓવરલોડ ડિવાઈસ અને પ્રોટેક્ટીવ રીલેનું રૂટીન મેઈન્ટેનન્સ કરવું જોઈએ.
21. ઇન્સ્ટમેન્ટ અને પ્રોટેક્ટીવ ટ્રાન્સફોર્મર: મેન્યુફેક્યરની સૂચના પ્રમાણે ઇન્સ્ટમેન્ટ ટ્રાન્સફોર્મર અને પ્રોટેક્ટીવ ટ્રાન્સફોર્મરનું રૂટીન મેઈન્ટેનન્સ કરવું જોઈએ.
22. કન્ટ્રોલ રીલે અને કોન્ટેક્ટર : કન્ટ્રોલ રીલેના મીકેનીકલ ભાગોની મુક્ત મુવમેન્ટ માટે ચેક કરો. આર્ક ટ્યુબની સફાઈ કરો. કોન્ટેક્ટ ચેક કરો. જરૂર લાગે તો બદલો.
23. બસબાર અને બસબાર ચેમ્બર : બેરીયર અથવા સપોર્ટ ચેક કરો. એર ફીલ્ડ ચેમ્બરમાં જોડાણોનું ઇન્સ્પેક્શન શક્ય છે. કમ્પાઉન્ડ ફીલ્ડ ચેમ્બરમાં ફીલીંગ લેવલ ચેક કરો જેથી કમ્પાઉન્ડમાં વોઈડ નથી તેનો ખ્યાલ આવે.
24. ફાઈનલ વેરીફીકેશનઃ ઓવર હોલ થયા બાદ સરકિટ બ્રેકરને પાછું સર્વીસમાં મૂકતા પહેલાં તેના ઓપરેશનલ ચેક લેવાં જોઈએ, જેથી તેના ક્લોઝ, ઓપન, ક્લોઝ-ઓપન સ્થિતિ બરાબર છે તેની ખાતરી થાય.
ફોલ્ટ પછીનું SF6 સરકિટ બ્રેકરનું મેઈન્ટેનન્સ (Post fault maintenance of SF6 circuit breaker)
ફોલ્ટ ઓપરેશન પછી સરકિટ બ્રેકરનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ.
પરમીસીબલ ફોલ્ટ ઓપરેશન પછી નીચેની વસ્તુઓ તપાસવી જોઈએ અને તેના પરથી મેન્યુફેક્યરરના ભલામણ મુજબ ઓવરડોલીંગ કરવું જોઈએ અને સંપૂર્ણપણે સફાઈ કરવી જોઈએ.
1. ઇસ્યુલેશન
2. ઇન્ટરપ્ટર
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Nice....
ReplyDeletePlease do not enter any spam link in the comment box