(Introduction to Commodities market)
છેલ્લા થોડા સમયથી બજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામે રોકાણકારો તેમના રોકાણ સામેના જોખમને ઓછું કરવા માટે તેમના રોકાણને જુદી દિશામાં વાળવા માટે સારા વિકલ્પની તલાશ કરતા થયા છે. બજારના નિષ્ણાતોના મત પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે અને ઇન્વેસ્ટમેન્ટ સામેના જોખમને ઓછું કરવા માટે Commodities નું બજાર એક અસરકારક માધ્યમ છે. છેલ્લાં થોડાં વરસોથી ઇન્વેસ્ટરોને આ વિકલ્પ ઉપલબ્ધ થયો છે.
Commodities માં તમામ પ્રકારની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. એફસીઆરએ(ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ)એ COMMODITIES ની તૈયાર કરેલી વ્યાખ્યા પ્રમાણે પગલાં લેવા પાત્ર દાવાઓ(એશનેબલ ક્લેઈમ્સ), નાણાં અને સિક્યોરિટીઝ સિવાયની દરેક જંગમ મિલકતને “ચીજવસ્તુ' તરીકે ઓળખાવે છે. આ પ્રકારની ચીજવસ્તુઓ કે COMMODITIES ના ફયુચર્સના સોદાઓ કરવામાં આવે છે. આ માટે કેન્દ્ર સરકારે પરવાનગી આપી છે. અત્યારે કૃષિ ઊપજની (છોડવાઓ સહિતની) તમામ સામગ્રીઓ, ખનીજો અને ભૂગર્ભમાંથી પ્રાપ્ત થતાં દ્રવ્યો- અવશેષોના પણ ફયુચર્સના સોદો કરી શકાય છે. એફસીઆરએ હેઠળ માન્ય કરવામાં આવેલા COMMODITIES એક્સચેન્જમાં આ તમામ વસ્તુઓના સોદા કરી શકાય છે. પરવાનગી પાત્ર તમામ COMMODITIES ઓના સોદાઓનું આયોજન કરવા માટે કેન્દ્ર સરકારે નેશનલ COMMODITIES એક્સચેન્જને માન્યતા આપેલી જ છે. ફયુચર્સના સોદાઓ માટે પરવાનગી પાત્ર ગણાતી Commodities ઓમાં સોનું, ચાંદી અને બિનલોહ ધાતુ (લોખંડ સિવાયની ધાતુ), અનાજ, કઠોળ, લોઢેલું અને ન લોઢેલું કપાસ તેલિબિયાં, તેલ, ખોળ, કાચું શણ, શણમાંથી બનાવેલી વસ્તુઓ, ગોળ, ખાંડ, બટેટા, કાંદા, કૉફી, ચા, રબર અને મરીમસાલા વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.
COMMODITIES માર્કેટ એક એવું સ્થળ છે કે જયાં COMMODITIES નો વેપાર થાય છે COMMODITIES નું બજાર ઇક્વિટી માર્કેટ જેવું જ છે આ બજારમાં શેર્સની ખરીદી અને વેચાણ કરવાના બદલે COMMODITIES ની એટલે કે ચીજવસ્તુની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે.
