Advantages Of High Voltage D.C Transmission
હાઈ વોલ્ટેજ ડી.સી. ટ્રાન્સમીશનના ફાયદાઓ નીચે મુજબ છે.
(1) બલક પાવરનું કરકસરભર્યું ટ્રાન્સમીશન : HVDCT સીસ્ટમ મારફત એક ઇવન અંતર કરતાં વધારે અંતરેબલક પાવરનું ટ્રાન્સમીશન કરવામાં આવે છે ત્યારે તે વધારે કરકસરભર્યું બને છે. બેક ઇવન ઈસ્ટસ પર ટર્મીનલ ઇક્વીપમેન્ટનો ખર્ચ વાહક તથા પોલના ખર્ચના કાયદાની સામે બેલેન્સ થાય છે. ત્યાર પછી અંત૨ વધે તો. ફાયદાકારક પુરવાર થાય છે.
(2) લાઈનની સંખ્યામાં ઘટાડો : લાંબા અંતર માટે બલક પાવર ટ્રાન્સમીટ કરવા માટે HVACT માં બે 3 ફેઈઝ સરકીટની જરૂર પડે છે. એટલે કે છ વાહકોની જરૂર પડે છે જયારે HVDCT માં બે વામદ કોની જરૂર પડે છે.આથી લાઈનનો ખર્ચ ઓછો આવે છે.
(3) ટાવરની સાઈઝ : HVACT ની સરખામણીમાં HVDCT માં ફેઈઝ ટુ ફેઈઝ ક્લીયરન્સ તથા ફેઈઝ ટુ
ગ્રાઉન્ડ ક્લીયરન્સ પ્રમાણમાં ઓછું જોઈએ છે તથા વાહકની સંખ્યા બે જ છે તેથી ટાવરની પહોળાઈ તથા
ઊંચાઈ ઓછી રાખવી પડે છે. પરિણામે ટાવરની સાઈઝ નાની જોઈએ છે આથી ટાવરનો ખર્ચ ઓછો આવે છે.
(4) ઇન્ટરમીડીયેટ સબસ્ટેશનની સંખ્યામાં ઘટાડો : લાંબી HVACT લાઈનમાં ઇન્ટરમીડીયેટ રીએટિવ પાવરકોપેન્સેશન માટે 300 km ના અંતરે ઇન્ટરમીડીયેટ સબસ્ટેશન રાખવા પડે છે. જયારે HVDCT લાઈન,આની જરૂર પડતી નથી. માટે ખર્ચમાં ઘટાડો થાય છે.
(5) અર્થ રીટર્ન : HVDCT માં અર્થ રીટર્નનો ઉપયોગ કરી શકાય છે જયારે HVACT હંમેશાં શ્રી ફેઈઝ
પ્રકારની હોવાથી અર્થ રીટર્નની શક્યતા નથી.
(6) સ્કીન ઈફેક્ટ: D.Cમાં સ્કીન ઈફેક્ટ નથી માટે વાહકના આખા કોસ સેકશનમાં કરંટ ડેન્સીટી યુનીફોર્મ છે.
આથી વાહકના આખા ક્રોસ સેક્શનનો ઉપયોગ થાય છે. ઉપરાંત ઇફેક્ટિવ રેઝીસ્ટન્સ ઓછો થવાથી પાવર
લોસમાં ઘટાડો થાય છે
(7) ચાર્જીગ કરંટ : HVDC લાઈનમાં ચાર્જીગ કરંટ હોતો નથી.
(8) કોરોના : ડી.સી. સીસ્ટમમાં કોરોનાની અસર એ.સી. સીસ્ટમ કરતાં ઓછી છે. પરિણામે ડી.સી. સીસ્ટમમાં
કોરોના લોસ અને કોરોનાને પરિણામે નજીકની કોમ્યુનીકેશન લાઈનમાં થતું ડીસ્ટર્બન્સ ઓછું થાય છે, કારણ
કે ડી, સી, ઈસ્યુલેશન લેવલ એ.સી, ઇસ્યુલેશન લેવલ કરતાં ઓછું છે.
