ટ્રાન્સફોર્મરનું ઇપેશન, સ્ટોરેજ અને હેન્ડલીંગ (Inspection, storage and
handling of transformer) :
ઇન્સ્પેકશન (Inspection) :
ટ્રાન્સફોર્મર ફેક્ટરીમાંથી નીચે દશવિલ સ્થિતિમાં મોકલવામાં આવે છે.
(a) સંપૂર્ણ ડ્રાય કરીને ઓઈલથી ભરીને અને સર્વિસ માટે તૈયાર હોય અથવા
(b) કોર અને કોઈલ (વાઈન્ડીંગ) ને કવર કરે તેટલું ઓઈલ ભરેલ હોય, અથવા
(C) ટેન્કમાં ઓઈલ ન ભરેલું હોય પરંતુ થોડા દબાણે સૂકી હવા અથવા નાઈટ્રોજન અથવા ઈનટ ગેસ ભરેલ હોય.
મોટી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરમાં એસેસરીઝ અલગથી મોકલવામાં આવે છે.
ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્ઝીટ દરમ્યાન નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. તેથી. ટ્રાન્સફોર્મરનો દાગીનો ઉતાર્યા બાદ તેને
ખોલીને કોઈ નુકસાન થયું નથી તે ચેક કરવું જોઈએ. ખાસ કરીને નીચેની બાબતો જોવી જોઈએ.
(a) કુલીંગ ટ્યુબ વળી ગઈ હોય,
(b) બહાર નીકળતા ફીટીંગને નુકસાન થયું હોય
(c) ઓઈલ ઇન્ડીકેટરના કાચ ફુટી ગયા હોય
(d) બ્રશીંગમાં તીરાડ પડી હોય અથવા તુટી ગયા હોય
(e) વાઈબ્રેશનને લીધે બોલ્ટ ઢીલા થયા હોય
(f) જો ઓઈલથી ભરેલ હોય તો ઓઈલ લીકેજ હોય અને ગેસથી ભરેલ હોય તો ગેસનો લીકેજ હોય.
જો ટ્રાન્સફોર્મર નુકસાન પામેલ હોય તો તેના માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ.
જો ટ્રાન્સફોર્મર ગંભીર નુકસાન પામેલ હોય તો વધારે આગળ ઇન્સ્પેક્શન માટે ટેન્કમાંથી કોર અને કોઈલને ઊંચકતા
પહેલાં મેન્યુફેકચરરને તુરત જ રીપોર્ટ કરવો જોઈએ. મેન્યુફેક્ઝરર તથા ટ્રાન્સપોર્ટરના પ્રતિનિધિઓની રાહ જોવી જોઈએ.
જો ટ્રાન્સફોર્મરને થોડું નુકસાન થયેલું માલૂમ પડે તો મેન્યુફેક્ય૨૨ અને ટ્રાન્સપોર્ટરના પ્રતિનિધિઓની હાજરીમાં
ટેન્કમાંથી કોરને ઊંચકીને ચેક કરવું જોઈએ કે કોરને કે વાઈન્ડીંગને નુકસાન થયું નથી. આનો રીપોર્ટ મેન્યુફેક્ટરને અને
ટ્રાન્સપોર્ટરને કરવો જોઈએ.
જો ટ્રાન્સફોર્મરને કોઈ પ્રકારનું નુકસાન ન થયું હોય તો કોરને ટેન્કમાં જ રાખીને અંદર ચેક કરવાની જરૂર નથી.
જો ટ્રાન્સફોર્મરને સૂકી હવાથી ભરેલ હોય અને કાટ દેખાય અથવા ટેન્કની અંદર કે બહાર ભેજ જામ્યો હોય અને
સીલીકા જેલનો રંગ ગુલાબી થયો હોય તો વાઈન્ડીંગ દ્વારા ભેજ શોષાયો છે તેમ દર્શાવે છે. જો ટ્રાન્સફોર્મર નાઈટ્રોજનથી
ભરેલ હોય તો તેનું પ્રેશર માપવું પડે અને એમ્બીયન્ટ ટેમ્પરેચર પર તેનું પ્રેશર મેન્યુફેક્યરચે આપેલ ચાર્ટ પ્રમાણે કરવું
જોઈએ. જો પ્રેશર વધારે પ્રમાણમાં ઘટી ગયું હોય તો તે દર્શાવે છે કે વાઈન્ડીંગ દ્વારા ભેજ શોષાયેલ છે. આવા સંજોગોમાં
ટ્રાન્સફોર્મરના સૂકવવાની પ્રક્રિયા કરવી જોઈએ.
ટ્રાન્સફોર્મરને સ્થાપિત (install) કરતી વખતે ઓઈલનો એક નમૂનો કોન્ઝર્વેટરની ઉપરની બાજુથી તથા બીજો નમૂનો
ટાંકીના તળિયેથી લઈને ભેજની હાજરી તથા ડાઈઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માટે ટેસ્ટ કરવો જોઈએ. જો બંને સેમ્પલ ભેજ રહિત હોય
અને વાઈન્ડીંગનો ઇસ્યુલેશન રેઝીસ્ટન્સ બરાબર હોય તો ડ્રાયીંગની જરૂર નથી. પરંતુ જો જરૂર લાગે તો વધારાની સાવચેતી
માટે એકવાર સૂકવવાની પ્રક્રિયા કરવી જોઈએ.
👉મારા દરેક વાંચક મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમે જે લેખ વાંચ્યો તે તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્ર તથા તમારા પરિવારજનો ને મોકલો
અને જો લેખ માં કયાય ભૂલ જણાય તો તેના માટે અમે દિલગીરી અનુભવીયે છીએ જયાં તમને ભૂલ દેખાય તો તેના વિષે તમે અમને નીચે આપેલી ✉ Email ID પર મોકલી આપો અમારી ટીમ તે ભૂલનો વેલા માં વેલી તકે દૂર કરી આપીશું
🤩🤩🤩
ReplyDeletePlease do not enter any spam link in the comment box