ખરેખર તો બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઉત્સુક રોકાણકારો , આબિટેજ૨ (બે બજાર વચ્ચેના ભાવનો ગાળો ખાઈ લેનારા) અને સટોડિયાઓ માટે COMMODITIES એક અલગ અક્યામતોનો વર્ગ બની શકે તેવી ઘણી મોટી સંભાવના છે ઇક્વિટી માર્કેટની આટીઘૂંટી સમજવાનો દાવા કરતાં છૂટક રોકાણકારોને પણ કદાચ COMMODITIES ના આ બજારનો તાગ મેળવવો મુશ્કેલ લાગી શકે છે. પરંતુ, COMMODITIES ઝની માગ અને પુરવઠાના સંદર્ભમાં COMMODITIES ઝના બજારને સમજવું આસાન છે, COMMODITIES ઝના ફયુચર્સના સોદાઓ કરવા માટે બજારમાં જંપલાવતાં પહેલાં છૂટક રોકાણકારોએ આ બજાર સાથે સંકળાયેલાં જોખમોનો અને તેના લાભોનો અંદાજ મેળવી લેવો જોઈએ COMMODITIES ના બજારોની તવારીખ પર નજર નાખવામાં આવે અને તેના ભાવની ઇક્વિટીના અને બોન્ડના ભાવની વધઘટ સાથે તુલના કરવામાં આવે તો COMMODITIES ના ભાવમાં ઓછી અફરાતફરી જોવા મળે છે. તેથી COMMODITIES માં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પોર્ટફોલિયોમાં સંગીન વૈવિધ્ય આવે છે.
વાસ્તવમાં ભારતમાં COMMODITIES ના માર્કેટનું કદ પણ બહુ જ મોટું છે. દેશની કુલ રાષ્ટ્રીય ઊપજ રૂા. ૧૩, ૨૦,૭) (રૂા.૧૩૨૦૭.૭ અબજ)કરોડની છે COMMODITIES સાથે સંકળાયેલી અને તેની પર નિર્ભર ઉદ્યો ગોનું પ્રમાણ દેશમાં ૫૮ ટક જેટલું છે.
અત્યારે દેશના જુદા જુદા વિસ્તારોમાં મળીને COMMODITIES ના વેપારનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂા. ૧,૪૦,000 કરોડ(રૂા. ૧૪00 અબજ)નું છે. COMMODITIES ના ફયુચર્સના ટ્રેડિંગની છૂટ આપવામાં આવી તે પછી બજારમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.
અન્ય કોઈપણ બજારની માફક COMMODITIES ના ફયુચર્સના સોદાઓ ચાલુ થતો COMMODITIES અંગે માહિતી એકત્રિત કરવામાં અને જોખમનું વિભાજન કરી દેવામાં આ બજાર મહત્ત્વની ભૂમિકા ભજવતું થયું છે. બજારની ભૂમિકા તો ખરીદનાર અને વેચનાર વચ્ચેના મધ્યસ્થી તરીકેની જ છે. ઉપરાંત બજાર COMMODITIES નો સંગ્રહ કરવા માટેની સુવિધા પૂરી પાડવાને લગતા નિર્ણય લેવામાં અને COMMODITIES ના વપરાશની બાબતે નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. આ પ્રક્રિયા કરીને બજારો બજારને વધુ ને વધુ પ્રવાહી બનાવી રહ્યા છે.
COMMODITIES એક્સચેન્જ અને સ્ટોક એક્સચેન્જ વચ્ચે એક પાયાનો તફાવત છે. COMMODITIES એક્સચેન્જમાં ખરેખરા પ્રોડક્ટ્સની લે-વેચ (ટ્રેડિંગ) થાય છે. આ પ્રોડક્ટ પોતે નોન-ફાઈનાન્શિયલ પ્રકારના હોય છે.
આ પ્રોડટ્સમાં ઘઉં, એરંડા, મગફળી, તલ જેવાં કૃષિ ઉત્પાદનો અને એલ્યુમિનિયમ, ઝિન્ક-જસત, નિકલ અને સોનું તથા ચાંદી જેવી કીમતી ધાતુઓનો પણ સમાવેશ થાય છે. COMMODITIES એક્સચેન્જની તુલનાએ સ્ટૉક એક્સચેન્જ શેર્સ, ઇન્ડેક્સ, વ્યાજના દર અને સરકારી જામીનગીરી જેવા ફાઈનાન્શિયલ પ્રોડર્સ ઑફર કરે છે.