(9) અન્ડર ગ્રાઉન્ડ કેબલ : ચાર્જીગ કરંટ નહીં હોવાથી પાવરનું ટ્રાન્સમીશન અન્ડર ગ્રાઉન્ડ કેબલ અથવા મરીન કેબલ મારફત થઈ શકે છે. આમાં કેબલની લંબાઈમાં કોઈ રીસ્ટ્રીશન નથી જયારે એ.સી. સીસ્ટમમાં વોલ્ટેજ પ્રમાણે કેબલની લંબાઈમાં રીસ્ટ્રીશન છે. દા. ત., 145 kV માટે 60 km, 245 kV માટે 40 km તથા 400 KV' માટે 25 km
(10) લાઈન લોસમાં ઘટાડો: રીએક્ટિવ પાવર ન હોવાને કારણે HVDCT સીસ્ટમમાં લાઈન લોસ ઓછો થાય
છે, પરિણામે ટ્રાન્સમીશન એફીશીયન્સીમાં વધારો થાય છે.
(11) પાવર ફેક્ટર : HVDCT માં પાવર ફેક્ટરનો પ્રશ્ન નથી. તેથી પાવર ફેક્ટરના કન્ટ્રોલનો પ્રશ્ન નથી અને
ઓછા પાવર ફેક્ટરને લીધે પડતી મુશ્કેલીઓના પ્રશ્ન ઉદ્ભવતા નથી.
(12) વાહકના કદમાં ઘટાડો : સરખા અંતરે, સરખા પાવર લોસ માટે, સરખો પાવર ટ્રાન્સમીટ કરવાનો હોય તો ડી.સી. સીસ્ટમમાં (બે વાયર સીસ્ટમમાં) વાહકનું કદ શ્રી ફેઈઝ એ.સી. સીસ્ટમ કરતાં ઓછું જોઈએ છે.
(13) વોલ્ટેજ રેગ્યુલેશન: લાંબી HVAC લાઈનમાં રીએક્ટિવ પાવરને લીધે લાઈનની લંબાઈમાં વોલ્ટેજ બદલાય છે. તેમજ લોડમાં ફેરફાર થવાને કારણે વોલ્ટેજમાં ફેરફાર થયા કરે છે. આવી મુશ્કેલી HVDCTલાઈનમાં ઊભી થતી નથી. HVDCT સીસ્ટમમાં રેક્ટિફાયર અને ઇનવર્ટરના કન્ટ્રોલથી કોન્સ્ટન્ટ કરંટ રેગ્યુલેશન અથવા કોન્સ્ટન્ટ વોલ્ટેજ રેગ્યુલેશન પ્રમાણે ઓપરેટ કરી શકાય છે.
(14) સ્ટેબીલીટી અને લાઈન લોડીંગ : HVDCT સીસ્ટમમાં એસીન્ક્રોનસ ટાઈ છે તેથી ટ્રાન્ઝીયન્ટ સ્ટેબીલીટીનો પ્રશ્ન નથી, આથી લાઈનને તેની થર્મલ લીમીટ અથવા થાયરીસ્ટરની થર્મલ લીમીટ બેમાંથી જે પ્રથમ પહોંચે ત્યાં સુધી લાઈનને લોડ કરી શકાય છે. જયારે HVAC સીસ્ટમમાં સ્ટેબીલીટીની મુશ્કેલીને કારણે લાઈનને વાહકના થર્મલ રેટીંગના 5 સુધી જ લોડ કરી શકાય છે.
(15) ત્વરિત પાવર ટ્રાન્સફર અને કન્ટ્રોલ : HVDCT સીસ્ટમમાં કનવર્ટરનો કન્ટ્રોલ કરીને પાવર ફ્લોની
મેગ્નીટ્યુડ તથા ડાયરેક્શનનાં કન્ટ્રોલ ઝડપથી કરી શકાય છે. આને કારણે ટ્રાન્ઝીયન્ટ સ્ટેબીલીટીની લીમીટમાં
વધારો કરી શકાય છે.
(16) રાઈટ ઓફ વે માં ઘટાડો : HVACT સીસ્ટમની સરખામણીમાં HVDCT સીસ્ટમમાં રાઈટ ઓફ વે
ઓછો છે.
(17) એસીન્ક્રોનસ ટાઈ : અલગ અલગ ફીક્વેસીવાળી બે એ.સી. સીસ્ટમને HVDCT સીસ્ટમ મારફત ઇન્ટર
કનેક્ટ કરી શકાય છે. આને એસીન્દ્રોનસ ટાઈ કહે છે. એક સીસ્ટમના ફ્રીક્વેસી ડીસ્ટર્બન્સ બીજી સીસ્ટમમાં
ટ્રાન્સફર થતા નથી તેથી ટોટલ પાવર શટડાઉન અને બ્લેક આઉટ નિવારી શકાય છે.
Read More👇👇👇
Follow Me 👇👇👇
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
saynews365@gmail.com
Useful information
ReplyDeletePlease do not enter any spam link in the comment box