મેમોડિટી માર્કેટમાં અતં મળતો લાભ(benefit of Convinolly, Market in the Economy)
૧ ભાવમાં મોટી અફ ૨ાdફ રી બોલતી હોય ત્યારે ભાવને સ્થિર કરવામાં મદદ કરે છે. વેપાર માટેની આ યંત્રણાને પરિણામે ભાવ બહુ ઊંચા જતા અટકે છે, તેમ જ ભાવ ગગડીને તળિયે બેસી જતાં પણ અટકે છે. ટૂંકમાં ભાવની મોટી વધઘટ આવતી અટકે છે.
૨.તેને પરિણામે દેશભરમાં ભાવનું માળખું એકરારખું થાય છે,
૩.તેને પરિણામે લાંબી અને સંકુલ ઉત્પાદન અને મેન્યુફેક્યરિંગની કામગીરી થઈ
૪.આખા વર્ષ દરમિયાન માગ અને પુરવઠાની સ્થિતિને સમતોલ કરવામાં મદદરૂપ બને છે.
૫. સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે અને ખેડૂતો માટે અને ટ્રેડ સાથે સંકળાયેલા અન્ય લોકો માટે ભાવના બેરોમીટરની ભૂમિકા ભજવે છે.
સટ્ટો કરનારાઓ દ્વારા ફયુચર્સના ટ્રેડિંગનો દુરુપયોગ પણ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. COMMODITIES ના બજારમાં કે એક્સચેનન્જમાં નિરંકુશ સટ્ટો ન થાય તે માટે તેના પર નિયંત્રણ આવે તેવાં કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. સમયાંતરે આ પગલાંમાં કેટલાક સુધારા કે વધારા પણ કરવામાં આવ્યા છે. આ પગલાં નીચે મુજબનાં છે.
૧, બજારમાં ખોવર ટ્રેડિંગ ન થાય તે માટે વ્યક્તિગત ઓપરેટરના ઊભા ઓળિયા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે.
૨. COMMODITIES ના ભાવમાં એકાએક મોટો વધારો કે ઘટાડો ન આવી જાય તે માટે (રોજિદા અઠવાડિક) વધઘટની મર્યાદા બાંધી દેવામાં આવી છે.
૩, આર્થિક અંકુશો મૂકીને વધુ પડતી સટ્ટાકીય પ્રવૃત્તિ પર કાપ મૂકવા માટે ખરીદી કે વેચાણના પેન્ડિગ સોદાઓ પર માર્જિનની રકમ જમા કરાવવાની પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે.
૪. ફ્યુચર્સના ભાવ બિનનફાકારક સપાટીથી નીચા ન ઊતરી જાય અને માગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે નક્કી થતી ભાવ સપાટીથી ઉપર ન નીકળી જાય તે માટે મહત્તમ કે લઘુતમ ભાવ નક્કી કરવામાં આવે છે.
૫. માલની અછત હોય તે ગાળામાં ડિલિવરીના ચોક્કસ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ બંધ કરી દેવાનું અંતિમવાદી પગલાં લેવામાં આવે છે. ચોક્કસ સમયગાળા માટે બજાર બંધ કરી દેવાનું પણ પગલું લેવાય છે. તેવી જ રીતે તાકીદની સ્થિતિ નિર્માણ થાય તો તેવા સંજોગોમાં કોન્ટ્રાક્ટ બંધ કરી દેવાની સત્તા પણ આપવામાં આવેલી છે
Whatsapp Grops👇
https://chat.whatsapp.com/D2JNV9rLxDtLpZlxzv4JEVEm@il 👇
Facebook 👇
https://www.facebook.com/Say-News-102157592156513/
Instagram 👇
https://www.instagram.com/invites/contact/?i=ciplp9afiujb&utm_content=mcyh6a8
Twitter 👇
https://twitter.com/saynews365?s=09
Teligram 👇
https://t.me/joinchat/1RohCx61psMzZmFl
You Tube 👇
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
Nice
ReplyDelete🤷🤷🤷
ReplyDeletePlease do not enter any spam link in the comment box